હિંદુ આધાત્મિક અને સેવા સંસ્થાન ગુજરાત આયોજિત હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળોનું આયોજન કરવામાં આવેલું છે. હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળોનું આયોજન 23 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી 2025 દરમિયાન કરવામાં આવ્યું છે. આધ્યાત્મ અને સેવાનો ભવ્ય સંગમ એવો આ મેળો અમદાવાદમાં હેલ્મેટ ચાર રસ્તા પાસે આવેલા ગુજરાત યુનિવર્સિટીના મેદાનમાં રાખવામાં આવ્યો છે. આ કાર્યક્રમમાં પરમાત્માનંદ સરસ્વતીજી, મહંત દયાલપુરી બાપુ, વિધાંભોનિધિ બ્રહ્મર્ષિ અગ્નિચિત્ સ્વામી સહિતના મહંતો હાજર રહેવાના છે.
મેળાના કેન્દ્ર સ્થાને પારિવારિક અને માનવીય મૂલ્યોનું જતનનું મુખ્ય બાબત રાખવામાં આવ્યું છે. મેળામાં 200થી વઘુ ધાર્મિક અને સામાજિક સેવાકાર્ય સાથે સંકળાયેલી સંસ્થાઓ ભાગ લેશે અને તેમના સેવાકાર્ય પ્રદર્શિત કરશે. મેળામાં યજ્ઞશાળા હશે અને 4 દિવસમાં કુલ 7 જુદા- જુદા હવન કરવામાં આવશે.
મેળામાં આદિવાસી વિસ્તારોની સંસ્કૃતિ દર્શાવતું વનવાસી ગામ હશે. પ્રદર્શન વિભાગમાં વિવિધ પ્રદર્શનો હશે જેમાં કુટુમ્બ પ્રબોધન, કૌટુંબિક મૂલ્યો, ગર્ભાધન સંસ્કાર, પુણ્યશ્લોક સહિત 3 Dએનિમેશન દ્વારા દર્શાવવામાં આવશે.
મંદિર પરિસરમાં કેટલાક મુખ્ય મંદિરોના જીવંત દર્શન અને કેટલાક મંદિરોની પ્રતિકૃતિ પ્રદર્શિત કરવામાં આવશે. તેમજ વિવિધ કેન્દ્રોમાં મેળા પહેલાના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. મેળા દરમિયાન યોજાનાર મુખ્ય કાર્યક્રમો કળશ યાત્રા, યુવા બાઈક રેલી, કન્યા વંદન, આચાર્ય વંદન, માતૃ-પિતૃ વંદન, નારી સંમેલન સહિતના સ્થળોનો કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.