પાષાણ યુગમાં સિંધુ સંસ્કૃતિમાં મોહેં-જો-દડો અને હડપ્પા સંસ્કૃતિના વિવિધ અવશેષો મળી આવ્યા છે. જે અવશેષો પૂર્તિ ગહન કલાના પુરાવાઓ રજૂ કરે છે. પાષાણ યુગમાં ધાતુ માટી અને પાષાણો માંથી મૂર્તિઓ બનાવવામાં આવતી હતી.
પહેલાના જમાનામાં યોગી અથવા પુરોહિતોની પ્રતિમાઓ બનાવવામાં આવતી હતી જે પૂર્ણ કદની અથવા તો અર્ધ કદની પ્રતિમા સ્વરૂપે સ્થાપિત કરવામાં આવતી હતી. તેથી કલાના સંશોધન ક્ષેત્રે માર્શલ મે કે અને વિલર જેવા સંશોધકોએ ખૂબ મોટા સંશોધનો કર્યા છે જેમાં યુનાની ઇટાલિયન અને વિવિધ કલાઓને સંશોધિત કરવામાં આવી છે.
જેમાં બુદ્ધની પ્રતિમાઓ વિશ્વવિખ્યાત બની છે. અફઘાનિસ્તાનમાં આવેલા બામીયાન મા બુદ્ધની પ્રતિમાઓ તોડી ને બોધ્ધ સંસ્કૃતિનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો છ મહિનાઓ સુધી રોકેટ લોન્ચરો અને મિસાઈલ છોડીને પ્રતિમા તોડવાનો પ્રયાસ કર્યો હતો આજે પણ તૂટેલી અર્ધ તૂટેલી પ્રતિમાઓ અફઘાનિસ્તાનના બામિયાન માં મોજુદ છે જે જુની પદ્ધતિ ની મૂર્તિ કલાને ઉજાગર કરે છે.
સિંધુ સંસ્કૃતિમાં ગાંધાર શૈલી મથુરા શૈલી અને અમરાવતી શૈલીની પ્રતિમાઓ બનાવવાની પદ્ધતિ પ્રચલિત છે. કાસ્યમૂર્તિ લાલ પથ્થર અને કાળા પથ્થર તથા લીલા પથ્થરની પ્રતિમાઓ બાંધવાની પ્રથા પ્રચલિત હતી આઠમી સદીથી માંડીને 12મી સદી સુધીમાં આ પ્રકારની પ્રતિમાઓ બનાવવાની પ્રથા પ્રચલિત હતી.
આ મૂર્તિ કલા એ તત્ક્ષણ કલા તરીકે જાણીતી છે. વાસ્તુ કલા, ચિત્રકલા અને મૂર્તિકલા આ ત્રણેય કલાઓનું સમાગમ પ્રતિમાન અંદર ચાર ચાંદ લગાવી દેતો હોય છે. ભારતમાં યોગી અને પુરોહિતોની મૂર્તિઓ સૌપ્રથમવાર બનાવવામાં આવી હતી સાથે એમાં યુનાની અને ઇટાલિયન કળાનો પાછળથી સમાવેશ થયો હતો.
દેશના જાણીતા કારીગરો દ્વારા મધ્યપ્રદેશમાં ખજૂરાહો, છત્તીસગઢમાં મડવામહલ, રાજસ્થાનમાં જગદીશ મંદિર, ઓરિસ્સામાં કોણાર્ક અને રાજા-રાણી મંદિર તથા કર્ણાટકમાં વીરૂપક્ષ મંદિર ખૂબ પ્રચલિત છે. આઠમી થી લઈને 14 મી સદી સુધીમાં 100 થી વધુ મંદિરો નગ્નતાનું પ્રદર્શન કરતા હોવાની વાતને આગળ ધરીને ખંડિત પણ કરવામાં આવ્યા છે.
નવસારી શહેરમાં સયાજીરાવ ગાયકવાડે પોતાની સુજ બુજ અને દીર્ઘ દ્રષ્ટિના સહારે નવસારી શહેરને વિકસાવ્યું હતું શિક્ષણ આરોગ્ય અને પ્રાથમિક સુવિધાઓ નવસારી શહેરને પૂરી પાડી હતી. બરોડા સ્ટેટમાં આવતા નવસારી શહેરની જાહો જલાલી કંઈક જુદી જ હતી. તેમણે શહેરમાં વૈભવી મહેલ બનાવ્યો હતો જ્યારે ઉભરાટના દરિયા કિનારે સહેલગાહ કરવા માટે સયાજીરાવ ગાયકવાડે હવા મહેલ પણ બંધાવ્યો હતો. બરોડા સ્ટેટની શિક્ષણ અને સમાજ સુધારા ક્ષેત્રે વિશેષ યોગદાન આપનાર ગાયકવાડી નવસારી શહેરમાં પાંચ જેટલી પ્રતિમા પ્રસ્થાપિત કરી છે જે તેમના વૈભવના ગુણદાન કરે છે પરંતુ તેને સાચવનાર કોણ તે દિશામાં ચર્ચાઓ શરૂ થઈ છે.
ઇટાલીની બનાવટની પ્રતિમાઓ રજવાડાઓ મંગાવતા હતા અને સ્થાપિત કરતા હતા પોતાની કીર્તિ સ્થાપિત કરવાના ઉદેશ્ય સાથે પ્રતિમા સ્થાપતા હતા જેમાં સયાજીરાવ ગાયકવાડની પાંચેક પ્રતિમાઓ કાંસા માંથી બનાવવામાં આવેલી છે જે ક્યારેય કલર ઉડતો નથી અને મજબૂત હોવાના કારણે તૂટી પણ શકતી નથી. ઇટાલિયન બનાવટની જે તે સમયે બનાવેલી આ પ્રતિમાઓ આજે એક પ્રતિમાની કિંમત આંતરરાષ્ટ્રીય ચોર બજારમાં 10 કરોડ જેટલી કિંમતની થાય છે.
શહેરમાં કુલ મળીને 50 કરોડથી વધુની કિંમતની પ્રતિમાઓને સાચવનાર કોઈ નથી મુખ્ય રસ્તા ઉપર પડેલી સ્થાપિત કરવામાં આવેલી પ્રતિમાઓને નગરપાલિકા દ્વારા યોગ્ય સાચવણીના અભાવે કદાચ ચોરની નજર પડે તો કીમતી ગણાતી પ્રતિમાઓની ચોરી થઈ શકે તેવી આશંકા સયાજીરાવ ગાયકવાડના પરિવારજનો કરી રહ્યા છે.
આ પણ વાંચો : Navsari : નવસારી જિલ્લામાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયું, 210 કરોડના થયા MOU, જુઓ Video
નવસારી શહેરમાં પૂર્ણ કદની અલગ પ્રતિમાઓ આજે પણ ઉભી છે. કાંસામાંથી બનાવવામાં આવેલી આબેહૂબ કંડારની વાળી આંખોથી માંડીને પૂર્ણ કદને સ્પષ્ટપણે ટાચણ વડે કંડારીને બનાવેલી મન મોહક પ્રતિમાઓ નવસારીના વારસા સાથે જોડાયેલી છે. ત્યારે પ્રતિમા ચોરી ન થાય એના માટે નવસારી નગરપાલિકા સુરક્ષા માટે ધ્યાન આપે તેવી માંગ ઐતિહાસિક ધરોહર બચાવવા બનેલી સંસ્થાઓ માંગ કરી રહી છે.
(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)
Published On - 5:23 pm, Sat, 14 October 23