Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

30 જુલાઈના મહત્વના સમાચાર: પીએમ નરેન્દ્ર મોદીને 1 ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2023 | 12:03 AM

Gujarat Live Updates : આજ 30 જુલાઈના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

30 જુલાઈના મહત્વના સમાચાર: પીએમ નરેન્દ્ર મોદીને 1 ઓગસ્ટના રોજ લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કાર આપવામાં આવશે
Gujarat latest live news

આજે 30 જુલાઈને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો…

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Jul 2023 11:50 PM (IST)

    વડોદરાના સરાર ગામે યુવાનને મગર ખેંચી ગયો, ફાયર વિભાગની ટીમે શોધખોળ હાથ ધરી

    વડોદરાના સરાર ગામે યુવાનને મગર ખેંચી ગયો હોવાની ઘટના સામે આવી છે. 28 વર્ષીય યુવાન સરાર ગામ પાસેથી પસાર થતો હતો. રંગાઈની ખાડી પાસેથી અચાનક મગરે તરાપ મારી યુવાનને પાણીના વહેણમાં ખેચીને લઈ ગયો. ગામ લોકોને ખબર પડતાંને સાથે જ વડોદરા ફાયર વિભાગને જાણ કરાઈ હતી. વડોદરા ફાયર વિભાગની ટીમોએ યુવાનની શોધખોળ હાથ ધરી

  • 30 Jul 2023 11:04 PM (IST)

    ભરૂચ અંકલેશ્વર GIDC પોલીસે જોખમી રીલ્સ બનાવનાર નબીરાઓ સામે કરી કાર્યવાહી

    ભરૂચના અંકલેશ્વરમાં કારની બહાર લટકી જોખમી રીતે બનાવાઇ રીલ્સ. અંકલેશ્વરના જીઆઇડીસી પોલીસે બેફામ બનેલા નબીરાઓની કરી ધરપકડ.

  • 30 Jul 2023 11:03 PM (IST)

    વડોદરા ડભોઇ તાલુકામાં ટ્રેન અને બાઈક વરચે સર્જાયો અકસ્માત

    વડોદરા ડભોઇ તાલુકામાં ટ્રેન અને બાઇક વચ્ચે અકસ્માત થયો છે. ટ્રેનને જોઈને બાઈક ચાલક કૂદી જતા આબાદ બચાવ થયો છે. ટ્રેનની નીચે ફસાયેલી બાઈકને કાઢવા માટે ગ્રામજનો કામે લાગ્યા હતા. છોટાઉદેપુરથી વડોદરા તરફ આ પેસેન્જર ટ્રેન જઈ રહી હતી. અકસ્માતના કારણે ટ્રેન દોઢ કલાક લેટ થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને RPFનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. મહત્વનુ છે કે અકસ્માતને લઈ 500થી વધારે પેસેન્જરના જીવ તાળવે ચોટ્યા હતા

  • 30 Jul 2023 10:54 PM (IST)

    અમદાવાદ શિવરંજની ચાર રસ્તા પાસે ખાડામાં ફસાઇ BRTS બસ, ક્રેન મારફતે બસને કઢાઇ બહાર

    અમદાવાદમાં શિવરંજની ચાર રસ્તા પાસે ખાડામાં ફસાઇ બીઆરટીએસ બસ. ભારે ટ્રાફિક ધરાવતા ટ્રાફિક જંકશનની વચ્ચે જ ખાડામાં ફસાતા ટ્રાફિકમાં મોટી અડચણ. ક્રેન મારફતે બસને કઢાઇ બહાર.

  • 30 Jul 2023 08:55 PM (IST)

    નવસારીના પારસી સોસાયટીમાં પકડાયું ગેરકાયદે ચંદન, આરોપીઓને જામીન પર કરાયા મુક્ત

    નવસારીના પારસી સોસાયટીમાં ચંદન પકડાયું હોવાની ઘટનામા વનવિભાગે કાર્યવાહી કરી છે. ધાર્મિક વિધિ માટે સુખડ લવાયું હતું. મહત્વનુ છે કે આરોપીઓને જામીન પર મુક્ત કરાયા છે.

  • 30 Jul 2023 07:53 PM (IST)

    અનુરાગ ઠાકુર કોંગ્રેસ પર ભડક્યા

    મણિપુર હિંસા પર વિપક્ષના વલણ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે કોંગ્રેસ પાસે મણિપુરનો લાંબો અનુભવ છે, જ્યારે મણિપુરમાં તેની સરકાર હતી. વર્ષોવર્ષ તમામ રસ્તાઓ બંધ રહેતા, પેટ્રોલ મળતું નહોતું, ગેસ સિલિન્ડર મળતું નહોતું અને આજે તેઓ પ્રતિનિધિમંડળ લઈને આક્ષેપો કરે છે. અધીરે ક્યારેય કોઈ પ્રતિનિધિમંડળ સાથે કોલકાતા જવું જોઈએ, ત્યાંની સ્થિતિ પણ ઘણી ખરાબ છે.

  • 30 Jul 2023 07:52 PM (IST)

    ખૈબર પખ્તુનખ્વા બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં 40 લોકોના થયા મોત

    બાજૌરના DHO ના જણાવ્યા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વાના બાજૌર વિસ્તારમાં જમિયત-ઉલેમા-એ-ઈસ્લામ-ફઝલની બેઠકમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં 40 લોકો માર્યા ગયા અને 150 ઘાયલ થયા.

  • 30 Jul 2023 06:55 PM (IST)

    Gujarat Latest News : ગઢડાના કેરાળા ગામ પાસે સહસ્ત્રધરા ધોધમાં ડુબી જવાથી કિશોરનુ મોત

    ગઢડાના કેરાળા ગામ પાસે સહસ્ત્રધરા ધોધમાં ડુબી જવાથી કિશોરનુ મોત થયું છે. કેરાળા સહસ્ત્રધરા ધોધ ખાતે મિત્રો સાથે ફરવા આવ્યા હતા. ઘનશ્યામ વાઘેલા નામનો 18 વર્ષિય કિશોર નાહવા પડતા ડૂબી ગયો હતો. ગઢડા ફાયરની ટીમ, મામલતદાર, ટીડીઓ સહિત પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. બે કલાકની શોધખોળ બાદ મૃતદેહ મળ્યો હતો. મૃતક મૂળ બોરસદનો અને હાલ સાળંગપુર ગુરુકુળમાં કામકાજ કરતો હતો.

  • 30 Jul 2023 06:38 PM (IST)

    Gujarat Latest News : આવતીકાલ સોમવારે દિલ્હી સંબંધિત બિલ સંસદમાં રજૂ થઈ શકે છે

    દિલ્હી સરકારના અધિકારો અને સેવાઓ સંબંધિત બિલ લોકસભાના સાંસદોને મોકલવામાં આવ્યું છે. આ બિલ આવતીકાલે લોકસભામાં રજૂ કરવામાં આવી શકે છે. માનવામાં આવે છે કે ગૃહમંત્રી અમિત શાહ આ બિલને લોકસભામાં રજૂ કરી શકે છે.

  • 30 Jul 2023 06:02 PM (IST)

    Gujarat Latest News : વિશ્વ હિન્દુ પરિષદ દેશભરમાં શૌર્ય યાત્રાનુ કરશે આયોજન

    અયોધ્યામાં રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થાય તે પહેલા, વિશ્વ હિંદુ પરિષદ સમગ્ર દેશમાં શૌર્ય યાત્રા કાઢશે. રામલલ્લા વિરાજમાન થયા પહેલા દેશના વિવિધ ભાગોમાંથી જળ એકત્ર કરવામાં આવશે. દેશના તમામ પ્રતિષ્ઠિત કૂવા, પવિત્ર નદીઓનું જળ અયોધ્યા પહોંચાડવામાં આવશે. ડિસેમ્બર માસમાં દેશ વિદેશમાંથી તાંબાના વાસણમાં લવાયેલા જળથી ભગવાનનો અભિષેક કરવામાં આવશે. પ્રાણ પ્રતિષ્ઠા સમયે દરેક જિલ્લામાં LED સ્ક્રીન મારફતે અયોધ્યાથી જીવંત પ્રસારણ દ્વારા દર્શનનો લાભ આપવામાં આવશે.

  • 30 Jul 2023 05:47 PM (IST)

    Gujarat Latest News : વકીલોને માંદગી સહાય અને મૃત્યુ સહાયમાં વધારો કરવાનો બાર કાઉન્સિલે કર્યો મહત્વનો નિર્ણય

    બાર કાઉન્સિલ ઓફ ગુજરાતે મહત્વનો નિર્ણય કર્યો છે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા વકીલોની માંદગી સહાય અને મૃત્યુ સહાયમાં વધારો કરાયો છે. ભાજપ લીગલ સેલ તરફથી બાર કાઉન્સિલને વકીલોની માંદગી સહાય અને મૃત્યુ સહાયમાં વધારો કરવા અર્થે રજૂઆત કરાઈ હતી. જેને ધ્યાને લઈને બાર કાઉન્સિલની સામાન્ય સભામાં નિર્ણય લેવાયો છે. વકીલના અવસાન બાદ તેના પરિજનોને 3.50 લાખની જગ્યાએ 4 લાખ સહાય આપવામાં આવશે. જ્યારે વકીલોને માંદગી સમયે મળતી 30 હજારની સહાયને બદલે હવેથી 40 હજારની સહાય આપવામાં આવશે.

  • 30 Jul 2023 05:30 PM (IST)

    Gujarat Latest News : સાવલીના લસુન્દ્રા ગામ પાસે 15 વર્ષીય વિદ્યાર્થીનીનું હોસ્ટેલમાં રહસ્યમય સંજોગોમાં મોત

    સાવલીના લસુન્દ્રા ગામ પાસે આવેલ પાઠશાળા નામની હોસ્ટેલ ખાતે 15 વર્ષીય વિદ્યાર્થીનીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યું થયું છે. મૃતક વિદ્યાર્થીની ધોરણ 10માં અભ્યાસ કરતી હતી. મૂળ રાજસ્થાનનાના બાંસવાડાની રહેવાસી હતી. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મૃતક વિદ્યાર્થીનીના મૃતદેહને પીએમ માટે સાવલીના સરકારી દવાખાને ખસેડાયો છે.

  • 30 Jul 2023 05:24 PM (IST)

    Gujarat Latest News : ગેંગસ્ટર સચિન બિશ્નોઈને અઝરબૈજાનથી ભારત લવાશે

    વિદેશમાંથી વધુ એક ગેંગસ્ટરને ભારતમાં લાવવાની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. પંજાબી ગાયક સિદ્ધુ મુસેવાલા હત્યા કેસના આરોપી ગેંગસ્ટર સચિન બિશ્નોઈને અઝરબૈજાનથી ભારત લાવવા સુરક્ષા એજન્સીઓની એક ટીમ રવાના થઈ ગઈ છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમ પણ આજે અઝરબૈજાન જવા રવાના થશે. આગામી બે દિવસમાં સિક્યોરિટી એજન્સી સ્પેશિયલ સેલની ટીમ અઝરબૈજાનથી લોરેન્સ બિશ્નોઈના સંબંધી સચિન બિશ્નોઈનુ પ્રત્યાર્પણ કરાવાશે અને તેને દિલ્હી એરપોર્ટ લઈ આવશે.

  • 30 Jul 2023 04:46 PM (IST)

    Gujarat Latest News : પાકિસ્તાન ભૂલી ગયું હતુ કે મોદી ભારતના પીએમ છે – અમિત શાહ

    કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ઈન્દોરમાં કહ્યું કે, “વર્ષ 2004 થી 2014 વચ્ચે યુપીએ સરકારના શાસનમાં, પાકિસ્તાનથી આતંકવાદીઓ ભારતમાં આવીને આતંકી ઘટનાઓને અંજામ આપીને સુરક્ષિત પાછા જતા રહેતા હતા. પરંતુ ત્યારે કેન્દ્ર સરકારે આવી ઘટનાઓ અંગે એક હરફ પણ ઉચ્ચારતી નહી કે પગલાં નહોતી લેતી. કેન્દ્ર સરકારના આ જ કાર્યશૈલીને પગલે પાકિસ્તાને ઉરી અને પુલવામામાં હુમલો કરવાનું દુસાહસ તો કર્યું, પરંતુ તે આ વખતે ભૂલી ગયુ હતુ કે, ભારતમાં સરકાર બદલાઈ ગઈ છે અને ભારતમાં ભાજપનું શાસન છે અને નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે. ઉરી અને પુલવામામાં હુમલા બાદ ભારતના વળતા પગલા જોઈને પાકિસ્તાન તો હબક ખાઈ ગયું હતું.

  • 30 Jul 2023 04:38 PM (IST)

    Gujarat Latest News : ગુજરાતમાં નવુ સંગઠન માળખુ જાહેર કરતા પૂર્વે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહે, દરેક જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સાથે યોજી બેઠક

    કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહએ આજે તમામ જિલ્લા પ્રમુખો સાથે બેઠક યોજી હતી. શક્તિસિંહ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ પ્રથમવાર જિલ્લા પ્રમુખો સાથે બેઠક યોજી છે. આજની બેઠક બાદ, સંગઠનના સક્રિય અને નિષ્ક્રિય સભ્યોની યાદી તૈયાર કરાશે. આજના પરામર્શ બાદ નવા સંગઠનમાં કોને સમાવવા એ નક્કી કરાશે. સંગઠન અને આગામી સમયના કાર્યક્રમોને લઇ પણ બેઠકનું આયોજન કરાયું છે. તમામ જિલ્લા પ્રમુખો સાથે શક્તિસિંહ વન ટુ વન પણ બેઠક કરાઈ.

  • 30 Jul 2023 03:49 PM (IST)

    Gujarat Latest News : સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 129.97 મીટરે પહોચી

    ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે, આજે બપોરે 3 કલાકે સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટી 129.97 મીટરે પહોચી છે. છેલ્લા 24 કલાકમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં 17 સેમીનો વધારો થવા પામ્યો છે. હાલમાં સરદાર સરોવર નર્મદા ડેમ પાણીની સરેરાશ આવક – 37,418 ક્યૂસેક છે. જ્યારે રિવરબેડ પાવરહાઉસમાંથી નર્મદા નદીમાં પાણીની જાવક – 5,244 ક્યૂસેક અને કેનાલ હેડ પાવરહાઉસમાંથી નર્મદા કેનાલમાં પાણીની જાવક – 5,394 ક્યુસેક છે.

  • 30 Jul 2023 03:36 PM (IST)

    Gujarat Latest News : આગામી 1 ઓગસ્ટે પુણે ખાતે PM મોદીને એનાયત થશે લોકમાન્ય તિલક નેશનલ એવોર્ડ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 1 ઓગસ્ટે પુણે જશે. અહીં તેમને લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. આ પછી, તેઓ મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે અને વિવિધ વિકાસ પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

  • 30 Jul 2023 03:05 PM (IST)

    Gujarat Latest News : સાબરમતી પરના ધરોઈ ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો, ગાંધીનગર, અમદાવાદના કલેકટરોને કરાયા એલર્ટ

    ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે, સાબરમતી નદી પરના ધરોઈ ડેમની જળસપાટી 619 મીટરે નોંધાઇ છે. વરસાદી પાણીની આવક વધતા ધરોઈ જળાશયનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે. જેના થકી 4000 ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડાઈ રહ્યું છે. આથી સાબરમતી નદી કાંઠે આવેલ વિસ્તારોને એલર્ટ કરવા માટે સાબરકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, બનાસકાંઠા, ખેડા, આણંદ, મહેસાણા જિલ્લાના કલેક્ટરને જાણ કરાઈ છે.

  • 30 Jul 2023 02:44 PM (IST)

    Gujarat Latest News : શું 2024ની IPL ભારત બહાર રમાશે ? જાણો સંપૂર્ણ વિગત

    આઈપીએલની 2024માં રમાનારી 17મી સિઝનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. આગામી વર્ષે આઈપીએલ વિદેશની ધરતી પર અથવા તો તેના નિર્ધારીત સમય પહેલા રમાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.

    આ સમાચાર વધુ વિગતે જાણવા અહીં ક્લિક કરો.

  • 30 Jul 2023 02:36 PM (IST)

    Gujarat Latest News : ઇનામ નાબૂદી કાયદા હેઠળની જમીનોના કબજા હક્ક અંગે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય

    મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય કર્યો છે. આ નિર્ણય અંતર્ગત ઇનામ નાબૂદી કાયદા હેઠળની જમીનોના કબજા હક્ક વર્તમાન જંત્રીના 20 ટકા કિંમત વસૂલીને નિયમબદ્ધ કરાશે. આવા જમીનધારકોના કબજાઓ નિયમબદ્ધ કરવાની સંપૂર્ણ સત્તા જિલ્લા કલેકટરને સોંપવામાં આવી છે.

  • 30 Jul 2023 02:00 PM (IST)

    Gujarat Latest News : આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી

    હવામાન વિભાગે, આગામી ત્રણ કલાકમાં ઉતર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મધ્ય અનેદક્ષિણ ગુજરાતના દાહોદ, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે નાવ કાસ્ટ જાહેર કરીને આગાહી કરી છે. આ જિલ્લાઓમાં થન્ડરસ્ટોમ એક્ટિવિટી સાથે વરસાદ પડશે. જ્યારે જ્યારે ખેડા અમદાવાદ આણંદ પંચમહાલ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ બોટાદ દીવ અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

  • 30 Jul 2023 01:51 PM (IST)

    રાજસ્થાન હોસ્પિટલ આગ: ઘટનાના 9 કલાક બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો

    • રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી આગ સંપૂર્ણ કાબુમાં
    • ઘટનાના 9 કલાક બાદ આગ પર સંપૂર્ણ કાબુ મેળવાયો
    • વહેલી સવારે 4 વાગ્યા પહેલા બેઝમેન્ટમાં લાગી હતી આગ
    • બે માળના બેઝમેન્ટમાં સૌથી નીચેના કાર પાર્કિંગ બેઝમેન્ટમાં ખૂણામાં લાગી હતી આગ
    • ખૂણામાં રહેલ લાકડા, ડનલોપ સહિતના ફર્નિચરના સામાનમાં લાગી હતી આગ
    • આગના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે
    • શરૂઆતમાં નાની આગ લાકડા અને ફર્નિચરના સામાનના કારણે એકાએક મોટું સ્વરૂપ ધારણ કર્યું અને બેઝમેન્ટમાં આગ સાથે ધુમાડો ભરાયો
    • વેન્ટિલેશનના અભાવના કારણે ધુમાડો નીકળી નહિ શકતા પૂરું બેઝમેન્ટ ધુમાડાથી ભરાયું
    • કાર પાર્કિંગ બેઝમેન્ટમાં અંદાજે 15 જેટલી કાર પાર્ક હતી
    • જ્યારે ઉપરના બેઝમેન્ટમાં 100 જેટલા ટુ વ્હીલર પાર્ક હતા
    • ટુવિલર વાહનોને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં
    • જોકે આગ કાબુમાં લેવા જતા નીચેના પાર્કિંગમાં પાર્ક કરેલ 15 થી 20 જેટલી કારને પાણીમાં ડૂબવાના કારણે થયું નુકસાન
    • તો જે જગ્યા ઉપર આગ લાગી તેની પાસે પાર્ક કરેલ એક કાર ને આગના કારણે થયું નુકસાન
    • ફાયર બ્રિગેડના 30 થી વધારે વાહનો, 125 જેટલા કર્મચારીઓએ ચક્રવાત મશીન, રોબોની મદદ થી અને પાણી નો મારો ચલાવીને આંગ પર કાબુ મેળવ્યો
    • લાખો લીટર પાણીનો મારો ચલાવી અને બંધ વેન્ટીલેશનને ખોલીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો
    • બેઝમેન્ટ પાર્કિંગ અલગ અને હોસ્પિટલ અલગ હોવાના કારણે હોસ્પિટલમાં કોઈ નુકસાન ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો
    • જો કે તકેદારીના ભાગરૂપે હોસ્પિટલમાં દાખલ 106 દર્દીઓને અન્ય જગ્યા ઉપર ખસેડી સુરક્ષિત કરાયા હતા
    • આગ કાબુમાં આવ્યા બાદ બેઝમેન્ટની અંદર હજુ પણ હોસ્પિટલનો ફર્નિચરનો સામાન તેમજ વેસ્ટ સામાન પડી રહેલો જોવા મળ્યો
    • ચીફ ફાયર ઓફિસરના જણાવ્યા પ્રમાણે બેઝમેન્ટમાં વાહન પાર્ક સિવાય અન્ય કોઈપણ વસ્તુ રાખવી ગેરકાયદેસર હોય છે
    • ખાસ કરીને બેઝમેન્ટમાં ફર્નિચરનો સામાન રાખવો પણ ગેરકાયદેસર માનવામાં આવે છે
    • તમામ ઘટનામાં પોલીસ તપાસ અને કોર્પોરેશનમાં કાયદેસરની કાર્યવાહી થાય તેવી શક્યતા
    • હોસ્પિટલને બેઝમેન્ટમાં ફર્નિચરનો સામાન રાખવા બદલ નોટિસ પણ મળી શકે છે
    • બેઝમેન્ટમાં સામાન રાખવો ગેરકાયદેસર હોવાના કારણે હોસ્પિટલને મળી શકે છે નોટિસ
  • 30 Jul 2023 01:43 PM (IST)

    અમદાવાદ: શાહીબાગમાં રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગ કાબુમાં

    • આગ કાબુમાં આવતા વાહન ચાલકો વાહનો લેવા હોસ્પિટલના બેઝમેન્ટ પર પહોંચ્યા
    • એક તરફ પરિજનો હોસ્પિટલમાં દાખલ બીજી તરફ વાહન બેઝમેન્ટમાં ફસાતા લોકોની વધી હતી ચિંતા
    • જોકે ટુવિલર પાર્કિંગમાં કોઈ નુકસાન ન થતા ટુવિલર ધારકોએ રાહતનો શ્વાસ લીધો
    • વાહન ચાલકો એક બાદ એક હોસ્પિટલ પર વાહનો લેવા પહોંચી રહ્યા છે
  • 30 Jul 2023 01:38 PM (IST)

    પશ્ચિમ બંગાળ: 24 પરગણામાં ફેક્ટરીમાં આગ ફાટી નીકળી, 15 ફાયરની ગાડીઓ હાજર

    પશ્ચિમ બંગાળના દક્ષિણ 24 પરગણાના મલ્લિકપુર વિસ્તારમાં પ્લાસ્ટિકની થેલી બનાવવાની ફેક્ટરીમાં આગ લાગી હતી. ફાયરની 15 ગાડીઓ સ્થળ પર છે. આગ બુઝાવવાની કામગીરી ચાલી રહી છે.

  • 30 Jul 2023 01:26 PM (IST)

    Banaskantha : પાલનપુર આબુ નેશનલ હાઇવે બિસ્માર હાલતમાં

    Banaskantha : પાલનપુરમાં (Palanpur) સામાન્ય વરસાદમાં જ હાઇવે પર મસમોટા ખાડા પડ્યા છે. પાલનપુર એરોમા સર્કલથી મલાણા પાટીયા પાસે અઢી કિલોમીટરના માર્ગ પર અનેક જગ્યાએ મસમોટા ખાડા પડ્યા છે. હાઇવે પર એટલા મોટા ખાડા છે કે નાના વાહનો તો ઠીક મોટી ટ્રકોને પણ પસાર થવામાં મુશ્કેલી પડી રહી છે. રસ્તા પર મસમોટા ખાડાને કારણે અનેક બાઇક ચાલકો નીચે પટકાયા છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે છેલ્લા બે મહિનાથી આ સ્થિતિ છે. પાણીનો નિકાલ ન થાય તો કંઈ નહીં પરંતુ વ્યવસ્થિત ખાડા પુરી રોડ બનાવવામાં તેવી માગ કરી રહ્યા છે.

  • 30 Jul 2023 12:52 PM (IST)

    Maharashtra: નીરા દેવઘર ડેમમાં કાર પડતા 3 લોકોના મોત

    મહારાષ્ટ્રના (Maharashtra) પુણેમાં (Pune) શનિવારે એક મોટો માર્ગ અકસ્માત થયો હતો. પુણેથી વરંધા ઘાટ થઈને કોંકણ જઈ રહી હતી ત્યારે એક બલેનો કાર પોતાનો કાબૂ ગુમાવી દેતાં નીરા દેવઘર ડેમના પાણીમાં પડી હતી. આ અકસ્માતમાં 3 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા, જ્યારે એકનો જીવ બચી ગયો હતો. મહત્વની વાત એ છે કે અવિરત વરસાદને કારણે સ્થાનિક પ્રશાસને આ માર્ગનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આવી સ્થિતિમાં પ્રશ્ન એ થાય છે કે પ્રતિબંધ હોવા છતાં આ કાર કેવી રીતે આગળ વધી હતી.

  • 30 Jul 2023 12:28 PM (IST)

    દારૂ પીધેલી હાલતમાં PSIએ સર્જ્યો અકસ્માત, યુનિવર્સિટી પોલીસે કરી અટકાયત

    Rajkot : અમદાવાદમાં ઇસ્કોન બ્રીજ (ISKCON Bridge) પર તથ્ય પટેલે અકસ્માત સર્જીને 9-9 લોકોના જીવ લઈ લીધા બાદ રાજ્ય પોલીસવડાના આદેશથી રાજ્યભરમાં પોલીસ દ્વારા ડ્રીંક એન્ડ ડ્રાઇવ અને બેફામ રીતે કાર ચલાવતા ચાલકો વિરૃદ્ધ ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે. ત્યારે બીજી તરફ રાજકોટમાં પોલીસકર્મીએ જ દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યાની ઘટના સામે આવી છે. જેમાં એક સાયકલ લઈને જતી કિશોરીને આ PSIએ અડફેટે લીધી હતી. યુનિવર્સિટી પોલીસે આ PSIની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

  • 30 Jul 2023 12:00 PM (IST)

    અમદાવાદ: રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી આગ પર 40 થી 50 ટકા કાબુ

    • અન્ય આગ અને ધુમાડા પર કાબુ મેળવવાની કામગીરી ચાલુ
    • ચક્રવાત મશીનથી ધુમાડો બહાર કાઢીને કર્મચારી બેઝમેન્ટમાં પહોંચી રહ્યા છે
    • બીએ સેટ સાથે કર્મચારી બેઝમેન્ટમાં પહોંચીને પાણીનો મારો ચલાવી રહ્યા છે
    • ત્રણ કર્મચારીની ટીમ અંદર જઈને બહાર આવે તરત બીજી ત્રણ કર્મચારીની ટીમ બી એ સેટ પહેરીને પહોંચીને ચલાવી રહ્યા છે પાણીનો મારો
    • સાતથી આઠ કલાક ઘટનાને થયા પરંતુ હજુ પણ માત્ર 40 થી 50% પરિસ્થિતિ કાબુમાં
    • પહેલા માળ સુધી ફાયર બ્રિગેડના કર્મચારીઓ પહોંચ્યા
    • અંદર બીજા માળે કે જ્યાં આગ લાગવાના સ્થળ પર કર્મચારીઓને પહોંચવામાં પડી રહી છે હાલાકી
    • ધુમાડો કંટ્રોલમાં આવ્યા બાદ મુખ્ય આગના સ્થળ પર પહોંચી શકાશે અને પરિસ્થિતી સંપૂર્ણ કાબુમાં આવશે તેવું ચીફ ફાયર ઓફિસરનું નિવેદન
    • હજુ 2 કલાક અંદાજ સંપૂર્ણ પરિસ્થિતિ કાબુમાં આવતા
  • 30 Jul 2023 11:37 AM (IST)

    Mann Ki Baat: પીએમ મોદીએ કહ્યું દેશવાસીઓ સંપૂર્ણ જાગૃતિ અને જવાબદારી સાથે જળ સંરક્ષણ માટે નવા પ્રયાસો કરી રહ્યા છે

    પીએમ મોદીએ કહ્યું કે જન કલ્યાણની આ લાગણી ભારતની ઓળખ અને ભારતની તાકાત છે. મિત્રો, વરસાદનો આ સમય વૃક્ષારોપણ અને જળ સંરક્ષણ માટે પણ એટલો જ મહત્વનો છે. અત્યારે 50 હજારથી વધુ અમૃત તળાવો બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આપણા દેશવાસીઓ સંપૂર્ણ જાગૃતિ અને જવાબદારી સાથે જળ સંરક્ષણ માટે નવા પ્રયાસો કરી રહ્યા છે.

    પીએમ મોદીએ કહ્યું કે વરસાદનું પાણી હવે આ કુવામાં જાય છે, અને આ કુવાઓનું પાણી જમીનની અંદર જાય છે, જેના કારણે આ વિસ્તારમાં ભૂગર્ભ જળ સ્તર ધીમે ધીમે સુધરશે. હવે તમામ ગ્રામજનોએ સમગ્ર વિસ્તારમાં 800 જેટલા કુવાઓનો રિચાર્જ માટે ઉપયોગ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે.

  • 30 Jul 2023 11:12 AM (IST)

    Mann Ki Baat: ‘સૌનું કલ્યાણ એ જ ભારતની ભાવના અને તાકાત છે’ – પીએમ મોદી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા છે. ‘મન કી બાત’ કાર્યક્રમમાં પીએમ મોદીએ વરસાદ અને પૂરના કારણે થયેલી તબાહી વિશે વાત કરી હતી. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં પૂરના કારણે લોકોને પરેશાની વેઠવી પડી હતી. પહાડી વિસ્તારોમાં પણ ભૂસ્ખલન થયું હતું. આ આફતો વચ્ચે દેશવાસીઓએ બતાવ્યું કે સામૂહિક પ્રયાસોની શક્તિ શું છે. NDRF, SDRF અને સામાન્ય જનતાએ સાથે મળીને કામ કર્યું અને સામૂહિક તાકાત બતાવી.

  • 30 Jul 2023 11:10 AM (IST)

    અમદાવાદ: રાજસ્થાન હોસ્પિટલમાં આગનો મામલો

    • હોસ્પિટલમાં થોડા કેટલાક સમયથી ચાલી રહ્યું છે રીનોવેશન નું કામ
    • કામગીરી દરમિયાન કેટલોક સામાન બેઝમેન્ટમાં મૂકવામાં આવ્યો હતો
    • બેઝમેન્ટમાં રહેલા સમાન માં આગ લાગતા વધુ ધુમાડો નોંધાયો
    • તો હોસ્પિટલના રિનોવેશનને લઈને પાછળના ગેટ તરફ કાટમાળ પડેલો જોવા મળ્યો
    • ઇમર્જન્સી પરિસ્થિતિમાં કાટમાળ હાલાકી બની શકે છે
    • જોકે હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા કાટમાળ યોગ્ય રીતે મુકાયો હોવા અને ઈમરજન્સી પરિસ્થિતિમાં હાલાકી ન પડે તેવી કામગીરી કરી હોવાનું આપ્યું નિવેદન
  • 30 Jul 2023 10:44 AM (IST)

    રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે લીધી મુલાકાત

    • આગની ઘટનાને લઈને ફાયર ઓફિસરનું નિવેદન
    • બેઝમેન્ટમાં ડનલોપ અને ફર્નિચરના સામાનમાં લાગી હતી આગ
    • તો હોસ્પિટલમાં લાકડાની ડિઝાઇન પણ જોખમી હોવાનું આપ્યું નિવેદન
    • રાજસ્થાન હોસ્પિટલને છેલ્લા કેટલાક મહિનામાં બહારના તરફ વુડનની ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે
    • ફ્લેમ પકડી શકે તેવા વુડન ડિઝાઇન ને લઈને સર્જાઈ શકે છે વિવાદ
    • હોસ્પિટલ માટે આ ડિઝાઇન જોખમી હોવાનું ફાયર ઓફિસરનું નિવેદન
    • જોકે હોસ્પિટલ મેનેજમેન્ટએ મંજૂરી લઈને ડિઝાઇન બનાવી હોવાનું આપ્યું નિવેદન
    • સાથે જ આ પ્રકારની ડિઝાઈન અન્ય જગ્યા પર હોવાનું જણાવી ડિઝાઇન જોખમી નહીં હોવાનું પણ જણાવ્યું
    • વુડન ડિઝાઇન જોખમી છે કે નહીં તે આગળના સમયમાં આવશે સામે

  • 30 Jul 2023 10:40 AM (IST)

    અમદાવાદ: રાજસ્થાન હોસ્પિટલમાં આગની ઘટનાને લઈને પોલીસ વિભાગની કામગીરી

    • બેઝમેન્ટમાં રહેલા વાહનોમાં આગ ફેલાવવાની શક્યતા ને જોતા હાથ ધરાઈ કામગીરી
    • હોસ્પિટલ કમ્પાઉન્ડમાં બિનજરૂરી વ્યક્તિઓને બહાર કાઢવામાં આવ્યા.
    • વાહનમાં આગ લાગે અને બ્લાસ્ટ થાય તો કોઈ જાનહાની કે નુકસાન ન થાય તે માટે લેવાયા પગલા
  • 30 Jul 2023 10:01 AM (IST)

    અમદાવાદ: રાજસ્થાન હોસ્પિટલમાં આગનો ધુમાડો હજુ પણ બેકાબુ

    • ફાયર વિભાગ, પોલીસ વિભાગ અને હોસ્પિટલ મેનેજમેન્ટ બાદ હવે ધારાસભ્યો પણ હોસ્પિટલે પહોંચ્યા
    • દરિયાપુર ધારાસભ્ય કૌશિકભાઇએ ઘટના સ્થળની લીધી મુલાકાત
    • તેમજ દર્દીઓ સાથે મુલાકાત લઈને દર્દીઓને આપી સાંત્વના
    • ઘટનામાં કચરામાં આગ લાગી હોવાનું ધારાસભ્યનું નિવેદન
    • આગમાં ચારથી પાંચ વાહનો લપેટાયા હોવાનું પણ આપ્યું નિવેદન
    • ગત રોજ ફર્નિચરનો સામાન બેઝમેન્ટ માં રખાયો હતો જેમાં આગ લાગી
    • કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આગની ઘટના પર કરેલ ટ્વીટને લઈને આપ્યું નિવેદન
    • કેન્દ્રીય ગૃહ મંત્રી દેશની ચિંતા કરે છે અને આ ઘટનાની પણ તેઓએ ચિંતા કરી

  • 30 Jul 2023 09:55 AM (IST)

    Dharoi Dam: સાબરમતીમાં મધરાતે પાણીની આવકમાં નોંધપાત્ર વધારો નોંધાયો

    ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ગણાતા ધરોઈ ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. શનિવારે મોડી રાત્રી દરમિયાન પાણીની આવકમાં નોધપાત્ર વધારો થયો હતો. ધરોઈ ડેમમાં પાણીની આવક વધવાને લઈ જળ સપાટી રુલ લેવલ કરતા વધારે ભરાઈ હતી. જોકે આ માટે ઉચ્ચ સ્તરેથી નિર્ણય લેવામાં આવ્યો હતો કે, ધરોઈમાં એક ફુટ વધારે જળ સંગ્રહ રુલ લેવલ કરતા વધારે ભરવામાં આવે. આમ ધરોઈનો જળ સંગ્રહ વધારે સારો થવા પામ્યો છે.

  • 30 Jul 2023 09:30 AM (IST)

    અમદાવાદ: શાહીબાગની રાજસ્થાન હોસ્પિટલના બેજમેન્ટમાં આગ મુદ્દે ગૃહપ્રધાન અમિત શાહે કર્યુ ટ્વીટ

    અમદાવાદની એક હોસ્પિટલમાં આગ દુર્ધટનાના સમાચાર મળ્યા. ગુજરાતના મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp જી સાથે વાત કરી અને દુર્ધટનાની જાણકારી લીધી. સ્થાનિક વહીવટીતંત્ર સતત આગ બુઝાવવામાં, દર્દીઓને બચાવવામાં અને રાહત કાર્યમાં તત્પરતા સાથે લાગેલું છે.

  • 30 Jul 2023 09:13 AM (IST)

    Weather Updates: ગુજરાત, મહારાષ્ટ્ર સહિત આ રાજ્યમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી

    ગઈકાલે એટલે કે શનિવારે દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો હતો. આ પછી, રાષ્ટ્રીય રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં હવામાન ખુશનુમા બની ગયું. તાપમાનમાં પણ ચારથી પાંચ ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. પરંતુ આજથી દિલ્હી-NCRમાં હવામાનની પેટર્ન ફરી બદલાવા જઈ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજથી દિલ્હી-NCRમાં ફરી ગરમી વધી શકે છે. જો કે દેશના અનેક રાજ્યમાં 3 દિવસ હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

    આ રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    IMDએ આગામી બે દરમિયાન ઉત્તર પ્રદેશ, હરિયાણા, હિમાચલ, ઉત્તરાખંડ, રાજસ્થાન, ઝારખંડ, બિહાર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા અને મણિપુરમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે ત્રણ દિવસ સુધી ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી હતી.

  • 30 Jul 2023 08:54 AM (IST)

    પાલનપુર આબુરોડ હાઇવે પોલીસે બંધ કર્યો, ગુજરાતથી રાજસ્થાન જતા અનેક વાહનચાલકો અટવાયા

    બનાસકાંઠાના પાલનપુર આબુરોડ હાઇવે પોલીસે દ્વારા બંધ કરવામાં આવ્યો છે. સામાન્ય વરસાદમાં ખાડા પડી જવાને કારણે વાહનો ફસાયા છે. પાલનપુર આબુ રોડ હાઇવે બે માસમાં ચોથીવાર બંધ કરાયો હોવાની માહિતી મળી છે. પાલનપુર એરોમા સર્કલ પર અનેક ટ્રકોના પૈડા થંભી ગયા છે. તેમજ અનેક વાહન ચાલકો ફસાયા છે. અમદાવાદ અને અન્ય જગ્યાએથી રાજસ્થાન જતા અનેક વાહન ચાલકો અટવાય છે. આ ઉપરાંત પાલનપુર એરોમા સર્કલથી આબુરોડ માર્ગ પર જવા માટે 35 કિલોમીટરનું ડાયવર્ઝન આપવામાં આવ્યુ છે. તો ચંડીસરથી આબુરોડ હાઇવેને જોડતો માર્ગ પણ બિસ્માર હોવાથી વાહનચાલકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.

  • 30 Jul 2023 08:22 AM (IST)

    Gujarat Weather Forecast : આજે સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

    Weather Forecast : હવામાન વિભાગ અનુસાર આજથી એટલે કે રવિવારથી આગામી 5 દિવસ ભારે વરસાદની સંભાવના રહી શકે છે. તો આગામી 24 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે. તો આજે રવિવારે સુરત, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સૌરાષ્ટ્રમાં હાલ ભારે વરસાદની આગાહી કરવામાં આવી નથી. તો બીજી તરફ ભારે પવનના કારણે માછીમારોને દરિયો ન ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે. મોન્સૂન સિસ્ટમના પગલે રાજ્યમાં વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે.

    રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

    હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, ગીર સોમનાથ, મહીસાગર, નર્મદા, પંચમહાલ, પોરબંદર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ભરુચ,છોટાઉદેપુર, ડાંગ, ખેડા, નવસારી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

    તો બીજી તરફ આણંદ, બનાસકાંઠા, ભાવનગર, બોટાદ,દાહોદ, દેવભૂમિ દ્વારકા, કચ્છ, પાટણ, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ અરવલ્લી, જામનગર, જુનાગઢ, મોરબી, મહેસાણા, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

  • 30 Jul 2023 07:42 AM (IST)

    અમદાવાદ: શાહીબાગ રાજસ્થાન હોસ્પિટલ આગ

    • હોસ્પિટલની અંદર દર્દીઓને શિફ્ટ કરવામાં આવી રહ્યા છે
    • હોસ્પિટલમાં 100 ઉપર દર્દી છે જેને મુવ કરવામાં આવી રહ્યા છે
    • બેઝમેન્ટમાં 50 જેટલા વાહનો અંદર છે
    • બેઝમેન્ટની કોઈ એન્ટ્રી એક્ઝિટ હોસ્પિટલમાં નહિ હોવાથી હોસ્પિટલમાં કોઈ અસર નહિ તે સારી બાબત
    • જોકે આગ લાગી ત્યારે અવાજ આવ્યો અને બાદમાં ધુમાડો થયો અને આગની ખબર પડી
    • દર્દીઓને હાલાકી ન પડે માટે શિફ્ટ કરાયા
    • બે માળના બેઝમેન્ટમાં નીચેના બેઝમેન્ટ માં આગ લાગી
    • ધુમાડો દૂર કરવા ચક્રવાત અને બ્લોવર મશીનની મદદ લેવાઈ
    • ઘટનામાં એક શ્વાનનું બેઝમેન્ટ માંથી રેસ્ક્યુ
    • 20 થી વધુ એમ્બ્યુલન્સ ની મદદ લઇ દર્દીઓને શિફ્ટ કરાયા
    • હાલ ઘટના સ્થળે 30 થી વધુ ફાયર બ્રિગેડની ગાડી અને સ્ટાફ અને અધિકારી હાજર
    • આગ કાબુમાં પણ ધુમાડો વધુ હોવાથી ધુમાડો કાઢવાની કામગીરી ચાલુ

  • 30 Jul 2023 07:07 AM (IST)

    ભારતે નવો રેકોર્ડ બનાવ્યો, ISROનું PSLV-C56 રોકેટ લોન્ચ

    ભારતે અવકાશમાં નવો રેકોર્ડ બનાવ્યો છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ શ્રીહરિકોટાથી PSLV-C56 રોકેટ લોન્ચ કર્યું છે. ઈસરો આ રોકેટ દ્વારા સાત ઉપગ્રહોને અવકાશમાં મોકલી રહ્યું છે. સિંગાપોરના અર્થ ઓબ્ઝર્વેશન સેટેલાઇટ અને અન્ય છ ઉપગ્રહોને પીએસએલવી રોકેટ દ્વારા ભ્રમણકક્ષામાં મૂકવામાં આવશે. ઈસરોએ આ જ મહિનામાં ચંદ્રયાન-3 પણ લોન્ચ કર્યું છે.

    ઈસરોએ આજે ​​PSLV-C56 રોકેટને તમિલનાડુની રાજધાની ચેન્નઈથી લગભગ 135 કિમી દૂર આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા ખાતે સ્થિત અંતરિક્ષ કેન્દ્ર પરથી લોન્ચ કર્યું છે. PSLV 44.4 મીટર ઊંચું છે. આ વર્ષે એપ્રિલમાં, ISRO એ PSLV-C55/Telios-2 નું સફળ મિશન પણ લોન્ચ કર્યું હતું.

  • 30 Jul 2023 06:34 AM (IST)

    અમદાવાદ: શાહીબાગમાં રાજસ્થાન હોસ્પિટલના બેજમેન્ટમાં લાગી આગ

    • ફાયર બ્રિગેડની 22 ગાડી ઘટના સ્થળે હાજર
    • મેજર કૉલ જાહેર કરવામાં આવ્યો
    • આગ બુજાવવાની કામગીરી ચાલુ
    • ધુમાડો વધુ હોવાથી આગ બુજવવામાં પડી રહી છે હાલાકી

Published On - Jul 30,2023 6:29 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">