AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

31 જુલાઈના મહત્વના સમાચાર : સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધીને 131.85 મીટરે પહોંચી, 10 દરવાજા ખોલાયા, 27 ગામને કરાયા એલર્ટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2025 | 9:53 PM
Share

આજે 31 જુલાઈને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

31 જુલાઈના મહત્વના સમાચાર : સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધીને 131.85 મીટરે પહોંચી, 10 દરવાજા ખોલાયા, 27 ગામને કરાયા એલર્ટ

આજે 31 જુલાઈને  ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 31 Jul 2025 09:25 PM (IST)

    સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધીને 131.85 મીટરે પહોંચી, 10 દરવાજા ખોલાયા, 27 ગામને કરાયા એલર્ટ

    સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી વધીને 131.85 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમના કુલ 10 દરવાજા ખોલવામાં આવ્યા છે. હેઠવાસમાં આવેલ નર્મદા કાંઠાના  27 ગામને  એલર્ટ કરાયા છે. હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં, ઉપરવાસમાંથી 3,67,854 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમના ખોલવામાં આવેલા 10 દરવાજા અને રિવરબેડ પાવર હાઉસ – કેનાલ હેડ પાવર હાઉસમાં પાણીની કુલ જાવક 1,42,621 ક્યુસેક છે. નર્મદા ડેમની જળ સપાટી છેલ્લા બે કલાકમાં મીટર વધીને 131.85 મીટરે પહોંચી છે. સરદાર સરોવર નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.

  • 31 Jul 2025 09:18 PM (IST)

    યાત્રાધામ સોમનાથને વધુ ટ્રેન ફાળવવા-અન્ય શહેરોથી રેલમાર્ગે જોડવા રેલવે પ્રધાનને રજૂઆત

    જૂનાગઢ અને ગીર સોમનાથના સાંસદ રાજેશ ચુડાસમાએ, રેલવે મંત્રી અશ્વિની કુમાર સાથે મુલાકાત કરીને સોમનાથ સાથે  જોડતી અન્ય શહેરની ટ્રેનો વધારવા રજૂઆત કરી હતી. સાંસદ રાજેશ ચુડાસમાએ રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવને  ઊના-રાજુલા-અમરેલી નવી રેલ લાઇન કરવા, સોમનાથ-રાજકોટ રેલ માર્ગનું ડબલ લાઇન વિસ્તરણ કરવા, સોમનાથ-દ્વારકા વચ્ચે નવી ટ્રેન તથા લાંબા અંતરની સોમનાથ-વારાણસી, સોમનાથ- રામેશ્વરમ અને સોમનાથ- હરિદ્વાર વચ્ચે નવી ટ્રેનો શરૂ કરવાની રજૂઆત કરી હતી.  જૂનાગઢ શહેરમાં રહેલા ફાટકોની સમસ્યાના નિવારણ અને ટ્રાફિક સુગમતા માટે જરૂરી પગલાં અંગે પણ ચર્ચા કરી. રેલ સેવા વધારવાના પ્રસ્તાવો સૌરાષ્ટ્રમાં આર્થિક પ્રવૃત્તિઓ, રોજગારી, તીર્થયાત્રા અને વેપારને નવી ગતિ આપશે તેવા ઉદેશથી સાંસદે રજૂઆત કરી હતી.

  • 31 Jul 2025 09:14 PM (IST)

    ખેડા એલસીબીનો પોલીસ કોન્સ્ટેબલ 25,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો

    ખેડા એલસીબીનો પોલીસ કોન્સ્ટેબલ 25,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો છે. ખેડા એલ.સી.બી.માં ફરજ બજાવતો પોલીસ કોન્સ્ટેબલ હિરેનકુમાર જયંતિભાઈ પટેલને રૂપિયા 25,000 ની લાંચ લેતાએસીબીએ રંગે હાથ ઝડપી પાડ્યો છે. લાંચિયા પોલીસ કોન્સ્ટેબલ ફરિયાદી પરિવારના સભ્યો વિરુદ્ધ દેશી દારૂનો ખોટો કેસ કરવાની ધમકી આપી હતી, અને આ કેસ ના કરવા માટે 25,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી. ACB દ્વારા ગુતાલમાં આવેલા ફરિયાદીના ઘરે, ઇન્દિરાનગર ખાતે છટકું ગોઠવી લાંચિયા પોલીસ કોન્સ્ટેબલને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

  • 31 Jul 2025 06:15 PM (IST)

    જમ્મુ કાશ્મીર પ્રવાસીઓ માટે સલામત હોવાનુ ઓમર અબ્દુલાનું નિવેદન

    જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્ર માટે છેલ્લા 35-40 વર્ષથી મહારાષ્ટ્ર, ગુજરાત અને પશ્ચિમ બંગાળ મહત્વના છે. જમ્મુ કાશ્મીરમાં પ્રવાસન ક્ષેત્રને વઘુ વેગ મળે તેવા સરકારના પ્રયાસ હોવાનું ઓમર અબ્દુલાએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, ગંડોલા ખાતે અમે કેટલાક પરિવર્તન કરવા જઈ રહ્યા છીએ. જમ્મુ કાશ્મીર બધા જ ક્લાસના લોકો માટે છે, તમે કઈ કેેટેગરીની હોટલમાં રોકાવવા માંગો છો એ તમારે નક્કી કરવું છે. અમે ઈચ્છીએ છીએ કે, એકવાર જમ્મુ કાશ્મીર આવેલ વ્યક્તિ વારંવાર જમ્મુ કાશ્મીરમાં આવે. પહેલગામ આતંકી હુમલા અંગે, ઓમર અબ્દુલાએ કહ્યું કે, ટેરરિસ્ટને મારી નાખવામાં આવ્યા છે, પણ લોકોમાં હજુ પણ એવો ડર છે કે હાલમાં પણ આતંકીઓ ત્યાં છે તો કેવી રીતે જવું. સિક્યુરિટી ફોર્સ દ્વારા કામગીરી ચાલુ છે અને એન્કાઉન્ટરમાં જે ટેરરિસ્ટ માર્યા ગયા છે એ દૂર જંગલોમાં છે સેન્ટર ઓફ ધ સિટીમાં નહીં.  અમે સિક્યુરિટી વધુ ચોક્કસ કરીને અન્ય ટુરિસ્ટ પ્લેસ ઓપન કરવા જઈ રહ્યા છીએ.હું પણ જમ્મુ-કાશ્મીરમાં ટુરિઝમને લઈને ચોક્કસ ના હોઉ ત્યાં સુધી એનો પ્રચાર પણ ના કરું.

  • 31 Jul 2025 05:48 PM (IST)

    સુરતમાં સામુહિક આપધાતની વધુ એક ઘટના બની, પિતાએ બે પુત્ર સાથે કરી આત્મહત્યા

    સુરતમાં સામુહિક આપધાતની વધુ એક ઘટના બની છે. મૂળ સાબરકાંઠાના વિજયનગર તાલુકાના રહેવાસીએ,  જિલ્લા પંચાયત ક્વાર્ટરમાં સામુહિક આપઘાત કર્યો છે. આ ઘટના બનતા અરેરાટી વ્યાપી જવા પામી છે. પિતાએ બે પુત્ર સાથે કર્યો આત્મહત્યા કરી લીધી છે. એક પુત્ર 3 વર્ષનો જ્યારે બીજાની ઉંમર 8 વર્ષની હોવાનું સામે આવ્યું છે. અગમ્ય કારણસર આપઘાત હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે ઉમરા પોલીસે તપાસ શરૂ કરી છે.

  • 31 Jul 2025 05:41 PM (IST)

    નર્મદા ડેમમાંથી પાણી છોડાતા, કરજણ-શિનોરના નદીકાંઠાના ગામને એલર્ટ કરાયા

    ઉપરવાસમાં સતત વરસાદ પડવાથી, ગુજરાતની જીવાદોરી સમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં સતત પાણીની નવી આવક થતા, જળસપાટીમાં વધારો થયો છે.  નર્મદા ડેમની જળ સપાટી હાલમાં 130 મીટરે પહોંચતા નર્મદા નદી માં 11.30 વાગ્યાથી પાણી છોડાયું છે.

    નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવતા શિનોર, કરજણ તાલુકાના ગામો પર તંત્રની બાજ નજર છે. વડોદરાના શિનોર – કરજણ તાલુકાનું વહીવટી તંત્ર હવે નર્મદા નદી ને લઈ એલર્ટ મોડમાં આવી ગયું છે.

    કરજણ તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામો, જેવા કે. સાયર, નાની કોરલ, લીલાઈપુરા, મોટી કોરલ, પુરા, ઓઝ, અરજનપુરા, દેલવાડા, સોમજ, સગડોળ, આલમપુરાને અલર્ટ કરાયા છે.

    શિનોર તાલુકાના નર્મદા નદી કાંઠા વિસ્તારના ગામો, જેવા કે, બરકાલ, મોલેથા, દરિયાપુરા, ઝાંઝડ, અંબાલી, શિનોર, માંડવા, સુરાસામળ, કંજેઠા, દિવેર, માલસરને એલર્ટ કરાયા છે.

  • 31 Jul 2025 05:37 PM (IST)

    સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડાતા, 7 ગામને કરાયા એલર્ટ

    સરદાર સરોવર નર્મદા ડેમમાંથી પાણી છોડાતા, 7 ગામને કરાયા એલર્ટ. ડભોઇ તાલુકાના 7 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ચાંદોદ, નંદેરિયા, કરનાળી સહિતના ગામોને સાવચેત કરાયા છે. આ સાત ગામમાં તલાટી મંત્રીને ગામમાં જ રહેવા સૂચના અપાઈ છે. નર્મદા ડેમમાંથી 1.30 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.

  • 31 Jul 2025 04:41 PM (IST)

    લોકગાયક મીરાં આહીરે વાયરલ કરેલ વીડિયોના આધારે સિવિલ હોસ્પિટલના વર્ગ 4 કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડ સસ્પેન્ડ

    લોકગાયક મીરાં આહીર દ્રારા વાયરલ કરાયેલા વીડિયોના આધારે, સિવીલ સુપ્રિટેન્ડન્ટ દ્રારા  વર્ગ4 કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વર્ગ4 કર્મચારી અને સિક્યુરિટી ગાર્ડને સસ્પેન્ડ કરવામાં આવ્યા. નર્સિંગ સ્ટાફને શાબ્દિક ગેરવર્તન શિક્ષાત્મક પગલાં લેવા  તાકિદ કરાઈ છે. RMO અને નર્સિંગ સુપ્રિટેન્ડન્ટને આવો બનાવ ફરી ના બને તે માટે તાકિદ કરવામાં આવી છે.

  • 31 Jul 2025 04:27 PM (IST)

    જૂનાગઢના ભવનાથ મહાદેવ મંદિરનો વહીવટ સંભાળશે વહીવટદાર

    જૂનાગઢના ભવનાથ તળેટી ખાતે આવેલ સ્વયંભૂ શ્રી ભવનાથ મહાદેવ મંદિરના મહંતનો વિવાદ ઘણા સમયથી ચાલ્યો આવે છે.  મહંત હરિગીરીજીની મુદત આજરોજ 31 તારીખના પૂર્ણ થઈ છે, આ મુદ્દે વહીવટદાર ચરણસિંહ ગોહિલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, આજરોજ સાંજના ભવનાથ મંદિરનો ચાર્જ સાંભળવામાં આવશે, વહીવટદાર શાસન દરમ્યાન ભવનાથ મંદિરનો સારો વિકાસ થાય તેવી કામગીરી કરવામાં આવશે. ભવનાથ ટ્રસ્ટ અંતર્ગત આવતા ભવનાથ મંદિર મુસકુંદ ગુફા પ્રેમગીરી ભવન આ તમામનો કબજો લેવામાં આવશે.

  • 31 Jul 2025 03:34 PM (IST)

    અમદાવાદના બુટેલગરના સગીર પૌત્રે, 2022માં અકસ્માત સર્જીને વૃદ્ધાનું મોત નિપજાવ્યું હતુ

    અમદાવાદના શાહીબાગમાં કુખ્યાત બુટેલગર કિશોર લંગડાના સગીર પૌત્ર અકસ્માત સર્જીને એક વ્યક્તિને મોતને ઘાટ ઉતાર્યો હતો. આ જ સગીરે 2022માં પણ એક અકસ્માત સર્જીને વૃદ્ધાને મોતને ઘાટ ઉતારી હતી. કુખ્યાંત બુલલેગર કિશોર લંગડાના પૌત્ર સામે, ગાંધીનગરમાં પણ મારામારીની એક ફરિયાદ નોંધાયેલ છે. આ સગીરનો વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં 100થી વધુની સ્પીડમાં ગાડી ચલાવતો હોવાનું સામે આવ્યું છે. પોલીસ સ્ટેશનમાંથી ઓડી કાર લઈને નીકળતા બનાવ્યો હતો વીડિયો.

  • 31 Jul 2025 02:58 PM (IST)

    ભરૂચના ભોલાવ એસટી ડેપોના વર્ક શોપમાં ભીષણ આગ

    ભરૂચના ભોલાવ એસટી ડેપોના વર્ક શોપમાં ભીષણ આગ ફાટી નીકળી છે. વર્કશોપમાં ટાયરના ગોડાઉનમાં આગ ફાટી નીકળતા, દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા  નજરે પડતા હતા. 4 ફાયર ફાયટરોએ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો છે.

  • 31 Jul 2025 02:47 PM (IST)

    ગંભીરા બ્રિજ પર 21 દિવસથી ફસાયેલું ટેન્કર ઉતારી લેવાની તૈયારીઓ

    આણંદઃ ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલામાં 21 દિવસથી ફસાયેલું ટેન્કર ઉતારી લેવાની તૈયારીઓ ચાલી રહી છે. 21 દિવસ બાદ પણ હજી ટેન્કર અધવચ્ચે લટકેલું છે. મરીન્સ ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમે બ્રિજની મુલાકાત લીધી છે. બે દિવસ બાદ ટેન્કર ઉતારવાની કામગીરી શરૂ કરાશે. મુખ્યપ્રધાને ટેન્કર ઉતારવાનો આદેશ કર્યો છતાં હજૂ ટેન્કર બ્રિજ પર છે.

  • 31 Jul 2025 01:59 PM (IST)

    સિંહબાળમાં કોઈ મહામારી નથી ફેલાઈ: DCF

    અમરેલી: જાફરાબાદમાં સિંહબાળના શંકાસ્પદ મોતનો મામલામાં શેત્રુંજી ડિવિઝનના DCFએ નિવેદન આપ્યુ છે. તેમણે જણાવ્યુ કે સિંહબાળમાં કોઈ મહામારી નથી ફેલાઈ. સિંહબાળના મોત કોઈ મહામારીને લીધે નથી થયા. પ્રાથમિક રિપોર્ટ મુજબ એનિમિયા, ન્યૂમોનિયાથી મોત થયા

  • 31 Jul 2025 01:47 PM (IST)

    વડોદરા: પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાની તપાસમાં જોડાઈ ACB

    વડોદરા: પાદરા ગંભીરા બ્રિજ દુર્ઘટનાની તપાસમાં ACB જોડાઈ છે. સસ્પેન્ડ કરાયેલા અધિકારીઓની સંપતિ અંગે ACBએ તપાસ શરુ કરી છે. ચાર પૈકી ત્રણ અધિકારીઓને નિવેદન માટે બોલાવાયા છે. 2 ડેપ્યુટી ઈજનેર, મદદનીશ ઈજનેર સહિત ત્રણ અધિકારી હાજર થયા. અધિકારીઓની સંપતિ અંગે તમામ વિગત અને પુરાવાની તપાસ કરાશે. કાર્યપાલક ઈજનેર નૈનેશ નાયકાવાલાને બચાવવાના પ્રયાસનો આક્ષેપ છે. દુર્ઘટનામાં જવાબદાર 4 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા.

  • 31 Jul 2025 01:46 PM (IST)

    જૂનાગઢ: પ્રથમવાર ભવનાથ મંદિરમાં સરકારનું શાસન લાગુ

    જૂનાગઢ: પ્રથમવાર ભવનાથ મંદિરમાં સરકારનું શાસન લાગુ થયુ છે. મહંત હરિગીરીની મુદત પૂર્ણ થતા વહીવટદારની નિમણૂક થઈ. કલેક્ટર દ્વારા વહીવટદાર તરીકે પ્રાંત અધિકારીની નિમણૂક કરાઈ. વહીવટદાર ચરણસિંહ ગોહિલે આ અંગે પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યુ કે મંદિરનો વિકાસ થાય અને સુવિધામાં ઉમેરો થાય તેવી કામગીરી કરાશે. ભવનાથ ટ્રસ્ટ નીચે આવતી તમામ જગ્યાનો કબજો લેવામાં આવશે. જ્યાં સુધી કલેક્ટર મહંતનું નામ જાહેર નહીં કરે ત્યાં સુધી વહીવટદારનું શાસન લાગુ રહેશે.

  • 31 Jul 2025 12:43 PM (IST)

    નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા

    નર્મદા ડેમના 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 50 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. ઉપરવાસમાં વરસાદના પગલે ડેમમાં પાણીની આવક થઇ રહી છે. નર્મદા ડેમ હાલ 131 મીટરે પહોંચ્યો છે. હવે માત્ર ડેમ સંપૂર્ણ ભરવાના 7 મીટર દૂર છે.

  • 31 Jul 2025 11:53 AM (IST)

    માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટનો મોટો ચુકાદો

    માલેગાંવ બ્લાસ્ટ કેસમાં NIA કોર્ટનો મોટો ચુકાદો આપ્યો છે. પુરાવાના અભાવે તમામ 7 આરોપી નિર્દોષ જાહેર થયા છે. સાધ્વી પ્રજ્ઞા અને લે.કર્નલ પુરોહિત નિર્દોષ જાહેર કરાયા, સુધાકર ચતુર્વેદીને પણ કોર્ટે નિર્દોષ જાહેર કર્યા. માલેગાંવ બ્લાસ્ટમાં 6 લોકોના મોત નિપજ્યાં હતા.  17 વર્ષ બાદ માલેગાંવ બ્લાસ્ટ કેસનો ચુકાદો આવ્યો.

  • 31 Jul 2025 09:50 AM (IST)

    ભારત સાથેનો સોદો તેમની શરતો પર ન થતા ટ્રમ્પે ઝેર ઓક્યું

    ભારત સાથેનો સોદો તેમની શરતો પર ન થતા ટ્રમ્પે ઝેર ઓક્યું

  • 31 Jul 2025 08:13 AM (IST)

    ડુપ્લીકેટ ચાનો મસમોટો જથ્થો ઝડપાયો

    જૂનાગઢ સુખનાથ ચોક ખાતે ડુપ્લીકેટ ચા નો મસમોટો જથ્થો ઝડપાયો છે. બ્રાન્ડેડ ચાની કંપનીના લોગોનો દૂરઉપયોગ કરી તેમા ડુપ્લીકેટ ચા ભરી વેચાણ કરતો હતો. જૂનાગઢના સુખનાથ ચોક ખાતે આવેલ જય આપાગીગા નામના પ્રોવિઝન-સ્ટોરમાંથી પકડાયો ડુપ્લીકેટ ચાનો જથ્થો ઝડપાયો છે. સ્થળ પરથી પોલીસને ડુપ્લીકેટ ચા ના 1672 પેકેટ 417.કીલો ચાનો જથ્થો મળી આવ્યો.

  • 31 Jul 2025 07:33 AM (IST)

    બ્રિટનમાં એર ટ્રાફિક કંટ્રોલમાં ખામી, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ

    બ્રિટનની એર ટ્રાફિક કંટ્રોલ સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે, જ્યારે ઘણી ફ્લાઇટ્સ મોડી પડી છે, જેના કારણે હવાઈ મુસાફરી કરતા લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દેશભરના મુખ્ય એરપોર્ટ પર હજારો મુસાફરો ફસાયેલા છે.

Published On - Jul 31,2025 7:30 AM

સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
સુરતમાં ACBની મોટી કાર્યવાહી: લાંચ લેતા PI તેમજ વકીલ ઝડપાયા
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
ગાંધીનગરમાં ગેરકાયદે દરગાહ પર ચાલ્યુ તંત્રનું બુલડોઝર- Video
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
પોરબંદરમાં સતત ત્રીજા દિવસે ડિમોલિશન ડ્રાઈવ, લારી-ગલ્લા ધારકો પર તવાઈ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
માંડવી બીચ પર ડોલ્ફિનનું આ આગમન, પ્રવાસીઓએ દ્રશ્યો કેમેરામાં કર્યા કેદ
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
સૌરાષ્ટ્રના ખેડૂતોને ડુંગળીના પોષણક્ષણ ભાવ ન મળતા પારાવાર નુકસાન-VIDEO
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
અંબાલાલ પટેલની આગાહી: ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, પડશે આકરી ઠંડી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
વડોદરા જિલ્લા કલેક્ટર કચેરીને બોંબથી ઉડાવી દેવાની ધમકી
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
આ 5 રાશિના જાતકો માટે આજનો દિવસ છે અત્યંત ભાગ્યશાળી, જુઓ Video
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
g clip-path="url(#clip0_868_265)">