ગુજરાતમાં હવે બરાબરનું જામ્યું ચોમાસું, આ ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, સૌરાષ્ટ્ર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી- Video

રાજ્યમાં હવે ચોમાસુ બરાબરનું જામ્યુ છે.હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે રાજ્યના આ ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે.

Follow Us:
| Updated on: Jun 24, 2024 | 3:47 PM

ગુજરાતમાં હવે ચોમાસુ બરાબરનું જામ્યુ છે. સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છેલ્લા એક સપ્તાહથી મેઘમહેર થઈ રહી છે. હવામાન વિભાગે ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યુ છે. જેમા જામનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડમાં રેડ એલર્ટ જાહેર કર્યુ છે. અન્ય જિલ્લાઓમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે.

 જામનગર, દેવભૂમિ દ્વારકા અને વલસાડમાં વરસાદનું રેડએલર્ટ

આ તરફ જામનગરની વાત કરીએ તો જામનગરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત છે. કાલાવડ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગ્રામ્યની વાત કરીએ તો મૂળીલા, લંબુકિયા, ભાડુકિયા, નવાગામ, ઉમરાળા, ધુનધોરાજી, મોટી વાવડી, હકુમતી, સરવાણીયા, માછરડામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે મૂળીલા, લંબુકિયા અને ભાડુકિયાની સ્થાનિક નદીઓમાં પૂર આવ્યુ છે. વરસાદી માહોલ જામતા વાતાવરણ ઠંડુગાર થઈ ગયુ છે અને લોકોને ઉકળાટ અને ગરમીમાંથી રાહત મળી છે. આ તરફ અનેક વિસ્તારોમાં વીજ પૂરવઠો ખોરવાતા લોકોને હાલાકીનો પણ સામનો કરવો પડ્યો છે.

લાલપુરમાં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ

જામનગરના લાલપુરમાં 2 કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો છે. સવારે 8થી 10 વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ પડતા ફલકુ નદીમાં નવા નીરની આવક થઇ છે.

રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા
આજનું રાશિફળ તારીખ : 22-10-2024

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર પંથકમાં પવનના સુસવાટા સાથે વરસાદ પડ્યો છે. છેલ્લા બે કલાકમાં દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. કલ્યાણપુર, રાવલ, હરિપર સહિતના ગામોમાં ધોધમાર વરસાદથી અનેક મુખ્ય માર્ગો પર પાણી ભરાયા છે. ગ્રામ્ય પંથકમાં વરસાદથી ખેતરો પાણી પાણી થયા છે.

એક દિવસના વિરામ બાદ વલસાડમાં ફરી વરસાદ

દક્ષિણની વાત કરીએ તો વલસાડમાં એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થઈ ગયો છે. સરોણ, ગુંદલાવ, ભાગડાવાડા, પારડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. વાવણીલાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો  

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">