Accident: જયપુર ગયેલા ગુજરાતના યુવાનોને હાઈવે પર નડ્યો અકસ્માત, બે ના મોત એકની હાલત ગંભીર
ડુંગરપુર: નેશનલ હાઈવે 48 પર અમઝરા પાસે જયપુરથી અમરેલી જઈ રહેલી કારને અજાણ્યા વાહને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં કારમાં સવાર બે યુવકોના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે પાછળ સૂતેલા એક યુવકને ઈજા થઈ હતી. આ સમગ્ર બાબતે પોલીસે તપાસ શરૂ કરી છે.
ડુંગરપુર જિલ્લાના બિચીવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નેશનલ હાઈવે 48 પર અમઝરા પાસે એક અજાણ્યા વાહને કારને ટક્કર મારી. આ અકસ્માતમાં કારમાં સવાર ગુજરતના બે યુવકોના કરૂણ મોત નિપજ્યા હતા. જ્યારે પાછળ સૂતેલા એક યુવકને સામાન્ય ઈજા થઈ હતી.
મૃત્યુ પામેલા લોકોને શબઘરમાં રખાયા
ઘટનામાં પોલીસે ઘાયલ થયેલા હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જ્યારે મૃતકોના મૃતદેહોને જિલ્લા હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યા છે. મહત્વનું છે કે, મૃત્યુ પામેલા વ્યક્તિ ગુજરતના રહેવાસી હોવાનું સામે આવતા પોલીસે તેમના સ્વજનોને જાણ કરવામાં આવી હતી. પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહ સ્વજનોને સોંપાયા હતા.
નેશનલ હાઈવે 48 પર થયો હતો અકસ્માત
ડુંગરપુર જિલ્લાના બિચીવાડા પોલીસ સ્ટેશનના સ્ટેશન ઓફિસર અનિલ દેવલે જણાવ્યું કે અમઝરા પાસે નેશનલ હાઈવે 48 પર એક ભયાનક અકસ્માત થયો હતો. ગુજરાતના અમરેલીમાં રહેતા પ્રતિક પુત્ર મનસુખ ભાઈ, કિશોર પુત્ર મધુભાઈ વડાલીયા અને રજનીશ પુત્ર ભીખા સોલંકી, ભોજલપુર કેરીયા રોડ તુલસી સોસાયટી અમરેલીમાં રહેતા આ ત્રણેય ઈસમો બે દિવસ પહેલા ગુજરાતથી જયપુર કામ અર્થે ગયા હતા.
અજાણ્યા વાહને કારને મારી હતી ટક્કર
બુધવારે સાંજે જયપુરથી અમરેલી પરત જવા નીકળ્યો ત્યારે ગુરુવારે સવારના સમયે કાર લઈને બિચીવાડા પહોંચ્યા હતા. નેશનલ હાઈવે 48 પર અમઝરા નજીક પહોંચતા જ કોઈ અજાણ્યા વાહને કારને ટક્કર મારી હતી. અકસ્માતમાં તમામના હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેને લઈ સારવાર માટે તમામને ડુંગરપુર જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો : 5 Gના જમાનામાં નેટવર્કનો અભાવ, આ ગામના લોકો મોબાઇલના ઉપયોગ માટે જીવના જોખમે પાણીની ટાંકી પર ચઢે છે !
કારની પાછળના ભાગે સૂતેલા ઈસમનો આબાદ બચાવ
હોસ્પિટલ પહોંચતા ફરજ પર હાજર ડોક્ટરે તપાસ બાદ પ્રતીકભાઈ અને કિશોરભાઈ વડાલીયાને મૃત જાહેર કર્યા હતા. મહત્વનું છે કે, રજનીશ સોલંકી કારની પાછળના ભાગે સૂતો હતો. જેના કારણે તેને વધુ ઈજાઓ થઈ ન હતી. મૃતદેહને ડુંગરપુર હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ બંનેના મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યા છે. હાલ પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. આવી ઘટના બુંદેલખંડ એક્સપ્રેસ વે પર પણ સર્જાઇ હતી જે અકસ્માતમાં પ્રવાસી બસ ટ્રક સાથે અથડાતાં ડ્રાઈવરનું મોતપણ નીપજ્યું હતું.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…