AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમેરિકાના મિશિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું બનશે ભવ્ય મંદિર, મૂર્તિ વિશ્વ ઉમિયાધામ પધરાવશે

Mehsana: Vishwa Umiyadham: અમેરિકાના મિસિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર બનશે. વિશ્વ ઉમિયાધામના સહયોગથી USAના 3 રાજ્યમાં મા ઉમિયાનું મંદિરનું નિર્માણ થશે. મિશિગન, ડેટ્રોઈટ , ઈન્ડિયાનાના ઈન્ડિયાના પોલીસ અને કેન્સાસમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર બનશે.

અમેરિકાના મિશિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું બનશે ભવ્ય મંદિર, મૂર્તિ વિશ્વ ઉમિયાધામ પધરાવશે
TV9 Gujarati
| Edited By: | Updated on: May 23, 2023 | 11:36 PM
Share

હવે અમેરિકામાં પણ મા ઉમિયાનું મંદિર ભવ્ય મંદિર બનશે. અમેરિકાના મિશિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર બનશે. આ મંદિરમાં વિશ્વઉમિયાધામ મૂર્તિનું સ્થાપન કરશે. વિશ્વ ઉમિયાધામના સહયોગથી યુએસએના ત્રણ રાજ્યોમાં મા ઉમિયાનું ભવ્ય મંદિરનું નિર્માણ થશે. જેમાં મિશિગનના ડેટ્રોઈટ , ઈન્ડિયાનાના ઈન્ડિયાના પોલીસ અને કેન્સાસમાં મા ઉમિયાનું ભવ્ય મંદિર બનશે.

અમેરિકાના મિશિગન, ઈન્ડિયાના અને કેન્સાસમાં મા ઉમિયાનું મંદિર બનશે

જગતજનની મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઉજાગર કરવાની કટિબદ્ધતા સાથે વૈશ્વિક સંગઠનની જ્યોતને મા ઉમિયાના આસ્થા કેન્દ્રબિંદુથી પ્રજ્વલિત તેમજ પ્રસારિત કરવા અંતર્ગત વિશ્વઉમિધામના પ્રમુખ આર. પી. પટેલ સહિત 6 ટ્રસ્ટીઓની ટીમ અમેરિકાના પ્રવાસે છે. ગત સપ્તાહમાં વિશ્વઉમિયાધામ ટીમની ત્રણ રાજ્યોમાં મિટિંગ યોજાઈ હતી. જેમાં વિશ્વઉમિયાધામની અમેરિકા ટીમના વિવિધ ચેપ્ટરની ટીમે ઈન્ડિયાના સ્ટેટના ઈન્ડિયાના પોલીસ શહેરમાં તો મિશિનગન સ્ટેટના ડેટ્રોઈટ શહેરમાં અને કેન્સાસ સ્ટેટમાં જગત જનની મા ઉમિયાનું ભવ્ય મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ લેવાયો છે.

આ પણ વાંચો : Gujarati video : ઊંઝા ઉમિયા માતા મંદિર ટ્રસ્ટ દ્વારા ગુજરાતની બીજી સૌથી મોટી નગરયાત્રાની તૈયારીઓ કરી શરૂ

USના 3 રાજ્યમાં મા ઉમિયાનું મંદિરનું નિર્માણ થશે

મહત્વનું છે કે આવનાર દિવસોમાં વિશ્વઉમિયાધામના સહયોગથી અને અમેરિકામા વસતા પાટીદાર સમાજ એવમ્ ગુજરાતી સમાજના નેતૃત્વમાં ત્રણ શહેરમાં મા ઉમિયાનું મંદિર બનશે. આ ઉપરાંત વિશ્વઉમિયાધામ દ્વારા મિશિનગન, કેન્સાસ અને સિકાગો સ્ટેટમાં સ્નેહમિલનનું આયોજન કરાયું હતું જેમાં અમેરિકામાં વસતા 1000થી વધારે પરિવારો જોડાયા હતા. USA ઈન્ડિયાનાપોલીસ ચેપ્ટર સ્નેહમિલનમાં વાત કરતા પ્રમુખશ્રી આર.પી.પટેલે સંસ્થાના વીઝન અને મીશનથી સૌને માહિતગાર કર્યા હતા. સંસ્થાના વીઝન અને મીશનથી પ્રેરાઈને ઉપસ્થિત સર્વેજનો વિશ્વ ઉમિયાધામની વિચારધારા સાથે જોડાઈ મજબૂત સંગઠન બનાવવાની ભાવના પણ સૌમાં ઉજાગર થઈ.

મહેસાણા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">