AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે કોર્ટમાં કર્યુ સરેન્ડર

મોરબી ઝૂલતા પુલ દુર્ઘટના મામલે ઓરેવા ગ્રુપના માલિક જયસુખભાઈ પટેલ કોર્ટમાં સરેન્ડર કર્યુ છે. મોરબીનો ઝુલતો બ્રિજ જયસુખ પટેલની કંપનીએ બનાવ્યો હતો. મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં આરોપી તરીકે જયસુખ પટેલનું નામ હતુ.

Breaking News : મોરબી બ્રિજ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રુપના માલિક જયસુખ પટેલે કોર્ટમાં કર્યુ સરેન્ડર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 31, 2023 | 3:48 PM
Share

પોલીસની ધરપકડથી બચવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયસુખ પટેલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કરી દીધું છે. મોરબી ઝુલતા બ્રિજની દુર્ઘટનામાં 135 લોકોના મોત મામલે પોલીસની ચાર્જશીટમાં 10મા આરોપી તરીકે ઓરેવા કંપનીના માલિક જયસુખ પટેલે સરેન્ડર કરી દીધું છે. પોલીસની ધરપકડથી બચવા માટે છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂગર્ભમાં ઉતરી ગયેલા જયસુખ પટેલે ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટ સમક્ષ હાજર થઈને સરેન્ડર કરી દીધું છે.

કોર્ટના આદેશ બાદ થઇ શકે છે ધરપકડ

જયસુખ પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી કરી હતી. જે અંગે આવતીકાલે સુનાવણી થશે. આગોતરા જામીન અરજીમાં મુદત પડી હતી અને તા. 1 ફેબ્રુઆરીના રોજ સુનાવણી થાય તે પૂર્વે જ જયસુખ પટેલે કોર્ટમાં સરેન્ડર કરી દેતા હવે તેમની ધરપકડ કરવામાં આવી શકે છે. કોર્ટના આદેશ બાદ તેમની ધરપકડ થઇ શકે છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી શકે છે.

ચાર્જશીટમાં 10મા આરોપી તરીકે જયસુખભાઇ પટેલનું નામ સામેલ છે. જયસુખ પટેલ વિરુદ્ધ કલમ 308, 304, 336, 338 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ જેલમાં રહેલા આરોપીઓ ફરી એક વખત પોતાની જામીન અરજી રજૂ કરશે.

મોરબીમાં 30 ઓક્ટોબરના રોજ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. ઝુલતો પુલ ધરાશાયી થતાં 135 લોકોના મૃત્યુ નીપજ્યાં હતા. ત્યારે ગત 25મી જાન્યુઆરીએ મોરબી બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જેમાં બ્રિજની સ્થિતિ મુદ્દે રાજ્ય સરકારે કોર્ટમાં જવાબ રજૂ કર્યો હતો. આ દરમિયાન કોર્ટમાં જયસુખ પટેલના વકીલ દ્વારા વળતર આપવા પણ તૈયારી દર્શાવાઈ હતી. ગુજરાત હાઈકોર્ટે કહ્યું હતું કે, જે મેજર બ્રિજનું કામ જરૂરી છે તે સરકાર યુદ્ધના ધોરણે કરાવે.. ઝૂલતા બ્રિજના સમારકામ અને સંભાળવાની સમગ્ર જવાબદારી ઓરેવા કંપની પર હતી. ઓરેવા કંપનીની બેદરકારીથી બ્રિજ તૂટ્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો.

ચાર્જશીટમાં થયો મોટો ખુલાસો

આ કેસની ચાર્જશીટમાં મોટો ખુલાસો થયો છે કે સસ્પેન્શન બ્રિજના સમારકામના નિયમોનો ભંગ કરીને આઠથી 12 મહિનાના બદલે 6 માસમાં પુલ પુનઃ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જયસુખ પટેલે ટેક્નિકલ ઇન્સ્ટિટ્યૂટમાંથી બ્રિજની મજબૂતાઈનું સ્ટેબિલિટી સર્ટિફિકેટ ન લીધું હોવાનો પણ આરોપ છે. તેમજ પુલના 49માંથી 22 કેબલ પર કાટ લાગી ગયો હતો. ચાર્જશીટમાં એવો પણ ઉલ્લેખ છે કે જયસુખ પટેલ ભાગેડુ છે. 2008માં નવ વર્ષ માટે 300 રૂપિયાના કાનૂની દસ્તાવેજ પર કરાર થયો હતો.

g clip-path="url(#clip0_868_265)">