Dahod : સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા, જુઓ Video

Dahod : સંજેલીના નાયબ મામલતદાર 5 હજારની લાંચ લેતા ઝડપાયા, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 14, 2024 | 9:28 AM

રાજ્યમાં અવારનવાર સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા હોય છે. દાહોદના સંજેલીના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે. નાયબ મામલતદાર મેહુલ રાજપાલ લાંચ લેતા સકંજામાં છે.

રાજ્યમાં અવારનવાર સરકારી અધિકારીઓ લાંચ લેતા ઝડપાતા હોય છે. જો કે આ લાંચ લેતા અધિકારીઓને સિલસિલો યથાવત જ છે. દાહોદના સંજેલીના નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા છે. નાયબ મામલતદાર મેહુલ રાજપાલ લાંચ લેતા સકંજામાં છે.મામલતદારની સાથે સ્ટેમ્પ વેન્ડર મોહન બારીયા ઝડપાયો છે. ફરિયાદી પાસેથી દાખલા માટે 5 હજારની લાંચ માગી હતી.

અમદાવાદમાં તોડ કરનાર હેડ કોન્સ્ટેબલને કરાયા સસ્પેન્ડ

બીજી તરફ આ અગાઉ વડોદરાના દંપતીને અમદાવાદના અદાણી સર્કલ પર દંપતિની ચેકિંગના નામે કાર અટકાવી પોલીસ કોન્સ્ટેબલે રોકડ 12 હજાર રુપિયા,400 અમેરિકન ડોલર તેમજ વિદેશી દારુની બોટલ પડાવી લીધી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી અનુસાર આ ઘટના 5મી નવેમ્બરના રોજ બની હતી. દંપતી પાસે લિકર પરમીટ હોવા છતાં પોલીસ ટુકડીએ ગેરવર્તન કરી દારૂ પડાવી લીધો, ખિસ્સામાંથી 14 હજાર પડાવી લીધા બાદ 2 હજાર પરત આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. જો કે આ બનાવ અંગે રામોલ PIને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">