AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

27 ઓક્ટોબરના મહત્વના સમાચાર : બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ‘અર્નબ’ બન્યું અતિ રૌદ્ર, બુધવારે સવારે આંધ્રના બાપટલા-વિશાખાપટ્ટનમ વચ્ચે ત્રાટકશે વાવાઝોડું

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 27, 2026 | 8:21 AM
Share

આજે 27 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

27 ઓક્ટોબરના મહત્વના સમાચાર : બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ‘અર્નબ’ બન્યું અતિ રૌદ્ર, બુધવારે સવારે આંધ્રના બાપટલા-વિશાખાપટ્ટનમ વચ્ચે ત્રાટકશે વાવાઝોડું

LIVE NEWS & UPDATES

  • 27 Oct 2026 08:30 AM (IST)

    આસામના ગુવાહાટીની હોટલમાં અંધાધૂંધ ફાયરિંગ, મહિલા સહિત 5નાં મોત

    આસામના ગુવાહાટીમાં આવેલી એક હોટલમાં અંધાધૂંધ ફાયરિંગની ગંભીર ઘટના સામે આવી છે. શહેરના બોરા સર્વિસ વિસ્તારમાં આવેલી બિલાસ ઈન હોટલમાં બનેલી આ ઘટનામાં એક મહિલા સહિત પાંચ લોકોનાં મોત થયાં છે, જ્યારે એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થઈ છે. પ્રાથમિક માહિતી અનુસાર, હોટલ લીઝ પર લેનાર શખ્સે જ ફાયરિંગ કરીને હત્યાકાંડને અંજામ આપ્યો હતો. હોટલના માલિક સાથે ચાલી રહેલા વિવાદને પગલે આ ઘટના બની હોવાનું સામે આવ્યું છે. ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. પોલીસે આ મામલે આરોપી ઘનકાંત ગોગોઈની ધરપકડ કરી છે. સાથે જ ફાયરિંગમાં ઉપયોગમાં લેવાયેલી લાયસન્સવાળી પિસ્તોલ પણ જપ્ત કરવામાં આવી છે. આ હત્યાકાંડ પાછળનું ચોક્કસ કારણ અને ઘટનાક્રમ જાણવા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 27 Oct 2026 08:20 AM (IST)

    દાહોદમાં બે જૂથ વચ્ચે મોડી રાત્રે ધીંગાણું, મારામારીમાં 3 લોકો ગંભીર ઘાયલ

    દાહોદમાં ગોધરા રોડ પર આવેલા સાંસીવાડ વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે. નજીવી માથાકૂટ બાદ મામલો ઉગ્ર બનતાં બંને જૂથના લોકો સામસામે આવી ગયા હતા અને ધીંગાણું સર્જાયું હતું. આ મારામારીમાં ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લઈ મામલો થાળે પાડ્યો હતો. ઘટનાને પગલે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ, આ મામલે બંને પક્ષ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે.

  • 27 Oct 2026 08:18 AM (IST)

    વડોદરામાં તહેવારો દરમિયાન લેવાયેલા ખાદ્ય પદાર્થોના 19 નમૂના નાપાસ

    વડોદરામાં તહેવારો દરમિયાન ખાદ્ય પદાર્થોની ગુણવત્તા ચકાસવા માટે લેવામાં આવેલા નમૂનાઓમાંથી 19 નમૂના નાપાસ થયા છે. વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓના પરીક્ષણમાં તે સબ-સ્ટાન્ડર્ડ હોવાનું સામે આવ્યું છે. જેમાં અનાયા નેચરલ ઓઇલ અને તાજ ડેરીના ઘીના નમૂનાઓનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત શ્રી રામ દુગ્ધાલય અને અખર ડેરી ફાર્મના ઘીના નમૂનાઓ પણ સબ-સ્ટાન્ડર્ડ જાહેર થયા છે. ખાદ્ય પદાર્થોના નમૂનાઓ નાપાસ થતાં મનપાના આરોગ્ય વિભાગે સંબંધિત મામલે કાર્યવાહી શરૂ કરી છે. તહેવારો દરમિયાન લોકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. બીજી તરફ, દશેરાના તહેવાર નિમિત્તે લેવામાં આવેલા ખાદ્ય પદાર્થોના નમૂનાઓનાં પરિણામો હજુ આવવાનાં બાકી છે. આ પરિણામો આવ્યા બાદ વધુ કાર્યવાહી થવાની શક્યતા છે.

  • 27 Oct 2026 07:48 AM (IST)

    દિવાળી પહેલાં રાજુલામાં તંત્રના દરોડા, 15થી વધુ હોટલ-રેસ્ટોરન્ટમાં ચેકિંગ

    અમરેલીના રાજુલામાં દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને ખાદ્ય સુરક્ષાને લઈ તંત્ર એક્શનમાં આવ્યું છે. રાજુલા પ્રાંત અધિકારીની આગેવાની હેઠળ ફૂડ સેફ્ટી, તોલમાપ વિભાગ અને મામલતદાર સહિતના અધિકારીઓની સંયુક્ત ટીમોએ શહેરની 15થી વધુ હોટલ અને રેસ્ટોરન્ટમાં ચેકિંગ હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન હોટલ-રેસ્ટોરન્ટમાં વપરાતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા, સ્વચ્છતા અને નિયમોના પાલન અંગે તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કેટલીક હોટલોમાંથી પનીર સહિતની ખાદ્ય સામગ્રીનો નાશ કરવામાં આવ્યો હતો. દિવાળીના તહેવાર દરમિયાન લોકોને ગુણવત્તાયુક્ત અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો મળી રહે તે હેતુથી તંત્ર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાંત અધિકારીએ રાજુલાના તમામ ફૂડ ધંધાર્થીઓને નિયમોનું ચુસ્તપણે પાલન કરવા કડક સૂચના આપી છે. તંત્રની આ કાર્યવાહીથી શહેરના હોટલ અને રેસ્ટોરન્ટ સંચાલકોમાં ફફડાટ ફેલાયો છે.

  • 27 Oct 2026 07:45 AM (IST)

    બંગાળની ખાડીમાં વાવાઝોડું ‘અર્નબ’ અતિ રૌદ્ર બન્યું, 9 રાજ્યોમાં એલર્ટ

    બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડું ‘અર્નબ’ વધુ શક્તિશાળી બનતાં તંત્ર એલર્ટ મોડ પર આવી ગયું છે. વાવાઝોડું બુધવારે સવારે આંધ્રપ્રદેશના બાપટલા અને વિશાખાપટ્ટનમ વચ્ચે ત્રાટકે તેવી આગાહી કરવામાં આવી છે. આ દરમિયાન પવનની ઝડપ 140 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની શક્યતા છે. હાલ વાવાઝોડું 23 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ-ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખીને આંધ્રપ્રદેશ અને ઓડિશા સહિત દેશનાં નવ રાજ્યોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી તરફ, સંભવિત નુકસાનને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર પણ સક્રિય બની છે. દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને વાવાઝોડા સામેની તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં સુરક્ષા, રાહત અને બચાવ કામગીરી માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા તંત્રને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.

આજે 27 ઓક્ટોબરને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - Oct 27,2026 7:43 AM

Follow Us
આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?
આજનું રાશિફળ : કોને મળશે નવી તક અને કોના અટકેલા કામો આગળ વધશે?
મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે
મોત સામે અડીખમ ઊભી રહી ગઈ 'માં', વાયરલ વીડિયો જોઈ આંખો ભીની થઈ જશે
ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ
ગેનીબેને ખેડૂતોનું દેવુ માફ કરી બનાસકાંઠા માટે વિશેષ સહાયની કરી માગ
કાં તો પાક ધિરાણ માફ કરો, કાં તો સહાય વધારવાની ધરતીપુત્રોની માગ
કાં તો પાક ધિરાણ માફ કરો, કાં તો સહાય વધારવાની ધરતીપુત્રોની માગ
કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક
કિસાન કોંગ્રેસના નેતા પાલ આંબલિયાએ સરકારની સહાયને ગણાવી ક્રુર મજાક
ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ
ભાવનગરમાં 88 લાખના વોટર રિચાર્જિંગ પ્રોજેક્ટમાં ગેરરીતિના આક્ષેપ
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વિવાદ મામલે આવ્યા મોટા સમાચાર
ભરૂચની ઐતિહાસિક જામા મસ્જિદના વિવાદ મામલે આવ્યા મોટા સમાચાર
અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ
અમદાવાદમાં ટોમેટો કેચઅપના નામે વેચાતા સોસમાં ભેળસેળ
હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા
હવે વિજ્ઞાનજાથાને નિશાને આવી કાળી ચૌદસની કકળાટ કાઢવાની પરંપરા
રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે
રેન ફોરેસ્ટ પ્રવાસીઓને વરસાદ, હરિયાળી અને રોમાંચનો અનોખો અનુભવ કરાવશે
g clip-path="url(#clip0_868_265)">