Panchmahal: પાનમ ડેમમાંથી સિંચાઇ માટેનું પાણી છોડાયુ, 80 ગામના ખેડૂતોને થશે લાભ

|

Jul 16, 2022 | 1:55 PM

ખેડૂતોને (Farmers) ધરુની વાવણી માટે પાણીની જરુર હતી. પાકને જરુરી પાણી મળશે કે નહીં તેની ખેડૂતોને ચિંતા સતાવી રહી હતી. જો કે સરકાર દ્વારા અંતે પાનમ ડેમમાંથી (Panam Dam) પાણી છોડાતા ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે.

Panchmahal: પાનમ ડેમમાંથી સિંચાઇ માટેનું પાણી છોડાયુ, 80 ગામના ખેડૂતોને થશે લાભ
પાનમ ડેમમાંથી સિંચાઇ માટે પાણી છોડાયુ

Follow us on

પંચમહાલ (Panchmahal) જિલ્લાના ખેડૂતો (Farmers) માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે. જિલ્લામાં આવેલી પાનમ ડેમમાંથી (Panam Dam) સિંચાઇ માટે પાણી છોડવામાં આવ્યુ છે. જેના પગલે જિલ્લાના ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતોએ સારો એવો વરસાદ વરસ્યા બાદ વાવણીની શરુઆત કરી દીધી છે. તો કેટલાક ખેડૂતોને ધરુની વાવણી માટે પાણીની જરુર હતી. પાકને જરુરી પાણી મળશે કે નહીં તેની ખેડૂતોને ચિંતા સતાવી રહી હતી. જો કે સરકાર દ્વારા અંતે પાનમ ડેમમાંથી પાણી છોડાતા ખેડૂતોએ રાહતના શ્વાસ લીધા છે.

27 જુલાઈ સુધી તબક્કાવાર પાણી છોડાશે

ડાંગરના ધરુંની વાવણી માટે પંચમહાલ જિલ્લાના પાનમ કેનાલ મારફતે 200 ક્યુસેક પાણી છોડાયું છે. આ સાથે જ માહિતી આપવામાં આવી છે કે 27 જુલાઈ સુધી તબક્કાવાર 500 ક્યુસેક સુધી પાણી છોડવામાં આવશે. પાનમ વિભાગ દ્વારા સિંચાઇ સલાહકારની મીટિંગમાં ખેડૂતોના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

80 જેટલા ગામોના ખેડૂતોને થશે ફાયદો

પાનમ ડેમમાંથી પાણી છોડવામાં આવતા 10 હજાર હેક્ટર જમીનને મળશે સિંચાઈનો લાભ મળશે. પંચમહાલ જિલ્લાના શહેરા, લુણાવાડા, ગોધરા, કાલોલ અને સાવલી તાલુકાના 80 જેટલા ગામોના ખેડૂતોને સિંચાઇના પાણીનો લાભ મળશે

જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ
જયા કિશોરીએ તેની નાની બહેન ચેતના શર્મા સાથે થતા ઝઘડા વિશે કર્યો ખુલાસો, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-05-2024

વાવેતર લાયક વરસી ગયો: રાઘવજી પટેલે

થોડા દિવસ પહેલા જ કૃષિ મંત્રી રાઘવજી પટેલે Tv9 સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે રાજ્યમાં થયેલા વાવેતરને લઇને સારા સંકેત આપ્યા હતા. તેમણે જણાવ્યુ હતુ કે, છેલ્લા 10 દિવસથી રાજ્યના જુદા જુદા વિસ્તારમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આજ સુધીમાં લગભગ મોટા ભાગના તાલુકાઓમાં સારો એવો વરસાદ વરસ્યો છે. એટલે લગભગ તમામ વિસ્તારમાં વાવેતર લાયક વરસી ગયો છે.

કૃષિ પ્રધાન રાઘવજી પટેલે કહ્યું હતુ કે, રાજ્યમાં 30.21 લાખ હેક્ટરમાં વાવેતર થયું છે. જે છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ હજુ 34 ટકા જ છે. જો કે રાજ્યમાં પાછલા દસ દિવસથી વાવણી લાયક વરસાદ પડતા ખરીફ ઋતુનું વાવેતર હજી વધવાની શક્યતા છે.રાઘવજી પટેલે Tv9 સાથે જણાવ્યુ હતુ કે, રાજ્યમાં મગફળીનું 10.15 લાખ હેકટરમાં વાવેતર થયું છે. તો સૌથી વધારે 15.56 લાખ હેકટરમાં કપાસની વાવણી થઈ છે. જ્યારે ધાન્ય અને કઠોળનું 4.50 લાખ હેકટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

Next Article