Kutch : સહકારી માળખુ બન્યુ મજબુત, સહકારક્ષેત્રના વિવિધ પ્રકલ્પોમાં કચ્છ જિલ્લો અગ્રેસર

|

May 29, 2022 | 7:44 AM

કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ(Sarhad Dairy) સાથે કુલ 389 મંડળીઓ સંકળાયેલી છે. આ મંડળીઓના કુલ સભ્યોની સંખ્યા 80,000કરતા વધારે છે.

Kutch : સહકારી માળખુ બન્યુ મજબુત, સહકારક્ષેત્રના વિવિધ પ્રકલ્પોમાં કચ્છ જિલ્લો અગ્રેસર
File Photo

Follow us on

રાજ્ય સરકાર (Gujarat Govt) અને કેન્દ્ર સરકારના પ્રયાસોના લીધે ગુજરાત સહકારીક્ષેત્ર (Coopreative Sector) પણ વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. સહકારક્ષેત્રના વિવિધ પ્રકલ્પોમાં કચ્છ જિલ્લો અગ્રેસર છે. તમને જણાવી દઈએ કે, સમગ્ર જિલ્લામાં રજિસ્ટર્ડ સહકારી મંડળીઓની સંખ્યા 1889 છે. જ્યારે કચ્છ જિલ્લાના (Kutch District)  મંડળીના કુલ સભ્યોની સંખ્યા 152156 છે. કચ્છ જિલ્લો સહકારક્ષેત્રમાં નવા આયામો હાંસલ કરે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે.

દૂધ એકત્રીકરણમાં કચ્છ જિલ્લાનો દબદબો !

કચ્છ જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ(સરહદ ડેરી) સાથે કુલ 389 મંડળીઓ સંકળાયેલી છે. ઉલ્લેખનીય છે કે, આ મંડળીઓના કુલ સભ્યોની સંખ્યા 80000કરતા વધારે છે. દૂધ એકત્રીકરણમાં કચ્છ જિલ્લો અગ્રેસર છે. મંડળીમાં કુલ દૂધ ભરતા સભ્યોની વાત કરવામાં આવે તો તે કુલ 35000 છે. કચ્છ જિલ્લામાં દૂધ એકત્રીકરણ પર નજર કરીએ તો જિલ્લાનું દૈનિક દૂધ એકત્રીકરણ 3.50 લાખ લીટર છે. જેની કિંમત 3 કરોડ જેટલી થાય છે.

લાખો પશુપાલકો અને ખેડૂતોને રોજગારી

આમ, સમગ્ર જિલ્લામાં વાર્ષિક 1095 કરોડ રૂપિયાનું દૂધ એકત્રીકરણ થઈ રહ્યું છે અને તેનો સીધો જ લાભ કચ્છમાં આવેલા છેવાડાના વિસ્તારોના પશુપાલકો, ખેડૂતોને મળી રહ્યો છે. રાજ્ય સરકારના હકારાત્મક અભિગમના લીધે દૂધ ડેરીમાં ભરાવીને લાખો પશુપાલકો, ખેડૂતો રોજગારી મેળવી રહ્યાં છે અને આર્થિક રીતે સક્ષમ બની રહ્યા છે.સહકારીક્ષેત્રે કચ્છ જિલ્લાને નવી ઓળખ મળે તે માટે રાજ્ય સરકાર કચ્છવાસીઓની પડખે ઊભી છે અને તેનું જ ઉત્તમ ઉદાહરણ અંજાર તાલુકામાં ચાંદરાણી ખાતે નિર્માણાધિન મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે.

Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે

દૂધની બનાવટો કચ્છ જિલ્લામાં જ ઉપલબ્ધ થાય અને કચ્છના પશુપાલકો, ખેડૂતો સ્વનિર્ભર બને તે હેતુથી ચાંદરાણી ખાતે 130 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટમાં રાજ્ય સરકારે 23 કરોડની સહાય આપી છે.સહકારીક્ષેત્રના એક અન્ય પ્રકલ્પ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે APMCને પણ રાજ્ય સરકાર દ્વારા સુવિધાસભર બનાવવામાં આવી રહી છે. કચ્છ જિલ્લામાં કુલ 8 માર્કેટયાર્ડ આવેલા છે. બજાર સમિતિ નખત્રાણાને કિસાન કલ્પવૃક્ષ યોજના અંતર્ગત 366.20 લાખની સહાય આપવામાં આવી છે, જ્યારે અંજાર બજાર સમિતિને 385 લાખની સહાય આપવામાં આવી છે. આમ ખેડૂતોને સહકારીક્ષેત્રથી આત્મનિર્ભર બનાવવાની દિશામાં રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે.

ધિરાણથી ખેડુતો આત્મનિર્ભર બન્યા

કોરોનાની કપરી પરિસ્થિતિમાં ધંધા રોજગાર મળી રહે તે માટે ગુજરાત સરકાર આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અમલી બનાવવામાં આવી છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-1 અંતર્ગત 1 લાખ સુધીના ધિરાણ જોગવાઈ કરવામાં આવી છે. જે અન્વયે વિવિધ નાગરિક બેંકોએ કચ્છ જિલ્લાના 2653 લાભાર્થીઓને 248.31 લાખનું ધિરાણ આપ્યું છે. આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના-2 અંતર્ગત 2.5 લાખ સુધીનું ધિરાણ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી. જે અન્વયે વિવિધ નાગરિક બેંકોએ કચ્છ જિલ્લાના 3091 લાભાર્થીઓને 751 લાખનું ધિરાણ આપવામાં આવ્યુ છે. આમ, બંને યોજના અંતર્ગત 5750 સભ્યોને 999.52 લાખનું ધિરાણ આપવામાં આવ્યું છે.જેમાં ખેડૂતોને ઉપજની સાચવણી તેમજ બહુહેતુક ઉપયોગ માટે ગોડાઉન બનાવવામાં માટે પણ રાજ્ય સરકાર દ્વારા આર્થિક મદદ કરવામાં આવતા ખેડૂતો પગભર બન્યા છે.

Next Article