કેન્દ્રીય મંત્રી જેવી મને કોઈ ફિલિંગ આવતી નથી…. નવસારીમાં સાંસદ C R પાટીલ આવું કેમ બોલ્યા?

ચોથી વખત સાંસદ બનેલા સીઆર પાટીલને જળ શક્તિ મંત્રાલયના કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. જેને લઈને નવસારી લોકસભા મત વિસ્તારના લોકોમાં ખુશીની લહેર વ્યાપી છે. ત્યારે નવસારી જિલ્લા ખાતે યોજાયેલા આ અભિવાદન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સંગઠનના આગેવાનોએ હાજરી આપી હતી.

કેન્દ્રીય મંત્રી જેવી મને કોઈ ફિલિંગ આવતી નથી.... નવસારીમાં સાંસદ C R પાટીલ આવું કેમ બોલ્યા?
Follow Us:
| Updated on: Jun 15, 2024 | 11:59 PM

સી આર પાટીલ નવસારીના સાંસદ બનાયા બાદ પ્રથમ વાર તેઓ નવસારી પહોંચ્યા અહીં ઋણ સ્વીકાર કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે બનાસકાંઠા બેઠક હાર માટે પોતે જવાબદારી સ્વીકારી હતી. લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને એક કરોડ 90 લાખ મતો મળ્યાનો આનંદ વ્યક્ત કર્યો હતો પરંતુ 26 માંથી એક બનાસકાંઠા બેઠક હારવાનો વસવસો વ્યક્ત કર્યો હતો.

જળ શક્તિ મંત્રાલય એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઊભુ કરવામાં આવેલું મંત્રાલય છે 2019માં બે જૂના મંત્રાલયો જળ સંસાધન મંત્રાલય અને નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ અને પીવાના પાણી અને સ્વચ્છતા મંત્રાલયને મર્જ કરીને જળ શક્તિ મંત્રાલય બનાવવામાં આવ્યું છે.

જળ શક્તિ મંત્રાલયમાં સેન્ટ્રલ વોટર કમિશન, સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટરબોર્ડ, નેશનલ વોટર ડેવલોપમેન્ટ એજન્સી, નેશનલ રિવર કન્ઝર્વેશન, બ્રહ્મપુત્ર બોર્ડ, નેશનલ વોટર ઇન્ફોર્મેટીક્સ સેન્ટર, સેન્ટ્રલ સોઇલ એન્ડ મટીરીયલ રિસર્ચ સ્ટેશન, નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ હાઇડ્રોલોજી સેન્ટ્રલ વોટર એન્ડ પાવર રિસર્ચ સ્ટેશન, નોર્થ ઇસ્ટ રીજનલ વોટર એન્ડ લેન્ડ મેનેજમેન્ટ, વોટર એન્ડ પાવર કન્સલ્ટન્સી સર્વિસ લિમિટેડ જેવા મંત્રાલયો જળ શક્તિ મંત્રાલય અંતર્ગત આવે છે.

આજનું રાશિફળ તારીખ : 21-06-2024
ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશર વાળા લોકોની લાઈફ કેટલી હોય છે?
ગરમીમાં આ 5 બિયર રૂપિયા 150 સુધીના ભાવમાં મળશે, જાણો નામ
ઘરે કુંડામાં પણ ઉગાડી શકાય છે ચા પત્તીનો છોડ, જાણી લો આ સંપૂર્ણ પ્રોસેસ
ચા પીધા પહેલા પાણી પીવું કેમ જરૂરી છે? જાણી લો
PM મોદીએ AI વીડિયો શેર કરી જે આસન કરવાની સલાહ આપી જાણો તેના ફાયદા

એક લાખ કરોડનું બજેટ ધરાવતા જળ શક્તિ મંત્રાલયમાં વિવિધ પ્રોજેક્ટ આવરી લેવામાં આવ્યા છે, જેમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટી ફરકા બેરેજ પ્રોડક્ટ, અપર યમુના રિવરબોર્ડ ,ગંગા ફ્લડ કંટ્રોલ કમીશન, બાણસાગર કંટ્રોલ બોર્ડ, બેટવા રિવરબોર્ડ, તૃંગ ભદ્રા બોર્ડ ,ગોદાવરી રીવર મેનેજમેન્ટ બોર્ડ, ક્રિષ્ના રિવર મેનેજમેન્ટ બોર્ડ, કાવેરી વોટર મેનેજમેન્ટ ઓથોરિટી, પોલાવરમ પ્રોજેક્ટ, મહા નદી વોટર, રવિ અને બિયાસ વોટર ટ્રિબ્યુનલ, ક્રિષ્ના વોટર ટ્રીબ્યુનલ વંશધારા વોટર ટ્રીબ્યુનલ ,જલજીવન મિશન અને સ્વચ્છ ભારત મિશન આ મંત્રાલય અંતર્ગત આવે છે.

રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય જલ સંશોધન અને વિવાદો સાથે સંકળાયેલા મંત્રાલયને જલ શક્તિ બોર્ડમાં સમાવિષ્ટ કરવામાં આવે છે અને વિવિધમાં ચાલતા નદીઓ બાબતેના પ્રોજેક્ટોમાં નિવારણ લાવવું નવા બનેલા કેબિનેટ મંત્રી સી આર પાટીલ માટે પડકારોનો પહાડ બનીને ઊભા રહેવાના છે.

(ઈનપુટ ક્રેડિટ – નીલેશ ગામીત, નવસારી)

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">