ગૃહમંત્રીએ કેમ ગુજરાત ઉચ્ચ પોલીસ અધિકારીઓને ટકોર કરી અને કાર્યવાહી કરવા સુધીની પણ વાત કરી
સુરત પોલીસ દ્વારા આજે ગુજરાતમાં પ્રથમ વખત કારકિર્દી પ્રેરણા કેન્દ્ર ઉભો કરવામાં આવી છે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. અને એ લોકાર્પણ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો
SURAT : ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી (HM Harsh sanghvi) દ્વારા આજે સુરતના પોલીસને (POLICE) એક કાર્યક્રમની અંદર ગુજરાતના ઉચ્ચ અધિકારીઓને વાતવાતમાં એક ટકોર કરી હતી કે ગુજરાતના નાગરિકોની સમસ્યાને ઓનલાઈન કરવામાં આવે અથવા તો તેમની ફરિયાદોની અવગણના કરવામાં આવશે અને તેની ફરિયાદ ગૃહવિભાગને મળશે તો તાત્કાલિક વિભાગ દ્વારા તેને ગંભીરતાથી લઇ તપાસ કરી અને કાર્યવાહી પણ કરવામાં આવશે. પછી ગુજરાતના કોઈપણ ઉચ્ચ અધિકારી હશે તો પણ તેને છોડવામાં નહીં આવે અને તેને નોટિસ સુધી નીચેની કામગીરી છે તે પણ કરવામાં આવશે તેવી વાતવાતમાં ગૃહમંત્રીએ ટકોર કરી હતી.
કાર્યક્રમની અંદર ગૃહમંત્રી દ્વારા સ્પીચની અંદર જણાવ્યું હતું કે ગુજરાતની અંદર અને ખાસ કરીને અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં ખાસ કરીને નાગરિકોને નાની-નાની વાતોને લઈને કોઈ સમસ્યા ઊભી થશે. અથવા તો તેમને ધક્કા ખવડાવવામાં આવશે અને તે વાત ગુજરાત રાજ્યના ગૃહવિભાગને જ થશે. અને તેની તપાસ પણ કરવામાં આવશે. ત્યારે અધિકારીઓ તો ઠીક છે પણ આ બાબતે ગંભીરતાથી લઇ અને જે તે વિભાગના ઉચ્ચ અધિકારીઓને પણ આ બાબતે કાર્યવાહી અને નોટિસ સુધીની કામગીરી પણ કરાશે તેવી ટકોર કરી હતી.
સુરત પોલીસ દ્વારા આજે ગુજરાતમાં પ્રથમ વખત કારકિર્દી પ્રેરણા કેન્દ્ર ઉભો કરવામાં આવી છે તેનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું. અને એ લોકાર્પણ ગુજરાત રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ખુલ્લો મુકવામાં આવ્યો અને અલગ અલગ પોલીસ કર્મચારીઓ અને પોલીસ કર્મચારીઓનો પરિવાર પોતાની કારકિર્દી બનાવવા માટે છે અને વાંચી શકશે અને અલગ અલગ વિભાગ દ્વારા આ કેન્દ્રની અંદર બાળકો અને જે પોલીસ કર્યો છે જે આગળ વધવા માંગતા હોય તેમને અહીંથી સારી સુવિધા મળી રહે તે માટેની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. મહત્વની વસ્તુ એ છે કે સુરત પોલીસ દ્વારા આ કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે સાથે સુરત શહેરના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :Surat : કોર્પોરેશનના શિક્ષકોએ ગ્રેડ પેના ઝડપી અમલ માટે જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપ્યું
આ પણ વાંચો :સુરતની SBI બેકમાં ધોળા દિવસે લોકોની વચ્ચે એક ઈસમે કરી રોકડની ચોરી