આજનું હવામાન : રાજસ્થાન તરફથી આવતી વરસાદી સિસ્ટમના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાંપટાની આગાહી, જુઓ Video

|

Aug 13, 2024 | 7:54 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે.કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે

આજનું હવામાન : રાજસ્થાન તરફથી આવતી વરસાદી સિસ્ટમના પગલે ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાંપટાની આગાહી, જુઓ Video
Monsoon 2024

Follow us on

Rain Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી શક્યતા છે.કેટલાક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.ઉત્તર ગુજરાતથી લઈ મધ્ય ગુજરાત સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફના કારણે મેઘ મહેરની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યના કેટલા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદી ઝાપટા પડે તેવી શક્યતાઓ છે. વર્તમાન સમયમાં મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્રમાં ભારેથી વરસાદની આગાહી

અંબાલાલ પટેલની આગાહી અનુસાર 16 થી 24 ઓગસ્ટમાં દરમિયાન રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે. આ તરફ બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. જેથી આવા પાંદડાઓનું નાશ કરવો હિતાવહ રહેશે. 30 ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવા ભારે વરસાદ પડે તેવી શક્યતા છે.

શું ભારત કોમનવેલ્થ ગેમ્સ 2026માં ભાગ નહીં લે?
શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો

ખેડૂતો અને નાગરિકોને મળશે નર્મદાનું પાણી

નર્મદા બંધના ઉપરવાસમાં થયેલા વ્યાપક વરસાદને પરિણામે સરદાર સરોવર બંધમાં પાણીનો આવરો વધ્યો હોવાથી આ પાણી સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં આવશે. સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી, બોટાદ, ભાવનગર, જામનગર અને અમરેલી જિલ્લાઓના કુલ 40 જળાશયોને જુદીજુદી સૌની યોજનાની 4 પાઈપલાઈનો મારફતે નર્મદાનું પાણી આપવાનું રાજ્ય સરકારે આગોતરું આયોજન કર્યું છે.

સૌરાષ્ટ્રના જળાશયોમાં પહોંચાડવામાં નર્મદાના નીર

હાલ આ પાઈપલાઈનો દ્વારા 1 હજાર 300 ક્યુસેક્સ પાણીનું ઉદવહન કરીને આ જળાશયમાં પહોંચાડવાની શરૂઆત કરવામાં આવી છે.ક્રમશ: તેમાં વધારો કરીને 2000 ક્યુસેક્સ ઉપરાંત પાણીનું ઉદવહન કરીને સૌરાષ્ટ્રના આ જળાશયો આગામી દિવસોમાં પહોંચાડવામાં આવશે.વરસાદ ખેંચાશે તો આ જિલ્લાઓના આશરે 600 ચેકડેમ કે તળાવો પણ ભરવાનું આયોજન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાનિર્દેશનમાં કરવામાં આવ્યું છે.હાલ પીવાના પાણીના જથ્થા માટે અનામત હોય તેવા જળાશયોને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે.

Published On - 7:45 am, Tue, 13 August 24

Next Article