ડાયાબિટીસના લક્ષણો શું છે?

14 Nov 2024

Credit Image : Getty Images)

જ્યારે ઇન્સ્યુલિન હોર્મોન શરીરમાં યોગ્ય રીતે કામ કરતું નથી ત્યારે ડાયાબિટીસની સમસ્યા થાય છે. જેના કારણે લોહીમાં શુગર લેવલ વધી જાય છે.

ડાયાબિટીસ

બિનઆરોગ્યપ્રદ ખાનપાન, ખરાબ લાઈફસ્ટાઈલ, સ્થૂળતા, ધૂમ્રપાન, દારૂનું સેવન, વધતી ઉંમર અને આનુવંશિક પરિબળોને કારણે ડાયાબિટીસની સમસ્યા થઈ શકે છે.

શું છે કારણ

ડાયાબિટીસના કારણે શરીરમાં ઘણા લક્ષણો જોવા મળે છે. આવી સ્થિતિમાં તેમની અવગણના ન કરવી જોઈએ.

શું છે લક્ષણો

ડૉ. અજય કુમાર જણાવે છે કે શરીરમાં શુગર લેવલ વધવાથી વ્યક્તિને વધુ તરસ લાગે છે. આ એટલા માટે છે કારણ કે શરીર યુરિન દ્વારા વધારાની સુગર દૂર કરવાનો પ્રયાસ કરે છે.

વારંવાર તરસ લાગે

જ્યારે લોહીમાં શુગર લેવલ વધારે હોય ત્યારે કિડની તેને ફિલ્ટર કરી શકતી નથી. જેના કારણે વારંવાર યુરિનની સમસ્યા થઈ શકે છે.

વારંવાર યુરિન જવુ

શરીર ઊર્જા માટે સુગરનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકતું નથી. આવી સ્થિતિમાં શરીર નબળું પડી જાય છે અને વજન ઘટવા લાગે છે.

વજન ઘટે છે

લોહીમાં સુગર લેવલનો વધારો ચેતાઓને અસર કરે છે. આના કારણે ચેતાઓમાં દુખાવો, કળતર અને સુન્નતાની સમસ્યા થઈ શકે છે.

નસ પર અસર

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો

આ પણ વાંચો