Jamnagar : 1962થી રાજયમાં એક માત્ર સૈનિક સ્કૂલ બાલાચડીમાં કાર્યરત છે. જયા વિધાર્થીઓને ધોરણ 6 તેમજ ધોરણ 9માં પ્રવેશ આપવામાં આવે છે. જે માટેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી હોય છે. અત્યાર સુધી આ સૈનિક સ્કૂલમાં માત્ર બાળકોને પ્રવેશ મળતો, પરંત હવે બાળકીઓને પ્રવેશ આપવાનુ શરૂ કરવામાં આવતા વિધાર્થીનીઓ પણ સૈનિક સ્કૂલમાં અભ્યાસ અને તાલીમ લઈ શકશે. સૈનિક સ્કૂલમાં બાળકોને અભ્યાસની સાથે શારિરીક કરસતો, તેમજ સુરક્ષા એજન્સીમા જવા માટેની વિવિધ તૈયારીઓ તાલીમ આપવામાં આવે છે. સૈનિક સ્કૂલના વિધાર્થીઓ દેશની વિવિધ એજન્સીમાં જોડાઈને દેશની સેવા કરે છે.
દેશની તમામ સુરક્ષા એજન્સીઓમાં મહિલાઓ પણ જોડાય છે. પરંતુ સૈનિક સ્કૂલમાં હાલ સુધી પ્રવેશ મળતો ના હતો. ગુજરાતની બાલાચડી સૈનિક સ્કૂલમાં હવેથી વિધાર્થી નીઓની પ્રવેશના દ્રાર ખુલતા નવા સત્રથી વિધાર્થીનીઓને પ્રવેશ આપવામાં આવશે.. બાલાચડી સૈનિક સ્કૂલમાં ટૂંક સમયમાં વિદ્યાર્થીનીઓ(ગર્લ્સ)ની પ્રથમ બેચ જોડાશે. સંરક્ષણ મંત્રાલયે 2021-22ના સત્રથી વિદ્યાર્થિનીઓ માટે પણ સૈનિક શાળાઓના દ્વાર ખોલવાનો નિર્ણય લીધા પછી વિદ્યાર્થિનીઓની આ બેચ જોડાઇ રહી છે. વિદ્યાર્થિનીઓને પ્રારંભિક તબક્કે આગામી શૈક્ષણિક સત્રમાં ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.
સૈનિક સ્કૂલઓમાં પ્રવેશ માટે રાષ્ટ્રીય પરીક્ષણ એજન્સી (NTA) દ્વારા 07 ફેબ્રુઆરી 2021ના રોજ પ્રથમ વખત અખિલ ભારતીય સૈનિક શાળા પ્રવેશ પરીક્ષા 2021નું આયોજન કરવામાં આવ્યું હતું. લેખિત પરીક્ષાના પરિણામો NTA દ્વારા જાહેર કરવામાં આવ્યા હતા અને https://aissee.nta.nic.in વેબસાઇટ પર મુકવામાં આવ્યા હતા.
શાળાના આચાર્ય ગ્રૂપ કેપ્ટન રવિન્દરસિંહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીનીઓની પ્રથમ બેચને આવકારવા માટે શાળા દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. ખાસ વિદ્યાર્થીનીઓ માટે શાળામાં એક અલગ છાત્રાલય રાખવામાં આવી છે અને તેમના માટે અન્ય જરૂરી સવગડો પણ ઉભી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીનીઓને અહીંયા શિક્ષણની સાથે સાથે, છોકરાઓની જેમ તાલીમ પણ આપવામાં આવશે અને તેમને સશસ્ત્ર દળોમાં સંરક્ષણ અધિકારી તરીકે જોડાવા માટે તૈયાર કરવામાં આવશે
Published On - 10:52 pm, Mon, 15 March 21