ડ્રગ્સની આદી બનેલી યુવતીમાં પોલીસે લાવ્યું પરિવર્તન, મહિલા પોલીસ કરાવી રહ્યા છે પીએસઆઇની તૈયારી

આ યુવતીને પીએસઆઇની ટ્રેનિંગ નેહલબેન મકવાણા,ગાયત્રીબા ગોહિલસ,શાંતુબેન અને બંસીબેન ચૌહાણ ટ્રેનિંગ આપી રહ્યા છે.ટ્રેનિંગ આપતા મહિલા પોલીસ અધિકારી કહી રહ્યા છે કે યુવતી જ્યારે શરૂઆતમાં આવી ત્યારે તે બેભાન હોય તે રીતે રહેતી હતી અને કંઇપણ સમજતી ન હતી પરંતુ હવે તે નોર્મલ થઇ ગઇ છે.

ડ્રગ્સની આદી બનેલી યુવતીમાં પોલીસે લાવ્યું પરિવર્તન, મહિલા પોલીસ કરાવી રહ્યા છે પીએસઆઇની તૈયારી
Police bring change in young woman addicted to drugs, women police are preparing for PSI
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 29, 2021 | 3:12 PM

રાજકોટમાં થોડા દિવસો પહેલા ડ્રગ્સનું સેવન કરતા પકડાયેલી એક યુવતીનું કાઉન્સેલીંગ કરીને પોલીસે યોગ્ય માર્ગેવાળી છે.આ યુવતીનું પોલીસે એક સપ્તાહ સુધી ડોક્ટર પાસે ટ્રિટમેન્ટ કરાવતા તે નોર્મલ બની છે અને હવે તેને મહિલા પોલીસ દ્રારા પીએસઆઇની તૈયારી કરાવવામાં આવી રહી છે.યુવતી પણ પોતે પોલીસ બનવા માટે મક્કમ છે અને તનતોડ મહેનત કરી રહી છે.સમાજમાં દાખલા રૂપ આ ઘટનામાં પોલીસે કાયદાનું પાલન પણ કર્યું અને એક યુવતીને ડ્રગ્સના નર્કાગારમાંથી મુક્ત કરાવીને ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરૂ પાડ્યા છે.

ડ્રગ્સને કારણે મારું જીવન બરબાદ થઇ ગયું હતું-યુવતી ડ્ર્ગ્સનું સેવન કરતી યુવતીએ કહ્યું હતું કે મને છેલ્લા ઘણાં સમયથી ડ્રગ્સની આદત પડી ગઇ હતી.ડ્રગ્સને કારણે મારૂ જીવન બરબાદ થઇ ગયું હતું.મને પોલીસે ડ્રગ્સનું સેવન કરતા પકડ્યાં બાદ મારી ટ્રિટમેન્ટ કરાવવામાં આવી અને આજે પોલીસના સહકારથી હું પીએસઆઇની તૈયારી કરી રહી છે.પોલીસે સાથે સાથે યુવતીને તેના માતા પિતા સાથે પણ મુલાકાત કરાવી હતી.યુવતીના માતા પિતાએ તેની ખરાબ આદતને કારણે તેને તરછોડી દીધી હતી જો કે પોલીસની સમજાવટથી તેને ફરી અપનાવી લીઘી છે..

પહેલા બેભાન જેવી રહેતી હતી,હવે નોર્મલ થઇ ગઇ છે-મહિલા પોલીસ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આ યુવતીને પીએસઆઇની ટ્રેનિંગ નેહલબેન મકવાણા,ગાયત્રીબા ગોહિલસ,શાંતુબેન અને બંસીબેન ચૌહાણ ટ્રેનિંગ આપી રહ્યા છે.ટ્રેનિંગ આપતા મહિલા પોલીસ અધિકારી કહી રહ્યા છે કે યુવતી જ્યારે શરૂઆતમાં આવી ત્યારે તે બેભાન હોય તે રીતે રહેતી હતી અને કંઇપણ સમજતી ન હતી પરંતુ હવે તે નોર્મલ થઇ ગઇ છે.જે રીતે બાળક નવું નવું શીખે છે અને આગળ વધે છે તે રીતે તે સમજીને આગળ વઘી રહી છે અને તનતોડ મહેનત કરી રહી છે.

પોલીસનું વ્યસનમુક્તિ અભિયાન-સીપી આ અંગે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કહ્યું હતુ કે પોલીસ દ્રારા યુવાનો વ્યસનના માર્ગે ન વળે તે માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જેના ભાગરૂપે શાળા કોલેજોમાં સમયાંતરે વ્યસનમુક્તિ અભિયાન અને જાગૃતતાના કાર્યક્રમો પણ રાખવામાં આવે છે.જે યુવક અને યુુવતી ડ્રગ્સના સેવન કરતા પકડાયા હતા તેને આરોગ્યની ટ્રિટમેન્ટ આપીને તેઓ વ્યસનમુક્ત બને અને એક સારી જીંદગી જીવે તેવા પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">