કચ્છમાં ઝડપાયુ કોકેઈન, 52 કિલો કોકેઈનનો જથ્થો મળ્યો, DRI વિભાગે કરી કાર્યવાહી
ડીઆરઆઈની (DRI) કાર્યવાહીમાં આ જથ્થો મળી આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે DRIએ વધુ તપાસ હાથ ધરી છે. જો કે, વધુ વિગતો માટે FSLના રિપોર્ટની રાહ જોવાય રહી છે.
ગુજરાતમાં (Gujarat) ડ્રગ્સ મળી આવવાની ઘટના વારંવાર પ્રકાશમાં આવી રહી છે. શું ગુજરાતનો દરિયા કિનારો ડ્રગ્સ અને નશીલા પદાર્થની હેરાફેરી માટે સલામત ઝોન બની ગયો છે ? આ બધાં સવાલોની વચ્ચે કચ્છના (Kutch News) મુન્દ્રા પોર્ટ પરથી કોકેઈનનો જથ્થો ઝડપાયો છે. એક કન્ટેનરની તપાસમાં મળ્યું 52 કિલો કોકેઇન મળી આવ્યું છે. કોકેઇનના સેમ્પલ પરીક્ષણ માટે FSLમાં મોકલવામાં આવ્યા છે. મળતી માહીતી મુજબ આ કન્ટેનર દુબઈથી આવ્યું હતું. ડીઆરઆઈની કાર્યવાહીમાં આ જથ્થો મળી આવ્યો છે. હાલ આ સમગ્ર મામલે DRIએ વધુ તપાસ હાથ ધરી છે. જો કે, વધુ વિગતો માટે FSLના રિપોર્ટની રાહ જોવાય રહી છે.
બે દીવસ અગાઉ ઝડપાયા હતા બે શખ્સો
સિંધોડીના બે યુવાનોએ દરિયામાંથી મળેલ ચરસના પેકેટમાંથી ચરસ વહેંચવાની ફિરાકમાં હતા અને SOGએ ઝડપી પાડ્યા હતા. અગાઉ પણ માછીમારી દરમ્યાન મળેલા ચરસના જથ્થાને વહેંચવાનો પ્રયાસ કરનારને પશ્ચિમ કચ્છ પોલિસે ઝડપી પાડ્યા હતા. કચ્છના દરિયામાંથી મળી આવતા ચરસના જથ્થામાંથી અબડાસાના સિંધોડી ગામના બે યુવાન ભાવેશ કુંવરજી કોળી જેની ઉમર 21 વર્ષ છે તથા મહેશ વેરશી કોળી, જે પણ 24 વર્ષની ઉંમર ધરાવે છે. તે આ ચરસના જથ્થાને વહેંચતા હોવાની સચોટ બાતમી પશ્ચિમ કચ્છ SOGને મળી હતી, જે આધારે પોલીસે વોચ ગોઠવી બન્ને શખ્સોને ઝડપી પાડ્યા હતા.