Navsari : નવસારી જિલ્લામાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયું, 210 કરોડના થયા MOU, જુઓ Video

Navsari : નવસારી જિલ્લામાં વાઇબ્રન્ટ સમિટનું આયોજન કરાયું, 210 કરોડના થયા MOU, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 13, 2023 | 5:26 PM

દેશના આર્થિક વિકાસને વેગ આપવા માટે ઔદ્યોગિક વિકાસ ખૂબ મહત્વનો બની રહેતો હોય છે. સાથે રોજગારી વધારવા માટે પણ મહત્વનું માધ્યમ છે ત્યારે નવસારી જિલ્લામાં વાઇબ્રન્ટ સમિટ યોજવામાં આવ્યો હતો. જેમાં 210 કરોડના એમ ઓ યું થયા છે જે મોટી સંખ્યામાં રોજગારીની તકો ઉભી કરવાની પહેલ થઈ છે. આ દરમ્યાન જિલ્લાના 50થી વધુ નવા ઉદ્યોગ સાહસિકોને સબસીડીના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

ગુજરાતમાં 2003 થી શરૂ થયેલી વાઇબ્રન્ટ સમિટ હવે રાજ્ય સરકારથી માંડીને હવે જિલ્લા કક્ષાએ પહોંચી ચૂકી છે ગુજરાત સરકાર દ્વારા તમામ જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમિતિઓ યોજવામાં આવી રહ્યા છે અને મોટાપાયે ઉદ્યોગો લાવીને રોજગારી આપવાની તકો ઊભી કરવાની દિશામાં કામગીરીની શરૂઆત કરી છે.

એમાં મોટાભાગે પૌવા ઉદ્યોગ બે જીઆઇડીસી અને હીરા ઉદ્યોગ દ્વારા રોજગારી મળે છે. સાથે એગ્રો બેઝ્ડ ઇન્ડસ્ટ્રી મોટાપાયે વિકાસ પામી છે જે રોજગારી આપી રહી છે. નવસારી જિલ્લામાં નવા 146 જેટલા કરવામાં આવ્યા છે અને 212 કરોડનું નવું રોકાણ જિલ્લામાં આવે એને ધ્યાનમાં રાખીને કામગીરીની શરૂઆત કરવામાં આવી છે.

નવસારી જિલ્લામાં જલાલપોર તાલુકાના વાસી ગામે PM મિત્રા પાર્કનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી વિકસાવવાનો પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યો છે. નવસારી જિલ્લો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનું હબ બની શકે અને ધ્યાનમાં રાખીને કામગીરી ચાલી રહી છે.

ત્યારે મોટા પ્રમાણમાં રોજગારી ઊભી કરવાની દિશામાં નવસારી જિલ્લો આગળ વધી રહ્યો છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા લોન આપી અને કેટલાક પ્રોજેક્ટોમાં સબસીડી નું પણ આયોજન કરવામાં આવ્યું છે રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ અંતર્ગત નવસારી જિલ્લાના 50થી વધુ ઉદ્યોગ નવા સાહસિકોને સબસીડીના ચેક પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : Navsari : વિશ્વાસના ભાવથી નવસારીના NRI પરિવારોને બે પેઢીઓથી સાચવતી દશેરા ટેકરીની વિધવા અને ત્યક્તા મહિલાઓ 

ઔદ્યોગિક ક્રાંતિ દેશને વિકાસના પંથે દોરી જતી હોય છે તેવા સમયે ઔદ્યોગીકરણની સાથે રોજગારીઓ પણ ઉભી થતી હોય છે. દેશમાં વધી રહેલી વસ્તી અને એની સામે રોજગારીની તકો વધે પણ સમયની માંગ બની ગઈ છે ત્યારે નવસારી જિલ્લામાં 212 કરોડના 146 જેટલા સાહસિકો નવસારી જિલ્લામાં ઉદ્યોગ સ્થાપવા માટે પ્રયત્ન કરી રહ્યા છે જે 5,000 થી વધુ રોજગારીનું સર્જન કરશે અને નવસારીમાં બેરોજગારીનો રેશિયો ઘટાડશે.

(ઈનપુટ ક્રેડિટ – નિલેશ ગામીત, નવસારી)

 નવસારી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Oct 13, 2023 05:24 PM
g clip-path="url(#clip0_868_265)">