Gujarat Top News: કોરોના વેક્સિનેશનથી લઈ રાજ્યમાં વરસાદની સ્થિતિ, જાણો શું છે રાજકીય ગતિવિધિઓના સમાચાર એક ક્લિકમાં

જાણો, રાજ્યમાં ક્યાં થઈ વરસાદની પધરામણી, વેક્સિનેશનની કામગિરી,મુખ્યપ્રધાને કોની પર કર્યા આકરા પ્રહાર,ક્યા ઉડ્યા સોશિયલ ડિસ્ટનસના ધજાગરા, તમામ મહત્વના સમાચાર માત્ર એક ક્લિકમાં

Gujarat Top News: કોરોના વેક્સિનેશનથી લઈ રાજ્યમાં વરસાદની સ્થિતિ, જાણો શું છે રાજકીય ગતિવિધિઓના સમાચાર એક ક્લિકમાં
Gujarat Top News: From corona vaccination to rain conditions in the state, find out what is the news of political activities in one click
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 5:47 PM

1.મુખ્યપ્રધાન વિજય રુપાણીનો AAP પર પ્રહાર, આમ આદમી પાર્ટીને યોજનાના અમલ કરતાં પ્રચારમાં વધુ રસ

કોરોનાથી પ્રભાવિત પરિવાર માટે એક કલ્યાણકારી યોજના વિશે ગુજરાતના સમાચારપત્રોમાં એક આખા પેજની જાહેરાત માટે અરવિંદ કેજરીવાલના નેતૃત્વવાળી દિલ્હી સરકાર પર કટાક્ષ કરતા મુખ્યપ્રધાન વિજય રુપાણીએ કહ્યું કે, આમ આદમી પાર્ટી યોજનાને અમલ કરવાની તુલનામાં પ્રચાર વધુ રસ દેખાડે છે.

2.રાજ્યમાં ત્રણ દિવસ બાદ આજથી વેક્સિનેશન સેન્ટરો થયા શરૂ, વેક્સિન માટે લોકોની લાગી લાઈનો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

આજથી રાજ્યમાં વેક્સિનેશન સેન્ટર ફરીથી ખુલ્યા છે. છેલ્લા ત્રણ દિવસથી વેક્સિનની રાહ જોઈ રહેલા લાખો નાગરિકોને આજથી વેક્સિન મળવાનું શરૂ થશે. રાજ્યમાં 5000થી વધુ રસીકરણ કેન્દ્રો પર આજથી વેક્સિનેશન શરૂ કરવામાં આવ્યું છે.

3.અમદાવાદમાં ત્રણ દિવસ બાદ વેક્સિનેશન સેન્ટર થયા શરૂ

અમદાવાદમાં ત્રણ દિવસ બાદ વેક્સિનેશન સેન્ટર થયા શરૂ થયા છે. રસીકરણ શરૂ થતાં જ સેન્ટરો પર લોકોની ભીડ જામી હતી. જો કે, શનિવાર અને રવિવાર હોવાથી લોકો મોટી સંખ્યામાં વેક્સિન લેવા માટે પહેંચ્યા હતા.ઉપરાંત, આજે પણ AMCને લિમિટેડ સ્ટોક મળતા કેટલીક જગ્યા પર હાલાકી સર્જાઈ છે.

4. કાલાવડ તાલુકાના રણુંજા ગામનું સુપ્રસિદ્ધ રામદેવજી મંદિર અષાઢી બીજથી દર્શનાર્થીઓ માટે રહેશે ખુલ્લું

કાલાવડ તાલુકાના રણુંજા ગામનું સુપ્રસિદ્ધ રામદેવજી મંદિર અષાઢી બીજથી દર્શનાર્થીઓ માટે ખુલ્લું રહેશે. અષાઢી બીજના દિવસે રામાપીરને બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવે છે. ઉપરાંત, આ દિવસે ભક્તો મોટી સંખ્યામાં દર્શન કરવા માટે આવે છે.

5.સુરત શહેરમાં વરસાદની રિ-એન્ટ્રી

સુરત શહેર અને જિલ્લામાં વરસાદની રિ-એન્ટ્રી ગઈ છે. ભારે ઉકળાટ અને બફારા વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે. બપોરના સમયે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. શહેરના અડાજણ,પાલ, ડભોલી, પુણા ગામ, અર્ચના સ્કૂલ, લિંબાયત ગરનાળા, કતારગામ જેવા નીચાણવાળા વિસ્તારોના રસ્તા પર પાણી ભરાઈ ગયા હતાં.

6.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાની બીજી ઇનિંગ

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં મેઘરાજાની બીજી ઇનિંગ શરૂ થઈ છે. દક્ષિણ ગુજરાતમાં સુરત ,વલસાડ અને સૌરાષ્ટ્રના દેવભૂમિદ્વારકા, જૂનાગઢમાં વરસાદનું આમન થતા ખેડુતોમાં ખૂશીની લહેર છવાઈ.

7.પર્યટન સ્થળ આબુમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા

પર્યટન સ્થળ આબુમાં પ્રવાસીઓનો ભારે ઘસારો જોવા મળતો હોય છે, ત્યારે આબુમાં કોરોના ગાઈડલાઈનના ધજાગરા ઉડ્યા હતા. ઉપરાંત,શનિ રવિની રજાઓમાં સહેલાણીઓની ભીડમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડ્યા.

8.ધોરાજીમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી

રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ સર્જાયો છે. ધોરાજીમાં લાંબા સમયના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ છે. ધોરાજી તાલુકાના તોરણીયા, પરબડી, જમના વડ, ફરેની પરબડી સહિત વિસ્તારમાં વરસાદ વરસતા કપાસ, મગફળી ,સોયાબીન સહિતના પાકોને જીવતદાન મળ્યું છે.

9.વડોદરા સ્થિત યુનાઇટેડ વે ઓફ બરોડાએ ઉમદા અભિયાન હાથ ધર્યું

વડોદરા સ્થિત યુનાઇટેડ વે ઓફ બરોડાએ ઉમદા અભિયાન હાથ ધર્યું છે. ‘મિશન શિક્ષા અભિયાન’ દ્વારા સંસ્થાએ કોરોનાકાળમાં માતા-પિતા ગુમાવનાર બાળકોના અભ્યાસની જવાબદારી ઉપાડી છે. આ અભિયાન હેઠળ વડોદરા જિલ્લો, ભરૂચ, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા અને પંચમહાલ એમ 6 જિલ્લામાંથી બાળકો પાસે અરજીઓ મંગાવવામાં આવી છે.

10.દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં આવ્યો પલટો

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની રિ-એન્ટ્રી થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા શહેરમાં ધીમી ધારે વરસાદનું આગમન થયું છે. લાંબા વિરામ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

Latest News Updates

મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
મતદાનના એક દિવસ પૂર્વે જામસાહેબે પત્ર લખી ટીકાકારોને આપ્યો જવાબ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠા બેઠક પર કોણ મારશે બાજી? ભાજપ સળંગ ચોથી વાર રહેશે સફળ! જુઓ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
સાબરકાંઠાઃ મતદાન મથક પર ગરમીમાં પણ મતદારોને નહીં પડે તકલીફ, તંત્ર સજ્જ
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
રાજ્યમાં મતદાનના દિવસે આ શહેરોમાં હિટવેવની આગાહી
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
નિલેશ કુંભાણી સામે ફોજદારી કાર્યવાહી કરવા કોંગ્રેસની કવાયત
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં મામા - ભાણાના જંગમાં કોણ ભારે પડશે?
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
ભરૂચમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે 2800 પોલીસકર્મી ખડેપગે રહેશે
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
નર્મદા નદીના ટાપુ પર બનશે દેશનું સૌથી અલાયદું મતદાન મથક
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
અમદાવાદની શાળાઓમાં બોમ્બની ધમકી મામલે આવ્યું મોટુ અપડેટ
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
ચૂંટણી પૂર્વે ક્ષત્રિય જાગીદાર સમાજનું ભાજપને સમર્થન
g clip-path="url(#clip0_868_265)">