જામનગર (Jamnagar) ઓપન ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટનું (Table tennis tournament) આયોજન કરવામાં આવ્યુ હતુ. જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન (Jamnagar District Table Tennis Association) દ્વારા ખૈલાડીઓને પ્રોત્સાહન આપવા માટે આ વર્ષની ચોથી અને છેલ્લી ડિસ્ટ્રીક્ટ રેંકીગ ટેબલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ટુર્નામેન્ટ તારીખ 25 સપ્ટેમ્બર 2022 રવિવારના રોજ સવારે 9 વાગ્યે સુમેર ક્લબ ખાતે ક્લબ તથા જામનગર ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ એસોસિયેશન દ્વારા આયોજિત કરવામાં આવી હતી.
આ ટુર્નામેન્ટમાં કુલ 90થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો. સવારે સાડા આઠ વાગ્યાથી શરુ થયેલી ટુર્નામેન્ટ સાંજે 7 વાગ્યા સુધી ચાલી હતી. ખેલાડીઓએ આ ટુર્નામેન્ટના અલગ અલગ રાઉન્ડમાં ભાગ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટમાં સમગ્ર ડીસ્ટ્રીક્ટના ખેલાડીઓ જોડાયા હતા, જેમાં સીદસર અને લાલપુરના ખેલાડીઓએ રંગ રાખ્યો હતો અને અનેક ટાઇટલ હસ્તગત કર્યા હતાં. ખેલાડીઓને સ્પર્ધામાં ભાગ લેવા માટે સીદસર શાળાએ સંપુર્ણ સહયોગ, બસ તથા કોચની વ્યવસ્થા કરી હતી.
ટેબલ ટેનિસની સ્પર્ધામાં ઉત્કૃષ્ઠ દેખાવ કરનાર વિજેતા ખેલાડીઓ જેમાં અન્ડર 12 વિજેતા ચેલ્સી વાચ્છાણી, રનર્સ અપ વિસા વાચ્છાણી, અન્ડર 13 બોય્ઝ વિજેતા હંસલીયા જય, રનર્સ અપ વાચ્છાણી નિરવ, અન્ડર 15 બોય્ઝ વિજેતા જીત માધવાણી, રનર્સ અપ યોગેશ પરમાર, અન્ડર 15 ગર્લ્સ વિજેતા ચેતના લુવા, રનર્સ અપ રુહિ વિઠલાણી, અન્ડર 19 બોય્ઝ વિજેતા હર્ષ પનારા, રનર્સ અપ કાલરીયા ક્રિષ, અન્ડર 19 ગર્લસ વિજેતા મેન્દપરા સ્નેહા, રનર્સ અપ જાડેજા ટીશાબા, વુમન્સ વિજેતા સંગીતા જેઠવા, રનર્સ અપ જાડેજા ટીશાબા, મેન્સ વિજેતા નિલેષ વિઠલાણી, રનર્સ અપ ડો. વિરલ મહેતા થયા.
જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે સમગ્ર ટીમનો એક જ સંકલ્પ છે કે જામનગરમાં ટેબલ ટેનીસ રમત ખુબ જ લોકપ્રિય બને અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કોચ તથા તાલીમ સહિતની દરેક સગવડો ખેલાડીઓને મળી રહી. આ ટુર્નામેન્ટમાં ખેલાડીઓ પાસે નજીવી 100 રુપિયા જેવી જ ફી લઇને ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં ખેલાડીઓને દરેક સુવિધાઓ આપવામાં આવી હતી. જામનગર ડીસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યુ હતુ કે, આ પ્રકારનું વલણ જો દરેક શાળા અપનાવશે, તો આપણા જામનગરના બાળકોને સ્પોર્ટસ ખાતે આગવુ સ્થાન મેળવવાનું ખુબજ સરળ બની શકશે.
Published On - 2:48 pm, Mon, 26 September 22