Gujarati Video: સુરતમાં છેતરપિંડી આચરનારા કે.એસ. ડિજિટલ ગ્રૂપની ઓફિસમાં લોકોએ તોડફોડ કરી રોષ વ્યક્ત કર્યો
સુરતની કે.એસ.ડિજિટલ ગ્રુપે સ્કીમ બહાર પાડી હતી કે 7 હજાર રૂપિયા ભરો અને અનાજની કીટ લઈ જાઓ. હજારો લોકોએ કંપની પર વિશ્વાસ કરીને 7 હજાર રૂપિયા ભર્યા હતા. પરંતુ કંપનીએ લોકો પાસેથી કીટના નામે નાણા પડાવી લીધા હતા. જેને પગલે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
સુરતમાં છેતરપિંડી આચરનારા કે.એસ. ડિજિટલ ગ્રૂપની ઓફિસમાં લોકોએ તોડફોડ કરી છે. લોકોએ પથ્થર વડે ઓફિસનું શટર તોડીને રોષ વ્યક્ત કર્યો છે. મહત્વનું છે કે સુરતની કે.એસ.ડિજિટલ ગ્રુપે સ્કીમ બહાર પાડી હતી કે 7 હજાર રૂપિયા ભરો અને અનાજની કીટ લઈ જાઓ. હજારો લોકોએ કંપની પર વિશ્વાસ કરીને 7 હજાર રૂપિયા ભર્યા હતા. પરંતુ કંપનીએ લોકો પાસેથી કીટના નામે નાણા પડાવી લીધા હતા. જેને પગલે લોકોમાં ભારે રોષ વ્યાપ્યો છે.
આ પણ વાંચો : Surat માં જુનિયર ક્લાર્કની પરીક્ષાને લઇને તંત્ર સજ્જ, 187 સેન્ટરો પર 63750 ઉમેદવારો પરીક્ષા આપશે
સુરતમાં ગોલ્ડ લોનના નામે લોકો સાથે ઠગાઈ
તો બીજી બાજુ સુરતમાં ગોલ્ડ લોનના નામે લોકો સાથે ઠગાઈ આચરવાની ઘટના સામે આવી છે. પ્રાઇવેટ ફાઈનાન્સર દ્વારા ગોલ્ડ લોનના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. સુરતના 700 જેટલા લોકો સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે. ફાઈનાન્સરે લોકોના દાગીના વડે અન્ય બેંકમાં ધિરાણ લઇ ઠગાઇ આચરી હોવાનું સામે આવી રહ્યુ છે. પિડીત લોકોએ પોદાર આર્કેડ ખાતે આવેલી ફાઈનાન્સરની ઓફિસને ઘેરીને ધરણાં અને પ્રદર્શન કર્યુ હતું. પોલીસ ફાઇનાન્સર વિરુદ્ધ ફરિયાદ ન નોધી હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…