આજનું હવામાન : રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો, જુઓ Video

આજનું હવામાન : રાજ્યના અનેક વિસ્તારોમાં જોવા મળશે ઠંડીનો ચમકારો, જુઓ Video

| Updated on: Nov 14, 2024 | 8:47 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ગુલાબી ઠંડીનો અનુભવ થશે. બીજી તરફ કેટલાક જિલ્લાઓમાં બેવડી ઋતુનો પણ અનુભવ થાય તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના અનેક વિસ્તારોમાં ગુલાબી ઠંડીનો અનુભવ થશે. અમદાવાદ, આણંદ, ભરૂચ, બોટાદ, ગીર સોમનાથ,જામનગર, ખેડા, મોરબી, નર્મદા, પોરબંદર, સુરત, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. બીજી તરફ અમરેલી, દેવભૂમિ દ્વારકા, જુનાગઢ, રાજકોટ, વલસાડ સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત બનાસકાંઠા, દાહોદ, કચ્છ સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, ભરૂચ, બોટાદ, જુનાગઢ, રાજકોટ, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 20 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, નવસારી સહિતના જિલ્લાઓમાં 21 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ગાંધીનગર, મોરબી, ખેડા, પાટણ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 19 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.

g clip-path="url(#clip0_868_265)">