ગિરનારના અંબાજી મંદિર ગાદી વિવાદમાં ભળ્યો રાજકીય રંગ, મહેશગીરીના આક્ષેપો બાદ ગિરીશ કોટેચા આવ્યા મેદાનમાં કહ્યુ તારામાં ત્રેવડ હોય એ ચિઠ્ઠા ખોલ

|

Nov 29, 2024 | 8:37 PM

જુનાગઢમાં ગિરનાર સ્થિત અંબાજી મંદિરના ગાદી વિવાદમાં હવે રાજકીય રંગ ભળ્યો છે. આ મુદ્દે મહેશગીરી બાપુ અને પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા આમનેસામને આવી ગયા છે અને એકબીજા પર દોષારોપણ કરતા જોવા મળ્યા છે. મહેશગીરીએ ગિરીશ કોટેચા પર ભવનાથ હડપવા માગતા હોવાનો દાવો કર્યો તો ગીરીશ કોટેચાએ પણ મહેશગીરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે.

જુનાગઢમાં ગિરનાર સ્થિત અંબાજી મંદિરનો ગાદી વિવાદ હવે સાધુઓ પૂરતો સિમિત ન રહેતા તેમા હવે રાજકીય રંગ ભળ્યો છે. આ મામલે હવે આક્ષેપ પ્રતિ આક્ષેપ શરૂ થયા છે. મહેશ ગીરીએ પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પર આક્ષેપ કરતા બંને આમને સામને આવી ગયા છે. અંબાજી મંદિરના મહંત તનસુખ ગીરી બ્રહ્મલીન થયા મંદિરની ગાદીનો વિવાદને લઈ જંગ જામ્યો છે. જેમા હવે ગિરીશ કોટેચાએ ઝંપલાવતા વિવાદ વકર્યો છે. ગિરીશ કોટેચાએ સાધુઓને શાંત થવાની અપીલ કરતા જ મહેશગીરી ભડકી ઉઠ્યા અને તેમણે ગીરીશ કોટેચાને જ આડે હાથ લઈ લીધા. તેમજ કોટેચા પર ભવનાથ મંદિર હડપવાનો આરોપ લગાવ્યો. મહેશગીરીએ કોટેચાને સાધુઓના વિવાદમાં ન પડવા જણાવ્યુ. આ સાથે તેમણે કોટેચાને તેની ફાઈલો ખોલી નાખવાની પણ ધમકી આપી.

મહેશગીરી જેવી કલંકિત વ્યક્તિ આવી ત્યારથી જુનાગઢ બદનામ થયુ- ગિરીશ કોટેચા

આ તરફ ગિરીશ કોટેચા પણ હવે મેદાને આવી ગયા છે. મહેશગીરીના આક્ષેપોને ફગાવતા તેમણે મહેશગીરીને ખુલ્લો પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યુ મહેશગીરીને જે ખુલ્લુ પાડવુ હોય તે પાડી શકે છે. તેનામાં ત્રેવડ હોય એ ચિઠ્ઠા ખોલી નાખજે. ગાદી વિવાદનો સુખદ અંત આવે તેવો અમારો પ્રયાસ છે. મહેશગીરી જુનાગઢને બદનામ કરે છે. ગુનાહિત માનસિક્તા ધરાવે છે. ભવનાથ અને તળેટીનો એકપણ સંત મારી વિરુદ્ધ એકપણ શબ્દ ખરાબ બોલે તો હું રાજકારણ છોડી દેવા તૈયાર છુ. ભવનાથ મંદિરમાં અમને પ્રસંગ કમિટીમાં લેવામાં આવ્યા હતા. તેમણે મહેશગીરી પર આરોપ લગાવ્યો કે આ કલંકિત વ્યક્તિ આવી ત્યારથી જુનાગઢ બદનામ થયુ છે. તેમણે મહેશગીરી પર અંબાજી મંદિરની ગાદી હડપવાનો પણ આરોપ લગાવ્યો. તેમણે કહ્યુ તનસુખગીરી બાપુ સંપૂર્ણ અનકોન્શિયસ હાલતમાં હતા અને રાત્રિના દોઢ વાગ્યે મહેશગીરી સહી સિક્કા કરવા દોડ્યા હતા. તો કોટેચાએ એમ પણ જણાવ્યુ કે મે આવુ કહ્યુ તેનાથી જ મહેશગીરીને ઝાટકો લાગ્યો છે.

‘કોટેચાને ટ્રસ્ટી બનવુ છે’- મહેશગીરી

અગાઉ મહેશગીરીએ પ્રેસ કોન્ફરન્સ કરી  ગિરીશ કોટેચા પર આક્ષેપ કર્યો હતો કે તમે એક બાથરૂમ બનાવી શકતા નથી અને જુનાગઢનો ઠેકો લીધો હોય તેમ કોઈપણ વાતમાં બફાટ કરવા લાગો છો. ભવનાથ મંદિર ધાર્મિક ટ્રસ્ટ હોવા છતાં તેને સાર્વજનીક ટ્રસ્ટ બનાવી તેમાં ટ્રસ્ટી બની મંદિર હડપ કરવાનો પ્રયાસ કર્યો. મહેશગિરીએ જણાવ્યું કે, ‘ગિરીશ કોટેચા શા માટે આવું બોલ્યો તેની નસ પકડાઈ ગઈ છે. ભવનાથ મંદિર ગુરુ શિષ્ય પરંપરાનું છે. એ હડપવા માટે જ ધાર્મિક ટ્રસ્ટ બનાવી તેમા કોટેચાએ ખુદ ટ્રસ્ટી બનવા માટે અપીલ કરી છે. તેમણે ચીમકી પણ ઉચ્ચારી કે હું જુનાગઢના રાજકારણમાં ઘુસ્યો નથી તમે પણ ભવનાથથી દૂર રહેજો નહીં તો બધાની ફાઈલો ખોલી નાખીશ.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

મહેશગીરીની ત્રેવડ હોય એ ચિઠ્ઠા ખોલે- ગિરીશ કોટેચા

આ તરફ કોટેચાએ પણ મહેશગીરીને ખુલ્લો પડકાર ફેંક્યો કે તેનામાં ત્રેવડ હોય એ ચિઠ્ઠા ખોલે. મહેશગીરી જગ્યા હડપવાનો શોખીન ગુનાહિત માનસિક્તા ધરાવતો વ્યક્તિ છે. રાણપુરની જગ્યા કબજે કરવાનો પણ આરોપ તેમણે મહેશગીરી પર લગાવ્યો.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 8:26 pm, Fri, 29 November 24

Next Article