જામનગરઃ રૂ.500 કરોડથી વધુનો રીવરફ્રન્ટ પ્રોજેકટ સાત વર્ષથી માત્ર કાગળ પર
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને નવી ઓળખ આપવા માટેમાં વિશેષ યોજના તૈયાર કરવામાં આવી હતી. પરંતુ વર્ષોથી આ પ્રોજેક્ટ માટેની ગ્રાન્ટ ન મળતા આ યોજના માત્ર કાગળ પર જ રહી.
જામનગર મહાનગરપાલિકા (Jamnagar Municipal Corporation) દ્વારા શહેરને નવી ઓળખ આપવા માટે રંગમતિ અને નાગમતિ નદી પાસે રીવરફ્રન્ટ યોજના (Riverfront Project) તૈયાર કરવામાં આવી હતી. 2014માં શહેરમાં નદીના કાંઠે રીવરફ્રન્ટ તૈયાર કરવાનુ આયોજન કરવામાં આવ્યુ. જે માટે અંદાજે 500 કરોડથી વધુનો રીવરફ્રન્ટ પ્રોજકેટનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જે માટે કન્સટ્રક્શન એજન્સીઓએ રીપોર્ટ પણ તૈયાર કર્યો હતો પરંતુ રાજ્યસરકારમાંથી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટે ગ્રાન્ટ ન મળતા પ્રોજેકટને શરૂ કરી શકાયો નથી.
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને નવુ નજરાણુ આપવા માટે તેમજ એક પ્રવાસન સ્થળ તરીકે શહેરને વિકાસવવા માટેનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, પરંતુ વર્ષોથી રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટેની ગ્રાન્ટ ન મળતા યોજના વર્ષોથી માત્ર કાગળ પર રહી. રીવરફ્રન્ટ પ્રોજેકટ કાગળ પર સાત વર્ષથી ધુળ ખાય છે.
રીવરફ્રન્ટ પ્રોજેક્ટ માટેનો ફ્યુટર પ્લાન
ડી.આઈ.એલ.ર. ની માપણી શીફટ મુજબ નદીની મૂળ પહોળાઈ 75 થી 100 મીટર હતી તેમાં નદીના બન્ને કાંઠે થયેલ દબાણો દૂર કરવાના થાય છે, રીવરને વ્યવસ્થિત ક્રોસ સેકશનમાં ચેનસાઈઝ કરી બન્ને બાજુ રીટેઈનીંગ વોલ તથા ગેબીયન વોલ બનાવવાનું આયોજન છે. રંગમતી રીવ૨માં કન્ટીન્યુસ પાણીનો ફ્લો રહે તેના માટે ૩૦ પ0 એમ.એલ.ડી.નો એસ.ટી.પી. પ્લાન બનાવવાનું આયોજન કરવામાં આવશે.
રંગમતી રીવ૨માં કન્ટીન્યુસ પાણીનો ફ્લો રહે તેના માટે 3050 એમ.એલ.ડી.નો એસ.ટી.પી. પ્લાન બનાવવાનું આયોજન કરવામાં આવશે. રીવરફ્રન્ટની બન્ને બાજુ રોડ ડેવલપ કરવામાં આવશે. રીવરની બન્ને બાજુ કોમ્યુનીટી કંકશન થઈ શકે તેવા પ્રકારના સ્પોટ નકકી કરવામાં આવશે, તેમજ પાર્ટી પ્લોટ, સ્પોર્ટ એક્ટીવીટી થાય તેવા સ્પોટ ડેવલપ કરવામાં આવશે. રીવરના અમુક સ્પોટ ઉપ૨ ગાર્ડનીંગ, લેન્ડ સ્કેપીંગ તથા ગેધરીંગ સ્પેસ, હરીટેજ ડેવલપમેન્ટ તથા ઝરુખા બનાવવામાં આવશે.
કામના કન્સલ્ટન્ટ તરીકે નાયક અન્વાયરમેન્ટ ઈન્સ્ટીટ્યુટ લી. પુનાની વર્ષ ૨૦૧૪માં નિમણુંક કરવામાં આવેલ છે. કન્સલ્ટન્ટ દ્વારા ફીઝીબીલીટી રીપોર્ટ તથા કન્સેપ્ચ્યુઅલ પ્લાનીંગ રજૂ કરેલ છે. પ્રોજકટની ગ્રાન્ટ પ્રાપ્ત થાય તે મુજબ ફેઈઝવાઈઝ કામગીરી કરવાની થશે. ભારે વરસાદ વખતે નદીમા પાણી હાઈ ફલો લેવલે 6 થી 7 મીટર વધી જતુ હોય છે, જેને ધ્યાન રાખી ગેબીયન વોલ તથા રીટેઈનીંગ વોલ કરવાની થાય છે. આમ, જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને નવુ નજરાણુ આપવા તેમજ એક પ્રવાસન સ્થળ તરીકે શહેરને વિકાસવવા માટેનુ આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો:
ગુજરાતમાં કોરોનાના કેસમાં ફરી ઉછાળો, નવા 20 કેસ નોંધાયા
આ પણ વાંચો: