9 એપ્રિલના મોટા સમાચાર : Vadodara: પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ પાદરાના ચાણસદ ગામમાં નારાયણ સરોવરનું લોકાર્પણ

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 09, 2023 | 10:02 PM

Gujarat Live Updates : આજ 9 એપ્રિલના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

9 એપ્રિલના મોટા સમાચાર : Vadodara: પ્રમુખ સ્વામી મહારાજના જન્મ સ્થળ પાદરાના ચાણસદ ગામમાં નારાયણ સરોવરનું લોકાર્પણ
દિવસભરના મોટા અને મહત્વના સમાચાર

આજે 9 એપ્રિલને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 09 Apr 2023 10:01 PM (IST)

    Gujarat News Live: કર્ણાટકની અંદર ભાજપ એક નાસભાગ મચી ગયેલી જનતા પાર્ટી બની ગઈ છેઃ રણદીપ સુરજેવાલા

    કોંગ્રેસના સાંસદ રણદીપ સુરજેવાલાએ કહ્યું કે કોંગ્રેસે 80% સીટોની જાહેરાત કરી છે. ભાજપમાં મુખ્યમંત્રી પોતાની સીટ માટે લડવા માંગતા નથી, મંત્રીઓ પોતાની સીટ માટે લડવા માંગતા નથી. જો તે કોઈની ટિકિટ કાપે તો ત્યાં નાસભાગ મચી જાય છે. ભાજપ કર્ણાટકની અંદર નાસભાગ જનતા પાર્ટી બની ગઈ છે. આ નાસભાગને ન તો વડાપ્રધાન કે અમિત શાહ નિયંત્રિત કરી શક્યા.

  • 09 Apr 2023 09:44 PM (IST)

    Gujarat News Live: Ahmedabad ક્રાઇમ બ્રાંચે હાથી દાંત વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું, એક મહિલા સહિત ચાર લોકોની ધરપકડ

    અમદાવાદ ક્રાઇમ બ્રાંચે હાથી દાંત વેચવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ ગુનામાં જેમાં ગેરકાયદે રીતે હાથી દાંત વેચતી એક મહિલા સહિત ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરેલા આરોપીઓના નામ પ્રકાશ જૈન, દાઉદ ખોખર, રાવિયા ખોખર અને અનિશ ખોખર છે આ ચારેય આરોપીઓની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે હાથી દાંત સાથે ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે આરોપી પ્રકાશ જૈન એન્ટિક ચીજ વસ્તુઓનું વેચાણ કરી રહ્યો છે અને તેની પાસે એક હાથી દાંત છે. જે વેચવાની ફિરાકમાં છે. જેને આધારે ક્રાઈમ બ્રાન્ચએ તેને ઝડપી લીધો હતો અને આ ગુનામાં સંડોવાયેલ અન્ય ત્રણ આરોપીઓને પણ ઝડપી લીધા છે.

  • 09 Apr 2023 09:40 PM (IST)

    Gujarat News Live: China Radar Base: ચીનની હરકતો પર ચાંપતી નજર રાખી રહ્યું છે ભારત, રાજનાથ સિંહે પીએમઓને ગુપ્ત રિપોર્ટ મોકલ્યો

    China News: પાડોશી દેશ ચીન ભારતની ગતિવિધિઓ પર નજર રાખવા માટે સતત નવી યુક્તિઓ અપનાવી રહ્યું છે. લેટેસ્ટ મામલો ચીનની રડાર સિસ્ટમનો છે. ચીન શ્રીલંકામાં ડોંડારા ખાડીમાં રડાર સિસ્ટમ સ્થાપિત કરવા પર કામ કરી રહ્યું છે. ચીનના આ પગલાથી ભારત સરકાર સતર્ક થઈ ગઈ છે. રક્ષા મંત્રી રાજનાથ સિંહે ભારતીય નૌકાદળની ગુપ્તચર માહિતી સાથે સંબંધિત 12 પાનાનો ગુપ્ત અહેવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલ્યો છે. આ રિપોર્ટમાં ચીનની જાસૂસીને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે.

    રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ચીન ભારતની જાસૂસી કરવા માટે ડોંડારા ખાડીના 45 એકરમાં રડાર બેઝ બનાવવા પર વિચાર કરી રહ્યું છે. આ માટે ચીન ડોંડારા ખાડીને 99 વર્ષની લીઝ પર લેવા માટે શ્રીલંકાની સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે. ડોંડારા ખાડી હમ્બનટોટા બંદર જેવી જ છે.

  • 09 Apr 2023 08:57 PM (IST)

    Gujarat News Live: Mehsana: કહોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 20 બેડ-આઇસોલેશન વોર્ડનું ઉદ્ઘાટન કરાયું, નાગરિકોની સુવિધામાં વધારો

    મહેસાણા ઊંઝા તાલુકાના કહોડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ECRP ફેઝ 2 અંતર્ગત 20 બેડના આઇસોલેશન વોર્ડના ઉદ્ધાટન પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે  આરોગ્યની સુવિધાઓ છેવાડાના માનવીને ઉપલ્બધ થાય તે માટે સરકાર કટિબધ્ધ બની છે. જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે કોવિડ સમય વિવિધ રાજ્યોમાં દેશના આરોગ્યમંત્રીએ ECRP ફેઝ 1 અને 02 અંતર્ગત ભંડોળ આપવામાં આવેલ હતું.જે અંતર્ગત આ નાણાંથી વિવિધ રાજ્યો પોતાના વિસ્તારમાં નવીન સુવિધાઓ ઉભી કરવામાં સક્ષમ બની છે.તેમજ આકસ્મિક સંજોગોમાં આવી સુવિધાઓ નાગરિકોને ઉપયોગી થઇ રહી છે.

    ઓક્સિજન પાઇપલાઇન અને ઓક્સિજન કન્સટ્રટર સજ્જ 20 પથારીના આઇસોલેશન વોર્ડ

    મંત્રીએ ઉમેર્યું હતુ કે ગુજરાતમાં આ યોજના અંતર્ગત 124 કરોડ રૂપિયા મળ્યા હતા જે રાજ્ય સરકારે નાગરિકોની આરોગ્યની સુખ સુવિધા માટે ગ્રાન્ટનો ઉપયોગ કરી આરોગ્યનું સવલતભર્યુ માળખુ ઉભુ કર્યું છે.તેમણે ઉમેર્યું હતું કે કહોડા ગામે ઓક્સિજન પાઇપલાઇન અને ઓક્સિજન કન્સટ્રટર સજ્જ 20 પથારીના આઇસોલેશન વોર્ડનું ઉદ્ધાટન કરાયું છે.

  • 09 Apr 2023 08:42 PM (IST)

    Gujarat News Live: ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પૂર્ણ

    કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક પૂરી થઈ ગઈ છે. લગભગ બે કલાક ચાલેલી આ બેઠકમાં થોડી બેઠકો સિવાય લગભગ તમામ બેઠકો પર ઉમેદવારોના નામની ચર્ચા થઈ હતી. હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અલગ-અલગ બેઠક કરી રહ્યા છે.

  • 09 Apr 2023 08:40 PM (IST)

    Gujarat News Live: અમદાવાદ : લોખંડની ફ્રેમિંગમાં ફેરફાર કરી AMC સ્મશાનમાં કૌભાંડ થયાની આશંકા

    અમદાવાદ : લોખંડની ફ્રેમિંગમાં ફેરફાર કરી AMC સ્મશાનમાં કૌભાંડ થયાની આશંકા

  • 09 Apr 2023 08:18 PM (IST)

    Gujarat News Live: સુરત: માંગરોળના એક ગામમાં 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, સગીરાને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાઈ

    સુરત: માંગરોળના એક ગામમાં 10 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ, સગીરાને સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખસેડાઈ

  • 09 Apr 2023 07:48 PM (IST)

    Gujarat News Live: Surat: લગ્નની લાલચ આપી શિક્ષિકા પાસેથી 17.48 લાખ પડાવી લેનાર નાઈઝેરીયન ગેંગ ઝડપાઈ

    સુરતમાં રહેતી એક શિક્ષિકાને શાદી ડોટ કોમના આધારે સંર્પક કરી ઇન્ડિયા આવી તેની સાથે લગ્ન કરવાની વાત કરી 17.48 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા. દિલ્હી એરપોર્ટ પર લંડન કરન્સીના ડી.ડી. સાથે પકડાયા સાથે એરપોર્ટથી બહાર નીકળવાના અલગ અલગ ચાર્જ પેટે શિક્ષિકા પાસેથી રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા, આ મામલે શિક્ષિકાએ સાયબર સેલમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નાઈઝેરીયન ગેંગને ઝડપી પાડી છે.

    વિવિધ બહાના હેઠળ ટોળકી પડાવતી હતી નાણાં

    સુરતમાં અવાર નવાર લોકો સાથે ઠગાઈની ઘટના બને છે.આ ભેજાબાજોની ગેંગ વિદેશથી ગીફ્ટ આવ્યું છે જેવા વિવિધ બહાના હેઠળ લોકો પાસેથી રૂપિયા પડાવી લીધા હોવાની ઘટના ભૂતકાળમાં પણ સામે આવી ચુકી છે ત્યારે સુરતમાં આવી જ એક ઘટના ફરી બની હતી. જેમાં મહિલા શિક્ષીકા પાસેથી 17.48 લાખ રૂપિયા પડાવી લેવામાં આવ્યા હતા.

  • 09 Apr 2023 07:22 PM (IST)

    Gujarat News Live: Surat: ઉધનામાં આઈસર ચાલકે યુવતીને અડફેટે લેતા ઘટના સ્થળે નીપજ્યું મોત

    બેફામ ટ્રક ચાલકો રસ્તા ઉપર પોતાની મનમાની ચલાવતા હોય તેવા પ્રકારે વાહન ચલાવતા જોવા મળે છે. જેના કારણે મોટા અકસ્માત થવાની ઘટનાઓ પણ સમે આવતી હોય છે આવી જ ઘટના સુરતમાં બની છે જેમાં બાઈક સવાર યુવતીને આઈસર ટેમ્પો ચાલકે અડફેટે લીધી છે. જેમાં આ યુવતીનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું.

    આઈસર ચાલકે મોપેડ પર જતી એક યુવતીને અડફેટે લીધી

    સુરતના ઉધના વિસ્તાર કે જ્યાં 24 કલાક વાહનોની અવરજવર રહેતી હોય છે. ત્યારે આવી જ અકસ્માતની ઘટના ફરી સામે આવતા ચકચાર મચી છે. આ અકસ્માતમાં આઈસર ચાલકે મોપેડ પર જતી એક યુવતીને અડફેટે લેતા યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અક્સ્માતની આ ઘટનાને લઈને ત્યાં લોકોનું ટોળું એકઠું થયું હતું. ઘટનાની જાણ ત્યાંનાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે કરાતા ઉધના પોલીસ ઘટના સ્થળે આવી આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

  • 09 Apr 2023 07:02 PM (IST)

    Gujarat News Live: Ayodhya Visit: રામલલાના દ્વારે એકનાથ શિંદેનું શક્તિ પ્રદર્શન, કહ્યું- વિપક્ષને હિંદુત્વથી એલર્જી છે

    અયોધ્યાઃ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે રામ મંદિરના દર્શન કરવા માટે એક દિવસની મુલાકાતે અયોધ્યા પહોંચ્યા છે. અહીં તેમની સાથે ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને મહારાષ્ટ્ર સરકારના અન્ય કેટલાક મંત્રીઓ ઉપરાંત પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો સહિત લગભગ 3000 શિવસૈનિકો પણ ઉપસ્થિત રહ્યા હતા.વાસ્તવમાં સીએમ તરીકે એકનાથ શિંદે તેમના શિવસેનાના સાંસદો સાથે અયોધ્યા જઈ રહ્યા હતા. અને ધારાસભ્યોની સાથે શક્તિ પ્રદર્શન કરવા પહોંચ્યા હતા. અહીં તેમણે રામલલાના મંદિરમાં પૂજા પણ કરી હતી.

  • 09 Apr 2023 06:47 PM (IST)

    Gujarat News Live: નવસારીના બીલીમોરામાં ગેસ લાઇનમાં આગ લાગતા અફરાતફરી મચી, આગ પર કાબૂ મેળવાયો

    નવસારીના બીલીમોરામાં ગેસની લાઇનમાં આગ લાગતા અફરાતફરી મચી ગઇ  હતી. બીલીનાકા પાસે ખોદકામ દરમ્યાન મુખ્ય ગેસ લાઇનમાં જેસીબી મશીન અથડાઇ જતા આગ લાગી. આ  આગને કારણે નજીકમાં રહેલી ખાણીપીણીની લારી બળીને ખાખ થઇ ગઇ છે.  મામલાની જાણ થતાં બીલીમોરા અને ગણદેવી ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી.

  • 09 Apr 2023 06:09 PM (IST)

    Gujarat News Live: કર્ણાટક ચૂંટણી: PM મોદી CEC મીટિંગ માટે બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા

    કર્ણાટક વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક દિલ્હીમાં યોજાવાની છે. તેમાં ભાગ લેવા માટે વડાપ્રધાન બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, રક્ષા મંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના સીએમ બસવરાજ બોમાઈ, ગૃહ મંત્રી અમિત શાહ અને અન્ય બીજેપી નેતાઓ પાર્ટી હેડક્વાર્ટર પહોંચ્યા છે.

  • 09 Apr 2023 06:06 PM (IST)

    Gujarat News Live: કચ્છ: કંડલા સેઝમાં તપાસ દરમિયાન એક કારમાંથી મળ્યો વિદેશી દારૂ, શંકાસ્પદ કાર ચાલક કાર છોડીને થયો ફરાર

    કચ્છ: કંડલા સેઝમાં તપાસ દરમિયાન એક કારમાંથી મળ્યો વિદેશી દારૂ, શંકાસ્પદ કાર ચાલક કાર છોડીને થયો ફરાર

  • 09 Apr 2023 05:42 PM (IST)

    Gujarat News Live: દાહોદ: એક જ રાતમાં 8 મકાનના તાળા તૂટયા, અક્ષર-1 અને 2માં પાંચ ફ્લેટના તાળા તૂટ્તા ફફડાટ

    દાહોદ: એક જ રાતમાં 8 મકાનના તાળા તૂટયા, અક્ષર-1 અને 2માં પાંચ ફ્લેટના તાળા તૂટ્તા ફફડાટ

  • 09 Apr 2023 05:42 PM (IST)

    Gujarat News Live: તાપીના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા દૂર, અમૃત સરોવર યોજના થકી ખેડૂતો બન્યા સધ્ધર

    તાપીના અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા દૂર, અમૃત સરોવર યોજના થકી ખેડૂતો બન્યા સધ્ધર

  • 09 Apr 2023 05:11 PM (IST)

    Gujarat News Live: વડોદરામાં બે જોડકી બહેનો ગુમ થવા મામલે નવો ખુલાસો, એક યુવતીએ લગ્ન કરી લીધાં

    વડોદરામાંથી બે જોડકી બહેનો ગુમ થવાનો મામલે નવો ખુલાસો સામે આવ્યો છે. જેમાં ગુમ થયેલી બે બહેનોમાંથી એક યુવતીએ ખેડા જિલ્લાના માતર તાલુકાના લીંબાસી ગામમાં લગ્ન કરી લીધા હોવાનું સામે આવ્યું છે. જેમાં યુવતીએ  લીંબાસી ગામમાં માધવ ખડકીમાં રહેતા ધાર્મિક પટેલ નામના યુવક સાથે લગ્ન કર્યાની માહિતી આવી સામે છે. જેમાં બે દિવસ પહેલા યુવતીએ  લીંબાસી પોલીસ મથકે આવી પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાનો જવાબ લખાવ્યો છે.વડોદરાથી ગુમ બંને ટ્વિન્સ બહેનોનો પતો લાગ્યો લાગ્યો છે. જેમાં આ બંને બહેનો ખેડાના લીંબાસીમાં હોવાનું ખૂલ્યું છે. તેમજ બંને બહેનો સલામત છે અને મરજીથી ઘર છોડીને જતી રહી હોવાનું બહાર આવ્યું છે.

  • 09 Apr 2023 04:34 PM (IST)

    Gujarat News Live: Sikh Games: ઓસ્ટ્રેલિયા શીખ ગેમ્સના અવસર પર PM નરેન્દ્ર મોદીનો સંદેશ, કહ્યું- આપણે એકબીજાના મજબૂત સાથીદાર

    ભારત દેશમાં ખાલિસ્તાનના મુદ્દાને ધ્યાનમાં રાખીને માંગ ઉઠતી રહે છે. તાજેતરના દિવસોમાં જ્યારે અમૃતપાલ સિંહ પંજાબમાં પ્રવેશ્યો ત્યારે તેમણે લોકોને ગેરમાર્ગે દોરવાનું શરૂ કર્યું. સમય જતાં, રાજ્ય સરકારે ચેતી અને અમૃતપાલની ધરપકડ કરવા સમગ્ર પંજાબમાં દરોડા પાડવાનું શરૂ કર્યા છે. જોકે તે હજુ સુધી અમૃતપાલ પોલીસના હાથે ઝડપાયો નથી. જ્યારે તપાસ એજન્સીઓએ તપાસ શરૂ કરી તો જાણવા મળ્યું કે તેનું નેટવર્ક ઘણા દેશોમાં ફેલાયેલું છે.

    શીખ ગેમ્સ 2023ને લઈને એક સંદેશ આપ્યો

    આ પછી ખાલિસ્તાનીઓએ અમેરિકા, બ્રિટન, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં ભારે ખળભળાટ મચાવ્યો હતો. મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. દૂતાવાસની ઓફિસોમાં હોબાળો શરૂ થયો. જેના કારણે ભારત અને અન્ય દેશોના સંબંધો પર પણ અસર પડી હતી. હવે પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયન શીખ ગેમ્સ 2023ને લઈને એક સંદેશ આપ્યો છે.

  • 09 Apr 2023 04:09 PM (IST)

    Gujarat News Live: વડોદરાથી ગુમ બંને ટ્વિન્સ બહેનોનો પતો લાગ્યો, ખેડાના લીંબાસીમાં હોવાનું ખૂલ્યું

    વડોદરાના બે દીકરીઓ છેલ્લા 50 દિવસથી ગુમ થવાને લઇને પિતા ચિંતામાં મુકાયા હતા. છેલ્લા 50 દિવસથી ટ્વિન્સ કોલેજિયન યુવતીઓ ગુમ થઈ ગઈ છે. જેની કોઈ ભાળ મળી જ નથી રહી. જો કે આજે 50 દિવસ પછી મીડિયા સમક્ષ પિતાના આવ્યા બાદ આ ટ્વીન્સ છોકરીઓના CCTV સામે આવ્યા છે. જેમાં બંને એક દુકાનમાં અવર-જવર કરતી દેખાઈ રહી છે. બે વખત તેઓ દુકાનની અંદર જતાં દેખાઈ. વડોદરા પોલીસે જુદી-જુદી ટીમ બનાવીને MS યુનિવર્સિટીથી હરણી સુધીના રસ્તા પર આવેલા સંખ્યાબંધ CCTV ફૂટેજ તપાસ્યા છે. જે દુકાનમાં યુવતીઓ દેખાઈ હતી, ત્યાં તેમણે બે હજાર રૂપિયાની લેવડદેવડ કરી હતી.

  • 09 Apr 2023 03:54 PM (IST)

    Gujarat News Live: Gandhinagar: Junior Clerk Exam શાંતિથી પૂર્ણ, આ મહિનાના અંતમાં લેવાઈ શકે છે તલાટીની પરીક્ષા: હસમુખ પટેલ

    આજે રાજ્યમાં જુનિયર કલાર્કની પરીક્ષા પૂર્ણ થતા હસમુખ પટેલે પરીક્ષા સાથે સંકળાયેલા તમામ કર્મચારીઓ, પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ અધિકારીઓનો આભાર માન્યો હતો. સાથે જ તેમણે જણાવ્યું હતું કે જુનિયર કલાર્ક પરીક્ષા પૂર્ણ થયા બાદ હવે 30 એપ્રિલ કે આ મહિનાની અંતમાં જ તંત્ર દ્વારા તલાટીની પરીક્ષા લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે રાજ્યના 17. 50 લાખ ઉમેદવારો તલાટીની પરીક્ષા આપશે. તલાટીની પરીક્ષા માટે હવે 5700 કેન્દ્રોની જરૂર પડશે.

  • 09 Apr 2023 03:48 PM (IST)

    Gujarat News Live: Bharuch: શ્વાનના ટાળાએ હુમલો કરતા વૃદ્ધ ગંભીર રીતે ઈજાગ્રસ્ત, હોસ્પિટલમાં પણ જોવા મળ્યા શ્વાન

    શ્વાનના આતંકના દ્રશ્યો કોઈ ગામ કે શહેરમાંથી રોજ સામે આવે છે. અંકલેશ્વરના કોસમડી ગામે મોડા ફળિયામાં 70 વર્ષીય વૃદ્ધ પર શ્વાનના ટોળાએ હુમલો કર્યો હતો. આ વૃદ્ધ પાલતુ શ્વાનને લઈને જતા હતા. ત્યારે શેરીમાં રખડતા શ્વાનના ટોળાથી પાલતુ શ્વાનને બચાવવા દરમિયાન ઈજાગ્રસ્ત થયા હતા. વૃદ્ધ અમરસંગ વસાવાને શેરીના શ્વાને મોઢા પર, ખભે તથા હાથે બચકાં ભર્યાં હતા, ગંભીર રીતે ઈજાગ્રસ્ત થવાથી વૃદ્ધને સારવાર માટે અંકલેશ્વરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

  • 09 Apr 2023 03:28 PM (IST)

    Gujarat News Live: ભરૂચ: નહેરમાં બે લોકો ડૂબ્યા, અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે બની ઘટના

    ભરૂચ: નહેરમાં બે લોકો ડૂબ્યા, અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે બની ઘટના

  • 09 Apr 2023 03:17 PM (IST)

    Gujarat News Live: Venkatesh Iyerએ અમદાવાદના માણેક ચોકમાં ગુજરાતી ડિશ, ગોટાળા ઢોંસા, Jamun Shotsનો આનંદ લીધો

    અમદાવાદની નાઈટ લાઈફની ઓળખ ગણાતા માણેક ચોકમાં સ્વાદના શોખીનો અડધી રાતે પણ પહોંચી જાય છે. માણેક ચોક અમદાવાદીઓનું ફેવરિટ સ્ટ્રીટ ફુડકોટ છે. જ્યાં રાત પડતાની સાથે ચટાકેદાર ફુડ માણવા પહોંચી જાય છે, દિવસ દરમિયાન સોના-ચાંદીની દુકાનોથી ધમધમતા માણેક ચોકમાં રાત પડતાં જ ખાણીપીણી બજાર શરૂ થઈ જાય છે. કોલકત્તા નાઈટ રાઈડર્સનો ખેલાડી વેંકટેશ અય્યર પણ માણેક ચોક ખાતે સ્ટ્રીટ ફુડનો આનંદ લેવા અડધી રાત્રે પહોંચ્યો હતો.

  • 09 Apr 2023 02:46 PM (IST)

    Gujarat News Live: અમદાવાદનું એક એવું બિલ્ડીંગ જેમાં 45 ડિગ્રી ગરમીમાં પણ 25 ડિગ્રીનો થશે અહેસાસ

    અમદાવાદમાં નવરંગપુરા વિસ્તારમાં સૌ પ્રથમ વાર જૈન કોમ્યુનિટી દ્વારા કોમન હોસ્ટેલનું નિર્માણ કરાયું છે. જેમાં રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા ઉદઘાટન કરવામાં આવ્યું છે. જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન દ્વારા અમદાવાદ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા  વાઇફાઇ અને યુનિક ડિઝાઇન વાળી હોસ્ટેલ બનાવામાં આવી છે. આ હોસ્ટેલ નું સ્ટ્રકચર 45 ડિગ્રી ગરમીમાં 25 ડિગ્રીનો અનુભવ કરાવશે તેવી રીતે ડબલ લેયરમાં સમગ્ર સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે.

  • 09 Apr 2023 02:25 PM (IST)

    Gujarat News Live: સાબરકાંઠાના ઈડરના લાલપુરની સહકારી મંડળીના સેક્રેટરીએ કરી લાખોની ઉચાપત, અપરાધી સામે નોંધાઈ ફરિયાદ

    સાબરકાંઠાના ઈડરની લાલપુર સહકારી મંડળના સેક્રેટરી સામે 39 લાખની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. 88 સભાસદોની થાપણના 1.3 કરોડ પૈકી 39 લાખ સેક્રેટરીએ અંગત કામમાં વાપરી દીધા હતા. ઓડિટ દરમિયાન સપ્ટેમ્બર-2022થી જાન્યુઆરી 2023ના ગાળામાં ઉચાપત થયુ હોવાનું સામે આવ્યું છે. જે બાદ લાલપુરની સહકારી મંડળીના સેક્રેટરી શિવાભાઈ પટેલ સામે ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે તમામ મામલાની તપાસ હાથ ધરી છે.

  • 09 Apr 2023 01:57 PM (IST)

    Gujarat News Live : આંદામાન-નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 4.9 માપવામાં આવી

    આંદામાન-નિકોબારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપના આંચકાની તીવ્રતા 4.9 માપવામાં આવી છે. જો કે જાનમાલને નુકસાનના હાલમાં કોઈ સમાચાર સામે આવ્યા નથી.

  • 09 Apr 2023 11:17 AM (IST)

    Gujarat News Live : મહારાષ્ટ્રના CMની અયોધ્યા મુલાકાત પર સંજય રાઉતે કહ્યું, ‘ભાજપ દેશદ્રોહીઓની આંગળી પકડીને ચાલે છે’

    મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદેની અયોધ્યા મુલાકાતને લઈને રાજ્યસભાના સાંસદ અને ઉદ્ધવ ઠાકરે જૂથના નેતા સંજય રાઉતનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, હું પણ ઘણી વખત અયોધ્યા ગયો છું પરંતુ બાબરી મસ્જિદનો બનાવ થયો ત્યારે ભાજપ અમારી સાથે ના આવ્યુ, પછી તેઓ ભાગ્યા અને હવે દેશદ્રોહીઓની આંગળી પકડીને જઈ રહ્યા છે. આવા લોકોને ભગવાન શ્રી રામની કૃપા નથી મળતી.

  • 09 Apr 2023 10:36 AM (IST)

    Gujarat News Live : દેશમાં કોરોનાના 5357 નવા કેસ

    દેશમાં કોરોનાના 5357 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં સામે આવેલ કોરોનાના નવા કેસની સંખ્યા બાદ, સક્રિય કેસની સંખ્યા વધીને 32814 થઈ ગઈ છે. નવા આંકડા ગઈકાલના આંકડા કરતા ઓછા છે.

  • 09 Apr 2023 09:31 AM (IST)

    Gujarat News Live : જમ્મુ-કાશ્મીરમા ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ, પૂંછમાં LoC પરથી ઘૂસણખોરી કરતા આતંકીઓ પર જવાનોએ કર્યો ગોળીબાર

    સેનાના જવાનોએ રવિવારે સવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછ જિલ્લામાં નિયંત્રણ રેખા (એલઓસી) પરથી આતંકવાદીઓની ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો. અધિકારીઓએ આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે શાહપુર સેક્ટરમાં ઘૂસણખોરીની કોશિશને નિષ્ફળ બનાવી દેવામાં આવી હતી. જ્યારે એલઓસીની રક્ષા કરતા સૈન્યના જવાનોએ આતંકવાદીઓને ભારતીય બાજુમાં ઘૂસવાનો પ્રયાસ કરતા જોયા અને તેમના પર ગોળીબાર કર્યો.

Published On - Apr 09,2023 9:30 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">