પ્રયાગરાજમાં મહાકુંભના મહાપર્વનો શુભારંભ થઈ ગયો છે. આજથી મહાકુંભનું પહેલુ સ્નાન છે અને આજની તિથિ પણ અત્યંત પવિત્ર અને ખાસ છે. આ કુંભ મેળો 26 ફેબ્રુઆરી એટલે કે 45 દિવસ સુધી ચાલવાનો છે. મહાકુંભના આકાશી દર્શન કરવા માટે તમે હેલિકોપ્ટર દ્વારા મહાકુંભનો નજારો જોઈ શકો છે. ઉત્તર પ્રદેશ સરકારે શ્રદ્ધાળુઓને મોટી ભેટ આપતા હેલિકોપ્ટર સેવાનું ભાડુ ઘટાડી અડધુ કરી નાખ્યુ છે. પર્યટન અને સાંસ્કૃતિક બાબતોના મંત્રી જયવીર સિંહે તેમના નિવેદનમાં જણાવ્યુ કે 7 થી 8 મિનિટની હેલિકોપ્ટર યાત્રા 13 જાન્યુઆરીથી શરૂ થશે.
મહાકુંભમાં હેલિકોપ્ટરથી યાત્રાનું ભાડુ હવે અડધાથી પણ ઘટાડી 1296 રૂપિયા પ્રતિ વ્યક્તિ કરી દેવાયુ છે. જે પહેલા 3 હજાર રૂપિયા હતુ.
આ હેલિકોપ્ટર રાઈટ દ્વારા યાત્રિકો પ્રયાગરાજ શહેરની ઉપરથી ભવ્ય મહાકુંભના સંગમ તટના આકાશી દર્શનનો લ્હાવો લઈ શકશએ. આ રાઈડ www.upstdc.co.in ના માધ્યમથી ઓનલાઈન બુક કરી શકાશે અને તેની સુવિધા ભારતના ઉડ્ડયનમંત્રી પવન હંસ દ્વારા આપવામાં આવશે. સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યુ છે કે વાતાવરણના આધારે સવારી નિરંતર સંચાલિત થશે. યુપીના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગે મેળા સ્થળ પર જળ અને સાહસિક રમતોનું પણ આયોજન કર્યુ છે.
આ સાથે જ 24 થી 26 જાન્યુઆરી સુધી વોટર લેસર શો અને અન્ય ગતિવિધિઓ સહિત ડ્રોન શો પણ યોજાશે. દેશભરના ખ્યાતનામ કલાકારો આ 40 દિવસીય મેળા દરમિયાન પ્રદર્શન કરશે. જેમા યુપી દિવસનો પ્રોગ્રામ પણ સામેલ હશે. ગાયક શંકર મહાદેવન 16 જાન્યુઆરીએ અહીં ગંગા પંડાલમાં પ્રસ્તુતી દેવાના છે અને સમાપન પ્રસ્તુતિ 24 ફેબ્રુઆરીએ મોહિત ચૌહાણ દ્વારા કરવામાં આવશે.
દેશ તેમજ મહાકુંભને લગતા તમામ સમાચારો વાંચવા માટે અહીં ક્લિક કરો