5 માર્ચના મહત્વના સમાચારઃ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરનું ઈમેલ એકાઉન્ટ હેક થયું

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 06, 2024 | 12:02 AM

આજે 5 માર્ચને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

5 માર્ચના મહત્વના સમાચારઃ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરનું ઈમેલ એકાઉન્ટ હેક થયું

જમ્મૂ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ડોડામાં રિક્ટર પર તેની તીવ્રતા 3.2ની નોંધવામાં આવી છે. જે.પી.નડ્ડાએ હિમાચલની રાજ્યસભા સીટ પરથી રાજીનામું આપ્યુ, હાલ તે ગુજરાતથી સાંસદ બનેલા રહેશે. કેન્દ્રીય ગૃહપ્રધાન આજે મહારાષ્ટ્ર પ્રવાસે છે. તેઓ મોડી રાત્રે ઔરંગાબાદના છત્રપતિ સંભાજી નગર એરપોર્ટ પર પહોંચ્યા હતા. દેશ દુનિયાના મહત્વના સમાચાર વાંચો અહીં.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Mar 2024 11:51 PM (IST)

    અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મિત્રે જ મિત્રની કરી હત્યા

    અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં યુવકની હત્યા થઈ છે. મિત્રએ જ મિત્રની હત્યા કરી હોવાની વિગત સામે આવી છે. કોઈક કારણોસર આરોપીએ તેના મિત્ર જગદીશ સોલંકીની ચપ્પાના ઘા મારીને કરપીણ હત્યા કરી હતી.

  • 05 Mar 2024 11:20 PM (IST)

    મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરનું ઈમેલ એકાઉન્ટ હેક થયું

    મહારાષ્ટ્ર એસેમ્બલી સ્પીકર રાહુલ નાર્વેકરનું ઈમેલ એકાઉન્ટ હેક થઈ ગયું છે અને રાજ્યના ગવર્નર ઓફિસને ઈમેલ મોકલવામાં આવ્યો છે. પોલીસે મંગળવારે આ જાણકારી આપી. હેકિંગનો મામલો સામે આવ્યા બાદ અહીં મરીન ડ્રાઈવ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે એવું જાણવા મળ્યું છે કે એકાઉન્ટ હેક થયા બાદ મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસના કાર્યાલયને એક ઈમેલ મોકલવામાં આવ્યો હતો.

  • 05 Mar 2024 10:14 PM (IST)

    મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક કંપનીમાં લાગી ભીષણ આગ

    મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં એક કંપનીમાં ભીષણ આગ લાગી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, પાલઘર જિલ્લાના તારાપુર MIDC વિસ્તારમાં એક કંપનીમાં ભીષણ આગ લાગી હતી. આ સમાચાર લખાય છે ત્યારે આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે. આગ લાગવાનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.

  • 05 Mar 2024 09:56 PM (IST)

    ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ડાઉન, લોકોના એકાઉન્ટ્સ આપોઆપ લૉગ આઉટ થઈ ગયા

    ફેસબુક, ઇન્સ્ટાગ્રામ મેસેન્જર અને ફેસબુક મેસેન્જર ચલાવવામાં લોકોને ભારે સમસ્યા થઈ રહી છે. લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram અને Facebook બંનેના વપરાશકર્તાઓના એકાઉન્ટ્સ આપોઆપ લોગ આઉટ થઈ ગયા છે. Instagram અને Facebook ના વપરાશકર્તાઓ વિવિધ પ્રકારની સમસ્યાઓનો ભારે સામનો કરી રહ્યા છે.

  • 05 Mar 2024 08:07 PM (IST)

    આસામ પોલીસ રાહુલ ગાંધીને સમન્સ પાઠવશે- હિમંતા બિસ્વા સરમા

    આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ મંગળવારે કહ્યું કે, ગુવાહાટીમાં ભારત જોડો ન્યાય યાત્રા દરમિયાન થયેલી હિંસા અંગે રાજ્ય પોલીસ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સમન્સ પાઠવશે. શર્માએ કહ્યું કે પોલીસ લોકસભા ચૂંટણી પછી નોટિસ મોકલશે અને રાહુલ ગાંધીએ રૂબરુ પોલીસ સમક્ષ હાજર થવું પડશે.

  • 05 Mar 2024 07:16 PM (IST)

    BTP સુપ્રીમો મહેશ વસાવા 11 માર્ચે ભાજપામાં જોડાઈ શકે છે

    ભાજપમાં જોડાતા પૂર્વે, BTP સુપ્રીમો મહેશ વસાવા ભરૂચના સાંસદ મનસુખ વસાવા સહિત અગ્રણીઓની શુભેચ્છા મુલાકાત કરી હતી. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતી સિંહ અટોદરિયા અને સહકારી આગેવાન અને નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલે મહેશ વસાવાને આવકાર્યા હતા. સૂત્રોના જણાવ્યાનુંસાર, આગામી 11 માર્ચે કમલમ ખાતે ભવ્ય કાર્યક્રમમાં મહેશ વસાવા કેસરિયો ખેસ ધારણ કરી શકે છે. BTP નું ભાજપમાં વિલીનીકરણ થઈ શકે છે.

  • 05 Mar 2024 06:13 PM (IST)

    INDI ગઠબંધનમાં જોડાયેલા તમામ પક્ષો વંશવાદી છે : અમિત શાહ

    જલગાંવમાં આયોજિત યુવા સંમેલનમાં યુવાનોને સંબોધિત કરતી વખતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, INDI ગઠબંધનમાં તમામ વંશવાદી પક્ષો છે. શું આ વંશવાદી પક્ષો, દેશનો વિકાસ કરી શકશે? તેમણે કહ્યું કે સોનિયા ગાંધીએ રાહુલ ગાંધીને પીએમ બનાવવાના છે. ઉદ્ધવે પોતાના પુત્ર આદિત્યને મુખ્યમંત્રી બનાવવાના છે. જ્યારે શરદ પવારે સુપ્રિયાને મુખ્યમંત્રી બનાવવા છે. આ ચૂંટણી યુવાનોની ચૂંટણી છે. શાહે કહ્યું કે યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે ભાજપને મત આપો.

  • 05 Mar 2024 05:27 PM (IST)

    યોગી કેબિનેટનું વિસ્તરણ, મંત્રી મંડળમા નવા ચારનો સમાવેશ

    ઉત્તર પ્રદેશમાં યોગી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આનંદી બેન પટેલે, સુહેલદેવ ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓપી રાજભરને શપથ લેવડાવ્યા હતા. આ સિવાય બીજેપી એમએલસી દારા સિંહ ચૌહાણે પણ મંત્રી પદના શપથ લીધા છે. યોગી કેબિનેટમાં શપથ લેનારા ત્રીજા ધારાસભ્યનું નામ અનિલ કુમાર છે, જેઓ રાષ્ટ્રીય લોકદળ તરફથી પુરકાજી બેઠક પરથી ચૂંટાયા હતા. સાહિબાબાદના ધારાસભ્ય સુનીલ શર્માએ પણ મંત્રી પદના શપથ લીધા છે.

  • 05 Mar 2024 05:17 PM (IST)

    શિરોમણી અકાલી દળ અને અકાલી દળ યુનાઈટેડનું થયું વિલિનીકરણ

    લોકસભા ચૂંટણી પહેલા પંજાબના રાજકારણમાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. શિરોમણી અકાલી દળ અને અકાલી દળ યુનાઈટેડ એકસાથે આવી ગયા છે. શિરોમણી અકાલી દળ યુનાઈટેડના પ્રમુખ સુખદેવ સિંહ ઢીંડસાએ પોતાની પાર્ટીને અકાલી દળમાં વિલીન કરી દીધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે સુખદેવ સિંહ ઢીંડસા પૂર્વ કેન્દ્રીય મંત્રી છે. સુખબીર બાદલથી નારાજ થઈને તેમણે અકાલી દળથી અલગ થઈને પોતાની પાર્ટી બનાવી હતી અને ભાજપ સાથે ગઠબંધન પણ કર્યું હતું.

  • 05 Mar 2024 04:43 PM (IST)

    MLA ગેનીબેન ઠાકોરનો બળાપો, કહ્યું-કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાનારા સ્વાર્થી

    ભાજપમાં જોડાયેલા કોંગ્રેસના નેતાઓને સ્વાર્થી હોવાનું ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે ગણાવ્યુ છે. તેઓએ કહ્યુ હતુ. ગેનીબેને કહ્યુ હતુ કે, સ્વાર્થી લોકો ભાજપમાં જોડાય છે. કોંગ્રેસનું પલ્લું ભારે થશે, ત્યારે તેઓ આ બાજુ આવશે એવુ નિવેદન પણ કર્યુ હતુ. સામ, દામ, દંડ અને ભેદની નીતિથી વશ થઈને ધારાસભ્ય અને આગેવાનો ભાજપમાં જોડાતા હોવાનું પણ ગણાવ્યુ હતુ.

  • 05 Mar 2024 03:19 PM (IST)

    મોદીજી ઈચ્છે છે કે તમે જય શ્રી રામ બોલો અને ભૂખે મરો..ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીના PM પર પ્રહાર

    કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા મંગળવારે મધ્યપ્રદેશના શાજાપુર જિલ્લા મુખ્યાલય પહોંચી હતી. 14 જાન્યુઆરી 2024થી શરૂ થયેલી રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા દેશના ખૂણે-ખૂણે પહોંચી રહી છે. મધ્યપ્રદેશની મુલાકાત દરમિયાન રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં રામ મંદિર અને ભાજપ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે મોદીજી ઈચ્છે છે કે તમે જય શ્રી રામ બોલો અને ભૂખે મરો.

  • 05 Mar 2024 02:33 PM (IST)

    જસ્ટિસ અભિજીત ગાંગુલી 7 માર્ચે ભાજપમાં જોડાશે

    કોલકાતાના જસ્ટિસ અભિજીત ગંગોપાધ્યાય 7 માર્ચે ભાજપમાં જોડાઈ શકે છે.

  • 05 Mar 2024 02:03 PM (IST)

    વારાણસીથી કોંગ્રેસના પૂર્વ સાંસદ રાજેશ કુમાર મિશ્રા ભાજપમાં જોડાયા

    વારાણસીથી કોંગ્રેસના પૂર્વ સાંસદ રાજેશ કુમાર મિશ્રા ભાજપમાં જોડાયા

  • 05 Mar 2024 01:13 PM (IST)

    દેશનો દરેક યુવક મોદીનો પરિવાર છે તેલંગાણામાં બોલ્યાં PM મોદી

    તેલંગાણામાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે કરોડો લોકો તેમને પરિવારનો સભ્ય માને છે. તેમણે કહ્યું કે દેશનો દરેક યુવક મોદીનો પરિવાર છે. દેશવાસીઓ કહી રહ્યા છે કે હું મોદીનો પરિવાર છું. પીએમ મોદીએ કહ્યું કે દેશના તમામ પુત્ર-પુત્રીઓ મોદીનો પરિવાર છે. તેમણે કહ્યું કે મોદીએ પોતાના માટે ઘર પણ નથી બનાવ્યું. તેઓ પરિવારો બનાવી રહ્યા છે અને અમે દેશો બનાવી રહ્યા છીએ.

  • 05 Mar 2024 12:28 PM (IST)

    અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેર જોડાયા ભાજપમાં, સી આર પાટીલના હસ્તે કર્યા કેસરિયા

    લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે.

  • 05 Mar 2024 12:24 PM (IST)

    જામનગરના આહિર અગ્રણી મૂળુભાઈ કંડોરીયા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે

    • જામનગરના વધુ એક આહિર અગ્રણી છોડશે કોંગ્રેસની ડૂબતી નાવ
    • આહિર અગ્રણી મુળુભાઇ કંડોરીયા ભાજપમાં જોડાશે
    • ગત લોકસભાની ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર અને દ્વારકા કલ્યાણપુર પંથકના આહિર અગ્રણી મુળુભાઈ કંડોરીયા કરશે ભાજપમાં પ્રવેશ
    • મૂળુભાઈ કંડોરીયા કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી ચૂક્યા છે
    • મુળુભાઈના ભાજપમાં જોડાવાથી પુનમબેન માડમને આગામી લોકસભામાં ભારે ફાયદો થશે
  • 05 Mar 2024 11:42 AM (IST)

    રામ મંદિરને અશુદ્ધ ગણાવતા TMC MLA સામે ફરિયાદ દાખલ

    ટીએમસી ધારાસભ્ય રામેન્દુ સિંહા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. રામ મંદિરને લઈને વિવાદાસ્પદ નિવેદન આપવા બદલ તેમની વિરુદ્ધ આરામબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, રામ મંદિર અપવિત્ર સ્થળ છે. અહીં કોઈ હિન્દુએ પૂજા કરવી જોઈએ નહીં.

  • 05 Mar 2024 10:34 AM (IST)

    યુપી પોલીસ ભરતી પેપર લીક કેસમાં મોટી કાર્યવાહી, અધ્યક્ષને હટાવાયા

    યુપી પોલીસ ભરતી પેપર લીક મામલામાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રિક્રુટમેન્ટ બોર્ડના ચેરપર્સન રેણુકા મિશ્રાને હટાવવામાં આવ્યા છે. રાજીવ કૃષ્ણને નવી જવાબદારી સોંપવામાં આવી છે.

  • 05 Mar 2024 10:32 AM (IST)

    પાકિસ્તાનના વડાપ્રધાન બન્યા શહબાઝ શરીફ, પીએમ મોદીએ પાઠવી શુભેચ્છા

    પીએમ નરેન્દ્ર મોદીએ શહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા છે.

  • 05 Mar 2024 10:09 AM (IST)

    પીએમ મોદીએ શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન બનવા પર અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને કહ્યું કે, હું શાહબાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લેવા બદલ અભિનંદન આપું છું. તમને જણાવી દઈએ કે શાહબાઝ શરીફે સોમવારે બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.

  • 05 Mar 2024 09:48 AM (IST)

    Junagadh: આજથી ભવનાથમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ, 8 માર્ચ સુધી જામશે મેળાનો માહોલ

    દર વર્ષે મહા વદ નોમથી તેરસ સુધી આ મેળાનુ આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ભવનાથમાં પરંપરા મુજબ મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે. 5 માર્ચથી 8 માર્ચ સુધી ચાલનારા આ મેળામાં આવતા ભાવિકોને કોઈ જાતની અગવડ ન પડે તે માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

  • 05 Mar 2024 08:14 AM (IST)

    ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક

    1. ગાંધીનગર: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળશે કેબિનેટ બેઠક
    2. સવારે 10 વાગે મળશે કેબિનેટ બેઠક
    3. કમોસમી વરસાદ બાદ કૃષિમાં થયેલા નુકશાન પર થશે સમીક્ષા
    4. પીએમ મોદીના ગુજરાત પ્રવાસ પર થશે ચર્ચા
    5. પીએમ મોદીના 12 માર્ચના પ્રવાસ પહેલા થશે સમિક્ષા
    6. રાજ્યમાં બજેટના ઝડપી અમલીકરણ પર થશે ચર્ચા
    7. ધોરણ ૧૦-૧૨ બોર્ડની પરિક્ષા બાબતે થશે ચર્ચા
    8. રાજ્ય સરકારના આગામી આયોજનો અને નીતિવિષયક બાબતો પર થશે ચર્ચા
  • 05 Mar 2024 07:28 AM (IST)

    વડાપ્રધાન મોદી આજે સાંગારેડીમાં વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર તેલંગાણાની મુલાકાત લેશે. પીએમ આજે સાંગારેડીમાં રૂ. 9021 કરોડના અનેક વિકાસ કાર્યોનો શિલાન્યાસ કરશે અને ત્યાર બાદ તેઓ એક વિશાળ જનસભાને સંબોધિત કરશે.

  • 05 Mar 2024 07:18 AM (IST)

    જમ્મૂ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા, 3.2ની તીવ્રતા નોંધાઈ

    જમ્મૂ કાશ્મીરમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી મુજબ ડોડામાં રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.2 નોંધાઈ છે.

Published On - Mar 05,2024 7:17 AM

Follow Us:
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
થલતેજ ચાર રસ્તા પાસે આવેલી ટાઈટેનિક સ્ક્વેરમાં ભીષણ આગ
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
આ રાશિના જાતકોને આજે વેપારમાં લાભના સંકેત
ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડીના કહેર વચ્ચે કમોસમી વરસાદની આગાહી
ઝઘડિયામાં પાશવી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ 8 દિવસને અંતે તોડ્યો દમ
ઝઘડિયામાં પાશવી દુષ્કર્મનો ભોગ બનેલી બાળકીએ 8 દિવસને અંતે તોડ્યો દમ
રાજકોટમાં અશાંતધારાના અમલ અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
રાજકોટમાં અશાંતધારાના અમલ અંગે તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત
ભાવગરમાં બેફામ ડમ્પરની ટક્કરે 10 દિવસમાં 11 લોકોના મોત
"ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવા બનાવી PMJAY ની નવી SOP? "
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
ગુજરાત આરોગ્ય વિભાગે કરી 'સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટ'ની રચના
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
Surat : વેસુમાં બાળકી પર દુષ્કર્મનો પ્રયાસ કરનાર નરાધમની ધરપકડ
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
વ્યાજખોરે બાળકીને વેચી હોવાની ઘટનામાં ખુલાસો, પિતાએ કર્યો હતો સોદો
g clip-path="url(#clip0_868_265)">