સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મોટાભાગના ડેમોમાં આવ્યા નવા નીર, ઉત્તર ગુજરાતમાં કેટલાક ડેમો હજુ ખાલીખમ
જળાશયોમાં નવા નીરની આવક ન થતાં ભૂગર્ભ જળ અને પીવાના પાણીની આ વિસ્તારમાં મોટી સમસ્યા સર્જાશે. વરસાદી સીઝનને 15 ઓક્ટોબરે પૂર્ણ થશે. જિલ્લામાં કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે.
બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદ નહીવત હતો. જેના કારણે ખેતીના પાક બચાવવા માટે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા હતા. છેલ્લા એક અઠવાડિયામાં પડેલા છુટાછવાયા વરસાદના કારણે ખેતીના પાકોને જીવતદાન મળ્યું છે. પરંતુ તેની સામે હજુ પાણીનો પ્રશ્ન યથાવત છે. ચાલુ વરસાદી સિઝનમાં ત્રણ જળાશયો પૈકી એક પણ જળાશયમાં નવા પાણીનું એક ટીપું આવ્યું નથી. જેના કારણે ડેમ વરસાદી સિઝનમાં ડેમ ખાલીખમ છે.
ખેતી અને પશુપાલન બનાસકાંઠા જિલ્લાનો મુખ્ય વ્યવસાય છે. પરંતુ પાણી વિના એક વર્ષ કેમ નીકળશે તે સવાલ ખેડૂતોને સતાવી રહ્યો છે. જળાશયોમાં નવા નીર ની આવક ન થતાં ભૂગર્ભ જળ અને પીવાના પાણીની આ વિસ્તારમાં મોટી સમસ્યા સર્જાશે. વરસાદી સીઝનને 15 ઓક્ટોબરે પૂર્ણ થશે. વરસાદી સીઝન પૂર્ણતાને 30 દિવસ જેટલો સમય બાકી છે ત્યારે જળાશયોની આ સ્થિતિ વિસ્તારમાં પાણી માટે મહા મુશ્કેલી ઊભી કરશે.
ડેમ સંગ્રહિત પાણી નવા પાણીની આવક સીપુ ખાલીખમ શૂન્ય દાંતીવાડા 7 ટકા શૂન્ય મુક્તેશ્વર 8 ટકા શૂન્ય
જળાશયોમાં નવા નીરની આવક ન થતાં ભૂગર્ભ જળ અને પીવાના પાણીની આ વિસ્તારમાં મોટી સમસ્યા સર્જાશે. વરસાદી સીઝનને 15 ઓક્ટોબરે પૂર્ણ થશે. જિલ્લામાં કેટલાક વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડ્યો છે. પરંતુ તે પૂરતો નથી કે, ખેતીનો પાક બચાવી શકાય બીજી તરફ ડેમ ખાલી હોવાને પગલે આગામી વર્ષ માટે પીવાના પાણી પર સંકટ તોળાઈ રહ્યું છે. ત્યારે સ્થાનિક તંત્ર અને ખેડૂતો અને પશુપાલકોને એ ચિંતા છે કે, આગામી વર્ષ પાણી વગર કેવી રીતે પસાર કરવું.
નોંધનીય થોડા દિવસો પહેલા સૌરાષ્ટ્રમાં વરસાદી ખેંચથી તમામ ડેમના તળિયાઝાટક હતા. ત્યારે ભાદરવા મહિનામાં ભારે વરસાદથી તમામ ડેમોની સ્થિતિમાં સુધારો જોવા મળ્યો છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 5 જિલ્લાના 38 ડેમ ઓવરફ્લો થયા છે. રાજકોટ માટે જીવાદોરી સમાન ભાદર ડેમ ઓવરફ્લો થવામાં 5 ફૂટ જ બાકી છે. જ્યારે આજી-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.
ચાલુ સિઝનમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 70 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્ર ઝોનમાં 80 ટકાથી વધારે, દક્ષિણ ગુજરાતમાં 71 ટકાથી વધારે, કચ્છ ઝોનમાં 70 ટકાથી વધારે, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 58 ટકાથી વધારે અને ઉત્તર ગુજરાતમાં ૫૫ ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે. એટલે કે સૌથી વધારે વરસાદની ખેંચ ઉત્તર ગુજરાતમાં છે. જોકે, હજું વરસાદની આગાહી હોવાથી આ સમસ્યાનો હલ થશે તેવી લોકો ભગવાનની પ્રાર્થના કરી રહ્યાં છે.
રાજ્યમાં એક તરફ મૂશળધાર વરસાદ અને પૂરની પરિસ્થિતિ છે. જ્યારે બીજી તરફ પાણીની તંગી યથાવત છે. બનાસકાંઠા જિલ્લાના એક પણ ડેમમાં ચાલુ વરસાદી સિઝનમાં નવા પાણીનું એકપણ ટીપું આવ્યું નથી. તેના કારણે ડેમ ખાલીખમ છે અને ખેડૂતો ચિંતાતુર છે.