મહેસાણાઃ HSRP નકલી નંબર પ્લેટ તૈયાર કરવાનું કૌભાંડ! SOG એ મોટા જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપ્યો

|

Feb 11, 2024 | 11:11 AM

મહેસાણા જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગૃપ દ્વારા એક શખ્શને નકલી HSRP નંબર પ્લેટના મોટા જથ્થા ઝડપી લઈને કાર્યવાહી કરી છે. મોટા જથ્થામાં નંબર પ્લેટ હોવાને લઈ આ મામલે પોલીસે બાતમી આધારે છટકું ગોઠવીને દરોડો પાડ્યો હતો. પોલીસે આરોપી યુવકને ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી છે.

મહેસાણાઃ HSRP નકલી નંબર પ્લેટ તૈયાર કરવાનું કૌભાંડ! SOG એ મોટા જથ્થા સાથે એક વ્યક્તિને ઝડપ્યો
છટકુ ગોઠવી દરોડો

Follow us on

હવે રાજ્યમાં HSRP નંબર પ્લેટ લગાવવામાં આવે છે. જેના થકી વાહનોના લગતા ગુનાઓ થવાની સંભાવનાઓ ઘટાડી શકાય છે અને વાહનના લગતી સુરક્ષા વધુ થતી હોય છે. જેમ કે એક જ નંબરના વાહનો અને વાહનની ઝડપથી ઓળખ સહિત ચોરી જેવા કિસ્સાઓમાં ઝડપથી વાહનને શોધવામાં સરળતા રહેતી હોય છે. આ માટે હવે HSRP નંબર ફરજીયાત કરવામાં આવી છે.

આ દરમિયાન મહેસાણામાં HSRP નંબર પ્લેટ ડુપ્લીકેટ બનાવવામાં આવતી હોવાનું સામે આવ્યુ છે. સ્પેશિયલ ઓપરેશન ગૃપની ટીમે SP ઋષિકેશ ઉપાધ્યાયની સૂચના આધારે છટકુ ગોઠવીને દરોડો પાડ્યો હતો. જેમાં એક શખ્શ પાસેથી ડુપ્લીકેટ HSRP નંબર પ્લેટનો જથ્થો મળી આવ્યો હતો.

છટકુ ગોઠવી દરોડો

વાહનોની સુરક્ષા અને વાહનોના નંબર સાથે ચેડાં થતા રોકવા માટેના પગલા ભરવા માટે કાર્યવાહી કરવા SP ઉપાધ્યાયે સૂચનાઓ જિલ્લા પોલીસના અધિકારીઓને કરી છે. જેને લઇ એસઓજી PI એનએ દેસાઈ અને તેમની ટીમે આ દિશામાં કાર્યવાહી કરવા માટે પ્રયાસો શરુ કર્યા હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે, HSRP નંબર પ્લેટ ડુપ્લીકેટ થઈ રહી છે.

Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ

જેને લઈ SOGની ટીમના કર્મચારીઓએ આ અંગેની પ્રાથમિક વિગતો એકઠી કરવાની શરુઆત કરી હતી. જેમાં એક શખ્શ HSRP નંબર પ્લેટ નકલી બનાવતો હોવાનો અને તેની પાસે મોટો જથ્થો હોવાની બાતમી મળી હતી. જેને લઈ SOGની ટીમના કર્મચારીને ગ્રાહકની જેમ મોકલવામાં આવ્યો હતો. જેણે ત્યાં નકલી નંબર પ્લેટ બનતી હોવા અંગે પૂછપરછ કરતા તેણે શંકા જતા હાલમાં આવી નંબર પ્લેટ નથી બનાવતા એવો જવાબ વાળ્યો હતો. આ દરમિયાન પોલીસે દરોડો પાડી તપાસ કરતા નંબર પ્લેટનો જથ્થો મળી આવ્યો હતો.

એક પ્લેટના 1000 થી 1500 રુપિયા

મહેસાણાના નાગલપુર વિસ્તારમાં આવેલ પ્રમુખ એન્કલેવમાં ગેલેક્સી આર્ટમાં દરોડા દરમિયાન એસઓજીની ટીમને 79 નંબર પ્લેટોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે કોમર્શિયલ અને પ્રાઇવેટ કાર અને બાઈકની અલગ અલગ નંબરની પ્લેટો બનાવેલી મળી આવતા પોલીસે તેને જપ્ત કરી હતી.

આ પણ વાંચો: સાબરકાંઠાઃ પશુ ચોરી આચરતી ખંભાતની ગેંગ LCBએ ઝડપી, ત્રણ ગુનાઓના ભેદ ઉકેલાયા

મુંબઈથી તે આ પ્રકારની નંબર પ્લેટ બનાવડાવતો હતો. બે વર્ષથી આ પ્રકારની નંબર પ્લેટ બનાવડાવતો હતો અને આ માટે તે નંબર પ્લેટ દીઠ 1000 થી 1500 રુપિયા લેતો હતો. નંબર પ્લેટ ડુપ્લીકેટ હોવાને લઈ આરટીઓ માન્ય નંબર પ્લેટ જેવા સિક્યુરીટી કોડ હોતા નથી. આમ પોલીસે હાલ તો નંબર પ્લેટ અંગેની તપાસ શરુ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

 

Published On - 11:10 am, Sun, 11 February 24

Next Article