Gujarat Cyclone Biporjoy News : 8 જિલ્લાઓમાં કુલ 74 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું

ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે આજે સાંજે બેઠક યોજી હતી અને સંભવિત અસરગ્રસ્ત જિલ્લાઓની તૈયારીઓ વિષે તાગ મેળવી જરૂરી સૂચનો આપ્યા હતા.

Gujarat Cyclone Biporjoy News : 8 જિલ્લાઓમાં કુલ 74 હજારથી વધુ નાગરિકોનું સ્થળાંતર કરાયું
Gujarat Cyclone Biporjoy News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 14, 2023 | 10:06 PM

બિપરજોય વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. બિપરજોય વાવાઝોડું આવતીકાલ તા.15મી જૂનના રોજ સાંજે કચ્છના જખૌ ખાતે ટકરાશે અને સંભવિત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

8 જિલ્લામાંથી 74345 નાગરિકોનું સ્થળાંતર કરાયું

રાજ્યમાં અત્યાર સુધીમાં સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જૂનાગઢમાં 4604, કચ્છમાં 34300, જામનગરમાં 10000, પોરબંદરમાં 3469, દેવભૂમિ દ્વારકામાં 5035, ગીર સોમનાથમાં 1605, મોરબીમાં 9243 અને રાજકોટમાં 6089 એમ કુલ 8 જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 74345 જેટલા નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ઉપરાંત ફૂડ પેકેટ, વીજ થાંભલાઓ અને પાણી પુરવઠાની પૂરતી તૈયારી પણ કરવામાં આવી છે.

15મી જૂને ટકરાશે વાવાઝોડુ બિપરજોય

કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક મનોરમા મોહંતીના જણાવ્યાનુસાર બિપરજોય વાવાઝોડું આવતીકાલ તા.15મી જૂનના રોજ સાંજે કચ્છના જખૌ ખાતે ટકરાશે અને સંભવિત જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે.

જામફળ ખાવાથી થાય છે અગણિત ફાયદા
આજનું રાશિફળ તારીખ : 23-10-2024
શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?

દરિયાકાંઠાના જિલ્લાઓના ગામો-નગરોના લોકોને સંભવિત વાવાઝોડાની અસરો સામે સલામતિ-સાવચેતીના પગલાં અને રાજ્ય સરકારે ગોઠવેલી સ્થળાંતર સહિતની વ્યવસ્થાઓમાં સહયોગ આપવા અંગે મુખ્યમંત્રીનો ઓડિયો મેસેજ તથા વોટ્સઅપ વિડીયો મેસેજ પણ માહિતી ખાતા દ્વારા મોકલવામાં આવી રહ્યા છે તેની પણ વિગતો આ સમીક્ષા બેઠકમાં આપવામાં આવી હતી.

આ સમીક્ષા બેઠકમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન, મહેસૂલ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.

બિપરજોય વાવાઝોડાના તાજા સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video
વાત્સલ્ય સ્કૂલના વિદ્યાર્થીઓ ભરેલી વાન પલટાઈ, જુઓ Video
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં
નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચનને PI દ્વારા માર મરાયો હોવાની કોર્ટમાં
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
ચિલોડાના સાદરા ગામે વિધર્મીએ હિન્દુ દેવતા પર કરી વિવાદાસ્પદ ટિપ્પણી
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
દિવાળી પહેલા આરોગ્ય વિભાગની તવાઇ, 50 સ્થળ પર હાથ ધર્યું ચેકિંગ
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
થરાદમાં ઝડપાયેલ શંકાસ્પદ ખાતરના નમૂના ફેલ, પોલીસે તપાસ હાથ ધરી
Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
Gir Somnath Rain : સુત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ
વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
વડોદરામાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકર્યો
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
આ 4 રાશિના જાતકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાના સંકેત
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
જુનાગઢમાં મગફળીના તૈયાર પાથરા પર વરસાદી પાણી ફરી વળતા પારાવાર નુકસાન
g clip-path="url(#clip0_868_265)">