8 જૂનના મહત્વના સમાચાર : દ્વારકાના રૂપેણ બંદર પાસેથી કરોડોનું ચરસ જપ્ત, બિનવારસી હાલતમાં ચરસના 20થી વધુ પેકેટ પકડાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2024 | 6:42 PM

આજે 8 June 2024ને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

8 જૂનના મહત્વના સમાચાર : દ્વારકાના રૂપેણ બંદર પાસેથી કરોડોનું ચરસ જપ્ત, બિનવારસી હાલતમાં ચરસના 20થી વધુ પેકેટ પકડાયા

રાષ્ટ્રપતિ મૂર્મુ સાથે PM નરેન્દ્ર મોદીએ મુલાકાત કરી. રાષ્ટ્રપતિએ નવી સરકારના ગઠનનું આમંત્રણ આપ્યું. 9મી જૂને નરેન્દ્ર મોદી સાંજે 6 કલાકે PM પદની શપથ લેશે. જે પી નડ્ડા અને અમિત શાહ સાથે એકનાથ શિંદેની મહત્વપૂર્ણ બેઠક છે. બેઠકમાં ખાતાઓની વહેંચણીને લઇને ચર્ચાની શક્યતા છે.  આજે કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક છે. પક્ષના પ્રદર્શન અંગે ચર્ચા થશે. વિપક્ષના નેતા તરીકે રાહુલના નામ પર મહોર લાગી શકે છે. રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે કોર્પોરેટર નીતિન રામાણીને ક્રાઇમ બ્રાન્ચનું તેડું. રામાણી પર ગેમઝોનને રેગ્યુલરાઇઝ કરવાની ભલામણનો આરોપ છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 08 Jun 2024 05:47 PM (IST)

    સૌરાષ્ટ્રના અમરેલી અને રાજકોટના ગ્રામ્ય પંથકમાં વાતાવરણમાં પલટો

    સૌરાષ્ટ્રમાં રાજકોટ અને જામકંડોરણાના વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો અને ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ચરેલ, દળવી, કાના અને વડાળામાં વરસાદ પડ્યો હતો. ભારે પવન સાથે વરસાદ થતા અનેક વૃક્ષો ધરાશાયી થયા હતા. અંદાજિત દોઢ ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. આ તરફ અમરેલીના ધારી પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ ધારી શહેરમાં વરસાદી ઝાપટુ આવ્યુ. ખીચા ગામમાં પણ વરસાદી છાંટા પડ્યા હતા.

  • 08 Jun 2024 05:43 PM (IST)

    સુરેન્દ્રનગર: નર્મદા કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ

    સુરેન્દ્રનગરમાં નર્મદા કેનાલોમાં પાણી બંધ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે. લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતોને પાકમાં નુકસાન ભોગવવાનો વારો આવી શકે. સિંચાઈના અભાવે ખેડૂતોએ અખાત્રીજના દિવસે કરેલા વાવેતર પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. જેના પગલે નર્મદા કેનાલમાં તાત્કાલિક પાણી છોડવા ખેડૂતોએ માગ કરી છે.

  • 08 Jun 2024 05:01 PM (IST)

    નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને લઇને મહત્વના સમાચાર,7 હજાર લોકોને અપાયું આમંત્રણ

    નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહને લઇને મહત્વના સમાચાર મળી રહ્યા છે. શપથ ગ્રહણમાં 7 હજાર લોકોને આમંત્રણ અપાયું છે. શપથ સમારોહમાં અનેક દેશોના વડાઓ ઉપસ્થિત રહેશે. બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાનું ભારતમાં આગમન થશે. સેશેલ્સના ઉપરાષ્ટ્રપતિ અહેમદ અફીફ પણ દિલ્લી પહોંચ્યા.નેપાળના વડાપ્રધાન પુષ્પ કમલ દહાલ હાજર રહેશે.મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદ જગન્નાથ પણ હાજર રહેશે.ભૂટાનના વડાપ્રધાન ત્શેરિંગ તોબગે હાજરી આપશે.માલદીવ્સના રાષ્ટ્રપતિ મોહમ્મદ મોઈજ્જુ હાજર રહેશે.શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે પણ શપથ ગ્રહણ સમારોહમાં હાજર રહેશે.

  • 08 Jun 2024 04:57 PM (IST)

    અત્યાર સુધી અમારા નેતાઓને નથી મળ્યું આમંત્રણ – જયરામ રમેશ

    વડાપ્રધાન-નિયુક્ત નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારોહ પર કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે આવતીકાલના શપથ ગ્રહણ સમારોહ માટે માત્ર આંતરરાષ્ટ્રીય નેતાઓને જ આમંત્રણ આપવામાં આવ્યું છે. હજુ સુધી અમારા નેતાઓને આમંત્રણ મળ્યું નથી. જ્યારે અમારા ભારત ગઠબંધનના નેતાઓને આમંત્રણ આવશે, જો તે આવશે, તો અમે તેના પર વિચાર કરીશું.

  • 08 Jun 2024 04:39 PM (IST)

    રાજકોટ: TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે આંદોલન યથાવત, મૃતકોના પરિજનોને 4 લાખની સહાય ચૂકવવા કરી માગ

    રાજકોટમાં બનેલા TRP ગેમ ઝોન અગ્નિકાંડ મુદ્દે આંદોલન યથાવત છે. ત્રિકોણબાગ ખાતે કોંગ્રેસના ઉપવાસ આંદોલનનો બીજો દિવસ છે. અગ્નિકાંડના મૃતકોના ન્યાય માટે કોંગ્રેસ ધરણાં પર છે. મૃતકોના પરિજનોને 4 લાખની સહાય ચૂકવવાની માગ કરી છે. કોર્પોરેશનના ભાજપ નેતા સામે કાર્યવાહી નહીં થતી હોવાના આક્ષેપ કર્યો છે. અન્ય IPS ઓફિસરને તપાસ સોંપવા કોંગ્રેસે માગ કરી છે. SITમાં નિર્લિપ્ત રાય, સુજાતા મજમૂદાર અથવા સુધા પાંડેને તપાસ સોંપવા માગ કરી છે. જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઇ, મહેશ રાજપૂત,પાલ આંબલિયા, નયના જાડેજા, ગાયત્રી વાઘેલા સહિતના નેતાઓ આંદોલનમાં જોડાયા છે.

  • 08 Jun 2024 03:59 PM (IST)

    કચ્છ: અંજારમાં થયેલી 40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો, 7 આરોપીની ધરપકડ કરી

    કચ્છ અંજારમાં થોડા સમય પહેલા થયેલી 40 લાખની લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે લૂંટ કરનાર 7 આરોપીની ધરપકડ કરી છે. લૂંટમાં 9 આરોપી સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે. જેમાં 3 કિશોર, 1 મહિલા સહિત 9 આરોપી હોવાનું ખુલ્યું છે. કિશોર આરોપીની મદદથી ગેંગે લૂંટનો પ્લાન બનાવ્યો હતો. 6 જૂને અંજારના મહાવીર ડેવલપર્સમાં લૂંટ થઇ હતી. કિશોર આરોપી મહાવીર ડેવલપર્સમાં કામ કરતો હોવાનું સામે આવ્યુ છે.

  • 08 Jun 2024 03:42 PM (IST)

    અમદાવાદના નિકોલમાં ચોમાસા જેવો માહોલ, ગોપાલ ચોકમાં રસ્તા પર ફરી વળ્યું ગટરનું પાણી

    અમદાવાદમાં ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ જોવા મળ્યો છે. નિકોલના ગોપાલ ચોકમાં રસ્તા પર ગટરનું પાણી ફરી વળ્યું  છે. ગટરના પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો છે. સ્થાનિકોએ તંત્રને ફરિયાદ કરી હોવા છતા નિરાકરણ આવ્યુ નથી. રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકોને પરેશાની થઈ રહી છે.

  • 08 Jun 2024 03:17 PM (IST)

    આજે સાંજે 5.30 કલાકે કોંગ્રેસ સંસદીય દળની બેઠક યોજાશે

    કોંગ્રેસ સંસદીય દળની બેઠક આજે સાંજે 5.30 કલાકે મળશે. આ બેઠકમાં સંસદીય દળના નેતાની પસંદગી કરવામાં આવશે. સોનિયા ગાંધી નેતા તરીકે ચૂંટાઈ શકે છે. ત્યાર બાદ સોનિયા ગાંધી લોકસભામાં પાર્ટીના નેતાની પસંદગી કરશે.

  • 08 Jun 2024 03:14 PM (IST)

    છોટાઉદેપુર : ચલામલીમાં ધોધમાર વરસાદ વરસ્યો, રસ્તા પર ભરાયા પાણી

    છોટાઉદેપુર જિલ્લામાં આજે સવારથી વાતાવરણમાં પલટો આવ્યો છે. ત્યારે છોટાઉદેપુરની ચલામલીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. એક કલાક ધોધમાર વરસાદના પગલે રસ્તા પર ઠેર – ઠેર પાણી ભરાયા છે.

  • 08 Jun 2024 02:33 PM (IST)

    દ્વારકાઃ રૂપેણ બંદર પાસેથી કરોડોનું ચરસ જપ્ત

    દ્વારકાઃ રૂપેણ બંદર પાસેથી કરોડોનું ચરસ જપ્ત કરવામાં આવ્યુ છે. બિનવારસી હાલતમાં ચરસના 20થી વધુ પેકેટ મળી આવ્યા છે. દ્વારકાના વરવાળા અને રૂપેણ બંદર નજીક દરિયા કિનારેથી SOGએ જથ્થો છે. SOG દ્વારા દ્વારકાના કાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે.

  • 08 Jun 2024 02:14 PM (IST)

    અમદાવાદીઓને વરસાદ માટે હજુ જોવી પડશે રાહ

    રાજ્યમાં આગામી 4 દિવસ વરસાદી વાતાવરણની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ  ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી વરસાદી માહોલ રહેશે. છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, ડાંગમાં વરસાદ રહેશે. વડોદરામાં પણ વરસાદ આવવાની હવામાન વિભાગની આગાહી છે. મધ્ય ગુજરાતમાં પણ કેટલાક વિસ્તારમાં વરસાદની આગાહી છે. દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં વરસાદની સંભાવના છે. સાબરકાંઠા, અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, દીવમાં વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.

  • 08 Jun 2024 01:35 PM (IST)

    સુરત: જિલ્લામાં ઉનાળુ ડાંગરનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન

    સુરત: જિલ્લામાં ઉનાળુ ડાંગરનું રેકોર્ડ બ્રેક ઉત્પાદન થયુ છે. ઓલપાડ તાલુકાની મંડળીઓમાં 12 લાખ 1 હજાર ગુણીની ડાંગરની આવક થઇ છે. ઓલપાડ તાલુકામાં 50 હજાર વિઘા જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યુ હતું. ગત વર્ષની સરખામણીમાં આ વખતે 15 થી 20 ટકા વધુ ઉત્પાદન થયું. સહકારી મંડળીઓના ગોડાઉન ડાંગરના પાકની ભરપૂર આવક થઇ છે. સિંચાઈનું પાણી અવિરત મળતા ડાંગરના ઉત્પાદનમાં વધારો થયો છે.

  • 08 Jun 2024 01:13 PM (IST)

    રાજકોટ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા પુત્રના પિતાનું વિયોગથી મોત

    રાજકોટ અગ્નિકાંડને લઇ વધુ એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા પુત્રના પિતાનું વિયોગથી મોત થયુ છે. વિશ્વરાજસિંહ જાડેજાના પિતા જશુભા જાડેજાનું મોત થયુ છે. નોકરી પ્રથમ દિવસેજ આગ લાગતા પુત્રનું મોત થયુ હતુ.

  • 08 Jun 2024 01:00 PM (IST)

    રાજકોટ-અગ્નિકાંડને લઇને ACBની તપાસ તેજ

    રાજકોટ-અગ્નિકાંડને લઇને ACBની તપાસ તેજ થઇ છે. TPO સાગઠિયાની મિલ્કતની ચકાસણી હાથ ધરાઇ છે. રાજકોટ સહિત જિલ્લાના અલગ અલગ રજીસ્ટ્રાર કચેરીમાંથી વિગતો મંગાવાઇ છે. વિગતોને આધારે ACB તપાસ કરીને કાર્યવાહી કરશે. સાગઠિયાની મિલ્કતોની તપાસ લાંબી ચાલી શકે છે. એક મહિના સુધી સાગઠિયાની મિલકતોની તપાસ થાય તેવી શક્યતા છે.

  • 08 Jun 2024 11:51 AM (IST)

    Election Results, Govt Formation 2024 : સીએમ યોગીએ તેમના મંત્રી પરિષદ સાથે બેઠક યોજી

    ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના મંત્રી પરિષદ સાથે બેઠકની અધ્યક્ષતા કરી.

  • 08 Jun 2024 11:24 AM (IST)

    Election Results, Govt Formation 2024 : દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ

    દિલ્હીમાં કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષ સોનિયા ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના સાંસદ રાહુલ ગાંધી, પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા અને પાર્ટીના અન્ય નેતાઓ હાજર છે.

  • 08 Jun 2024 11:20 AM (IST)

    અમદાવાદઃ ડ્રાઈવર બેભાન થઈ જતા AMTS બસનો અકસ્માત

    અમદાવાદઃ ડ્રાઈવર બેભાન થઈ જતા AMTS બસનો અકસ્માત થયો છે. પોલીસે એમ્બ્યૂલન્સ બોલાવી ડ્રાઈવરને હોસ્પિટલમાં દાખલ કર્યો છે. સોલાની હોસ્પિટલમાં ડ્રાઈવર સારવાર હેઠળ છે. ડોક્ટરે જણાવ્યુ કે ડ્રાઈવર નશાની હાલતમાં ન હતો.

  • 08 Jun 2024 11:19 AM (IST)

    સુરતના મોટાવરાછા રિંગરોડ પાસે ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત

    સુરતના મોટાવરાછા રિંગરોડ પાસે ગમખ્વાર અકસ્માતમાં 3ના મોત થયા છે. કાર ચાલકે બાઇકને અડફેટે લેતા બે યુવક અને બાળકનું મોત થયુ છે. ગમખ્વાર અકસ્માતમાં અન્ય 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને પી.પી.માણિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

  • 08 Jun 2024 10:23 AM (IST)

    બનાસકાંઠાના પાલનપુરમાં 300 લોકો કોલેરાગ્રસ્ત

    બનાસકાંઠાના પાલનપુરના 16 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. આશરે 300 જેટલા લોકોને દૂષિત પાણીના કારણે કોલેરાની અસર થઈ. જેનું મુખ્ય કારણ છે રાણી બાગ પાસે આવેલા પાણીનો ટાંકી. જેના પર કોઈ પ્રોટેક્શન ન હતુ અને જેના કારણે પાણી દૂષિત થતા પાલનપુરના 16 જેટલા વિસ્તારના 300થી વધુ લોકોને કોલેરા થયો. વધુમાં આ પાણીની ટાંકીની છેલ્લા 2 વર્ષથી સફાઈ નથી કરવામાં આવી. જેના કારણે શહેરીજનો બીમારીનો ભોગ બન્યા. સ્થાનિક કોર્પોરેટરે નગરપાલિકાની ભૂલના કારણે જ રોગચાળો ફેલાયો હોવાનો આક્ષેપ કર્યો.

  • 08 Jun 2024 09:52 AM (IST)

    સુરતઃ માંગરોળના નવાપરા GIDCમાં કંપનીમાં લાગી આગ

    સુરતઃ માંગરોળના નવાપરા GIDCમાં કંપનીમાં આગ લાગી. રામચંદ્ર દયા નેરોફેબ્રિક નામની કંપનીમાં ભીષણ આગ લાગી. ઇલાસ્ટિક બનાવતી કંપનીમાં સોલાર પેનલમાં શોટસર્કિટ થતા આગ લાગી છે. આગની ઘટનાને લઈ અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

  • 08 Jun 2024 09:05 AM (IST)

    જૂનાગઢ પંથકમાંથી સરકારી અનાજનો જથ્થો પકડાયો

    જૂનાગઢ પંથકમાંથી સરકારી અનાજનો જથ્થો પકડાયો છે. શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં રેશનિંગનો જથ્થો ઝડપાયો. અનાજનો જથ્થો ઘરે-ઘરેથી ઉઘરાવી વેચાણ કરવાની મોડસ ઓપરેન્ડી હતી. કુપન ધારકો સરકારી અનાજનો જથ્થો રીક્ષા ચાલકોને વેચી રહ્યાં હતા. રીક્ષા ચાલકો માર્કેટીંગ યાર્ડ અને ખૂલ્લા બજારમાં અનાજનો જથ્થો વેચતા હતા. કલેકટર અને પ્રાંત અધિકારીની ટીમે અહીં સપાટો બોલાવ્યો છે. જૂનાગઢ શહેર તથા પાદરીયાના બે ગોડાઉનમાં દરોડા પાડી ચાર રીક્ષા સહિતનો મુદામાલ કબજે કરવામાં આવ્યો. ગોડાઉનમાં રહેલા 5.44 લાખનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો.

  • 08 Jun 2024 08:41 AM (IST)

    સુરતના અલગ અલગ વિસ્તારમાં પડ્યો હળવો વરસાદ

    સુરત શહેરમાં વહેલી સવારે વરસાદી ઝાપટા પડ્યા છે. શહેરના અલગ અલગ વિસ્તારમાં હળવો વરસાદ ખાબક્યો છે. કતારગામ, ડભોલી, અડાજણ, રાંદેર, અઠવા ગેટ, રિંગરોડ, વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદ આવતા ગરમીમાંથી લોકોને રાહત મળી છે.

  • 08 Jun 2024 08:29 AM (IST)

    સુરતના મોટાવરાછા રિંગરોડ પાસે ગમખ્વાર અકસ્માત

    સુરતના મોટાવરાછા રિંગરોડ પાસે ગમખ્વાર અકસ્માત થયો છે. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતાં અકસ્માત થયો. બાઇક ચાલકને અડફેટે લેતા યુવક અને બાળકનું મોત થયુ છે. અન્ય ઈજાગ્રસ્તોને પી.પી.માણિયા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઉતરાણ પોલીસે કાર ચાલકની ધરપકડ કરી છે.

  • 08 Jun 2024 07:26 AM (IST)

    સુરેન્દ્રનગર: થાનમાંથી વિસ્ફોટક પદાર્થનો જથ્થો ઝડપાયો

    સુરેન્દ્રનગર: થાનમાંથી વિસ્ફોટક પદાર્થનો જથ્થો ઝડપાયો. ભાડુલા વિસ્તારમાંથી ઝીલેટીન સ્ટીક સાથે બોલેરો પીકઅપ ઝડપાઈ. વિસ્ફોટક ઝીલેટીન સ્ટીકનો જથ્થો ઝડપાતા ચકચાર મચ્યો છે. જીવીત બોમ્બથી પણ ઝીલેટીન પદાર્થ ખતરનાક હોય છે. ઝીલેટીનનો વિસ્ફોટક પદાર્થ પેટીઓમાં પેકીંગ કરેલો ઝડપાયો છે. પોલીસ જથ્થાને કબજે કરી કાર્યવાહી હાથ ધરી. ખતરનાક વિસ્ફોટક પદાર્થ ક્યાંથી આવ્યો તે સવાલ ઉઠ્યા છે. ખનિજ માફિયાઓ ગેરકાયદેસર કાર્બોસેલની ખાણોમાં વિસ્ફોટ કરવા ઝીલેટિનનો મંગાવતા હોવાનું બહાર આવ્યું છે.

Published On - Jun 08,2024 7:23 AM

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">