President Election 2022: ગુજરાતમાં થયું પ્રથમ ક્રોસ વોટીંગ, NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ NDA ઉમેદવારને આપ્યો વોટ

|

Jul 18, 2022 | 12:35 PM

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અત્યાર સુધીમાં ભાજપના 70 ધારાસભ્યએ મતદાન કર્યું છે. તો કોંગ્રેસના 55 ધારાસભ્યએ વોટિંગ કર્યુ છે.

President Election 2022: ગુજરાતમાં થયું પ્રથમ ક્રોસ વોટીંગ, NCPના ધારાસભ્ય કાંધલ જાડેજાએ NDA ઉમેદવારને આપ્યો વોટ
કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાને મળી બે કોર્ટ કેસમાં રાહત

Follow us on

આજે રાષ્ટ્રપતિ પદ (President Election ) માટેની ચૂંટણી છે. જેના માટે મતદાન પ્રક્રિયા સવારે 10 કલાકથી શરુ થઇ ગઇ છે. મતગણતરી બાદ 21 જુલાઈએ દેશના નવા રાષ્ટ્રપતિના નામની જાહેરાત કરવામાં આવશે. રાષ્ટ્રપતિની ચૂંટણીમાં બે અગ્રણી ઉમેદવારો (Draupadi Murmu vs Yashwant Sinha) વચ્ચે જંગ છે. ભાજપે એનડીએ તરફથી દ્રૌપદી મુર્મુને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે વિપક્ષે ટીએમસીના નેતા (ભાજપના પૂર્વ નેતા) યશવંત સિન્હાને મેદાનમાં ઉતાર્યા છે. જો કે મતદાન દરમિયાન ગુજરાતમાં પ્રથમ ક્રોસ વોટીંગ થયુ છે.

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અત્યાર સુધીમાં ભાજપના 70 ધારાસભ્યએ મતદાન કર્યું છે. તો કોંગ્રેસના 55 ધારાસભ્યએ વોટિંગ કર્યુ છે. ત્યારે મોટા સમાચાર એ સામે આવ્યા છે કે ગુજરાતમાં પ્રથમ ક્રોસ વોટીંગ થયુ છે. NCP ધારાસભ્ય કાંધલ જાડેજાએ NDA ઉમેદવારને વોટ આપ્યો છે.

ગુજરાતના 178 MLA

રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં ગુજરાતના 178 MLA એક પછી એક મતદાન કરી રહ્યા છે. ધારાસભ્યો સવારે 10 વાગ્યાથી લઈને સાંજે 5 સુધી મતદાન કરશે. ગુજરાત વિધાનસભાની 3 બેઠક ખાલી અને એક બેઠકની ચૂંટણી રદ થયેલી છે. જેના પગલે ભાજપના 111, કોંગ્રેસના 63, NCPના 1, BTPના 2 ધારાસભ્યો મતદાન પ્રક્રિયામાં જોડાયા છે. લોકસભાના 26 અને રાજ્યસભાના 11 સાંસદો મતદાન પ્રક્રિયામાં જોડાયા છે. રાજ્યસભાના 11 પૈકી 8 સાંસદ ભાજપના અને 3 કોંગ્રેસના છે. તો ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠક પર ભાજપના સાંસદ છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

એક મતની કિંમત ‘એક’ નથી

સાંસદો અને ધારાસભ્યો દ્વારા પડેલા મતોની કિંમત એક કરતા વધુ છે. એક તરફ લોકસભા અને રાજ્યસભાના સાંસદોના મતનું મૂલ્ય 708 છે. ધારાસભ્યના મતનું મૂલ્ય રાજ્યોમાં વસ્તી ગણતરી જેવી બાબતો પર નિર્ભર કરે છે. ધારાસભ્યના મતની ગણતરી કરવા માટે, રાજ્યની વસ્તીને વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા દ્વારા વિભાજિત કરવામાં આવે છે. આ પરિણામને આગળ 1000 હજાર વડે વિભાજિત કરવામાં આવે છે. જો આપણે રાજ્યો મુજબ જોઈએ તો, ઉત્તર પ્રદેશના ધારાસભ્યના મતનું મૂલ્ય સૌથી વધુ 208 છે. જ્યારે અરુણાચલ પ્રદેશમાં આ આંકડો 8 છે.

MLAના મતનું મૂલ્ય

રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અલગ-અલગ રાજ્યોના ધારાસભ્યોના મતનું મૂલ્ય અલગ-અલગ હોય છે. ઉત્તર પ્રદેશના 403 ધારાસભ્યોમાંથી દરેકના મતનું મૂલ્ય 208 છે, એટલે કે તેના કુલ મતનું મૂલ્ય 83 હજાર 824 છે. તો તમિલનાડુ અને ઝારખંડના દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 176 છે. મહારાષ્ટ્રનું 175, બિહારના 173 અને આંધ્ર પ્રદેશમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 159 અને ગુજરાતના ધારાસભ્યોનું મૂલ્ય 147 છે. સિક્કિમમાં દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય 7 છે. તો મિઝોરમ અને અરૂણાચલ પ્રદેશમાં 8-8, નાગાલેન્ડમાં 9, મેઘાલયનું 17, મણિપુરનું 18 અને ગોવાનું મત મૂલ્ય 20 છે.

 

Published On - 12:06 pm, Mon, 18 July 22

Next Article