Jamnagar: કોરોનાના દર્દીના સગાને પોતાના મહેમાન બનાવતા પાંચ સેવક યુવાન

|

Apr 15, 2021 | 5:04 PM

કોરોનાની મહામારી વચ્ચે માનવતા અનેક જગ્યાએ જોવા મળી. વાત જામનગરની જ્યાં અન્ય શહેર અને જીલ્લામાંથી આવતા દર્દીઓના સગા માટે ખાસ ભોજનની વ્યવસ્થા નિ:શુલ્ક કરવામાં આવી.

Jamnagar: કોરોનાના દર્દીના સગાને પોતાના મહેમાન બનાવતા પાંચ સેવક યુવાન

Follow us on

કોરોનાની મહામારી વચ્ચે માનવતા અનેક જગ્યાએ જોવા મળી. વાત જામનગરની જ્યાં અન્ય શહેર અને જીલ્લામાંથી આવતા દર્દીઓના સગા માટે ખાસ ભોજનની વ્યવસ્થા નિ:શુલ્ક કરવામાં આવી. સાથે કોરોનાનું સંક્રમણના ફેલાય તેની પણ પુરતી તકેદારી જોવા મળી. જામનગરમાં છેલ્લા 10 દિવસથી અન્ય શહેર અને અન્ય જીલ્લામાંથી કોરોનાના દર્દીઓ સારવાર માટે આવી રહ્યા છે.

 

 

નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ

દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ તેની સાથે આવેલા દર્દીઓના સ્નેહીજનો હોસ્પિટલની આસપાસ રહીને અનેક મુશકેલીનો સામનો કરવા મજબુર બન્યા છે. ત્યારે હોસ્પિટલની નજીક આવેલા રહેણાક મકાનમાં રહેતા યુવાનને તે ધ્યાને આવ્યુ કે દર્દીઓના સગા ભોજન માટે મુશકેલી અનુભવે છે. ત્યારે પોતાના પાંચ મિત્રો અને પરિવાર સાથે મળીને પોતાના મકાનમાં જ સેવા કેમ્પ શરૂ કર્યો.

 

 

છેલ્લા બે દિવસથી બહારથી આવતા દર્દીઓના સગાઓને પુરતુ ભોજન મળે તે હેતુથી નિ:શુલ્ક સેવા શરૂ કરી છે. કુલ 20 જેટલા લોકોની એક ટીમ બનાવીને ભોજન માટેની સેવા શરૂ કરી છે. જેમાં ગરમ ભોજન ખાસ પાર્સલમાં તૈયાર કરીને તેમાં પાણી –છાશ સહીતની વસ્તુઓ આપે છે. સાથે બેઠક વ્યવસ્થા પણ કરી છે. હાલના સમયમાં જામનગરમાં મોરબી, રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, પોરબંદર, દેવભુમિદ્વારકા  સહીતના જીલ્લામાંથી દર્દીઓ આવે છે. જેમને હોસ્પિટલ નજીક બે ટાઈમ પુરતુ ભોજન મળે તે માટેની સેવા એક ટીમ દ્વારા કરવામાં આવી છે.

 

આ પણ વાંચો: JAMNAGAR : અંબાણી પરિવારે કેમ મુંબઇ છોડયું ? એક મહિનાથી રિલાયન્સ ટાઉનશીપમાં વસવાટ

Next Article