2 ઓક્ટોબરના મહત્વના સમાચાર: હિંમતનગર હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, કાર ચાલકને બંને પગે ગંભીર ઇજા

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 02, 2023 | 11:52 PM

Gujarat Live Updates : આજે 02 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

2 ઓક્ટોબરના મહત્વના સમાચાર:  હિંમતનગર હાઇવે પર ડમ્પર અને કાર વચ્ચે ગંભીર અકસ્માત, કાર ચાલકને બંને પગે ગંભીર ઇજા
Gujarat latest live news and samachar today 2nd October 2023

આજે 02 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Oct 2023 11:45 PM (IST)

    IND vs NEP Live Streaming: એશિયન ગેમ્સમાં ભારતીય ક્રિકેટ ટીમની પહેલી મેચ નેપાળ સામે

    • ભારત અને નેપાળની ક્રિકેટ ટીમો 3 ઓક્ટોબરે ભારતીય સમય અનુસાર સવારે 6.30 કલાકે સામસામે ટકરાશે.
    • ભારત અને નેપાળ વચ્ચેની મેચ હાંગઝોઉના ZJUT ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે.
    • તમે સોની સ્પોર્ટ્સ નેટવર્ક પર ભારત અને નેપાળ વચ્ચેની મેચનું લાઈવ ટેલિકાસ્ટ જોઈ શકો છો.
    • તમે સોની લાઈવ એપ પર એશિયન ગેમ્સમાં ભારત-નેપાળ મેચનું લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકો છો.
    • તમે સોની લાઈવ એપ અથવા વેબસાઈટ પર ભારત અને નેપાળ વચ્ચેની મેચની મજા માણી શકો છો.
  • 02 Oct 2023 10:48 PM (IST)

    ગાંધીનગર છાલા બ્રિજ પર ડમ્પરની પાછળ કાર ઘુસી

    ગાંધીનગર હિંમતનગર હાઇવે પર છાલા બ્રિજ નજીક ઘટના બની. ડમ્પરની પાછળ કાર ઘુસી જતા કારચાલક કારમાં ફસાયો હતો. કારનો આગળનો ભાગ કાપીને ચાલકને બહાર કઢાયો. કાર ચાલકને બંને પગે ગંભીર ઇજાઓ પહોંચી. ઇજાગ્રસ્તને સારવાર માટે ખસેડાયો

  • 02 Oct 2023 10:47 PM (IST)

    અમદાવાદ ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં બેલેટ પેપરની ચોરીની ઘટના

    • ફાર્મસી કાઉન્સિલની ચૂંટણીમાં બેલેટ પેપરની ચોરીની ઘટના
    • અમદાવાદના મહિલા ફાર્માસિસ્ટના ઘરેથી જ ચોરાયું બેલેટ પેપર
    • મહિલાની ગેરહાજરીમાં ચોરાયું બેલેટ પેપર
    • ફાર્મસી કાઉન્સિલમાંથી આવુ છુ કહી પુત્ર પાસેથી લઈ ગયા બેલેટ પેપર
    • ફાર્માસિસ્ટ ન હોય એવા લેભાગુ લોકો ઉઘરાવી રહ્યા છે બેલેટ પેપર
    • ચુટણીમાં ગેરરીતિઓ થવાની સંભાવના
    • બેલેટ પેપર ઉઘરાવવાની ઘટનાઓ સામે ચુંટણી અધિકારીનું ભેદી મૌન
    • દસ વર્ષ બાદ ફાર્મસી કાઉન્સિલની થઈ રહી છે ચુંટણી
    • નામદાર હાઇકોર્ટના આદેશ બાદ થઈ રહી છે ચુંટણી
    • ગત ચુંટણીમાં પણ બેલેટ પેપર પોસ્ટ ઓફિસમાથી બારોબાર ચોરાયાની ઉઠી હતી ફરિયાદો
  • 02 Oct 2023 10:30 PM (IST)

    મહારાષ્ટ્ર, રાજસ્થાન, ગુજરાતના મુખ્ય સમાચાર

    • મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોત. મૃતકોમાં 12 નવજાત શિશુનો સમાવેશ. દવાઓના અભાવે જીવ ગુમાવ્યાનો પરિવારજનોનો આક્ષેપ.
    • લોકસભા ચૂંટણી પહેલા નીતિશ કુમારનો માસ્ટર સ્ટ્રોક. બિહાર સરકારે જાતિ ગણતરીના આંકડા કર્યા રજૂ. 27 ટકા OBC, 36 ટકા અતિ પછાત.
    • વડાપ્રધાન મોદીએ વિપક્ષની માનસિકતા પર સવાલ ઉઠાવ્યા. કહ્યું 60 વર્ષ મળ્યા પરંતુ કામ ન કર્યું. જાતિના નામે સમાજમાં ભાગલા પાડતા અને આજે પણ તે જ કરે છે.
    • રાજસ્થાનના ચિતૌડગઢમાં પીએમ મોદીએ ગહેલોતને સરકાર પર કર્યા પ્રહાર. કહ્યું, કોંગ્રેસની હારને હવે કોઈ નહીં રોકી શકે.
    • જૂનાગઢના દત્તાત્રેય ચરણપાદુકાના અપમાન કેસમાં તપાસ તેજ. ભવનાથ પોલીસ શિખર ખાતે પહોંચી. તો સંતોએ પાદુકાના અપમાનને ગણાવ્યું સનાતનનું અપમાન.
    • અમદાવાદ, ગાંધીનગર સહિત વિવિધ સ્થળે વિરોધ પ્રદર્શન. ફિક્સ પગાર નીતિ દૂર કરવા અને જૂની પેન્શન યોજના લાગુ કરવાની સરકારી કર્મચારીઓની માગ.
  • 02 Oct 2023 10:28 PM (IST)

    દાહોદના લીમડીમાં ગંદકીના ગંજ !

    એક તરફ દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી રહ્યું છે. નેતાઓ પણ હાથમાં સાવરણો પકડી સફાઇ કરી રહ્યા છે… પરંતુ દાહોદના લીમડીમાં તમે આવો તો સ્વચ્છતા ક્યાં છે તે તમારે શોધવું પડે… કેમકે અહીં માછણ નદીના કિનારે આવેલી ડમ્પિંગ સાઇટને કારણે લોકોના આરોગ્ય પર ઉભું થયું છે જોખમ… સતત ઠલવાઇ રહેલા કચરાને કારણે લીમડીના સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે… પરંતુ તંત્રને ડમ્પિંગ સાઇટ દૂર કરવાની નથી કોઇ દરકાર…

  • 02 Oct 2023 09:36 PM (IST)

    સાબરકાંઠા ટામેટા પકવતા ખેડૂતોની હાલત કફોડી

    સાબરકાંઠામાં ટામેટા પકવતા ખેડૂતોની હાલત કફોડી બની છે. 200 રૂપિયા કિલો વેચાતા ટામેટાનો ભાવ 20 રૂપિયા કિલો થતા ખેડૂતો ચિંતિત બન્યા છે. હિમતનગરમાં ખેડૂતોએ ટામેટાની ખેતી મોટા પાયે કરી.

  • 02 Oct 2023 09:35 PM (IST)

    ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં માથું ઉચકતો રોગચાળો

    • 17 સપ્ટેમ્બર સુધી રાજ્યમાં ડેન્ગ્યુના રેકોર્ડબ્રેક 3,334 કેસ
    • ચોમાસાની વિદાય વચ્ચે રાજ્યમાં માથું ઉચકતો રોગચાળો
    • માત્ર દોઢ જ માસમાં ડેન્ગ્યુના કેસમાં ચાર ગણો વધારો
    • આશ્ચર્યજનક રીતે ચિકનગુનિયાના કેસમાં દોઢ ગણો વધારો
    • 5 વર્ષમાં ગુજરાતમાં ડેન્ગ્યુના 40,872 કેસ નોંધાયા
    • ડેન્ગ્યુના કારણે 5 વર્ષમાં 41 લોકોએ ગુમાવ્યો જીવ
    • મચ્છરજન્ય રોગચાળાએ માથું ઉંચકતા શહેરીજનો ત્રાહિમામ
  • 02 Oct 2023 09:13 PM (IST)

    મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 દર્દીઓના મોત

    મહારાષ્ટ્રની નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં 24 કલાકમાં 24 લોકોના મોત થયા છે. જેમાં 12 નવજાત બાળકોનો પણ સમાવેશ થાય છે. આ બનાવથી આરોગ્ય વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. લોકોએ હોસ્પિટલમાં હોબાળો મચાવ્યો હતો અને આ મામલે તપાસની માંગ કરી હતી. જાણો આ મામલે સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટનું શું કહેવું છે.

  • 02 Oct 2023 09:12 PM (IST)

    દૈનિક 120 એમટી કચરાએ ગાંધીધામને બનાવી દીધું છે ગંદકીધામ

    કંડલા અને મુદરા અદાણી પોર્ટની બંદરિય પ્રવૃતિથી ધમધમતું આયોજનબદ્ધ શહેર ગાંધીધામ હાલે ગંકદીધામ બની ગયું છે. વર્ષોથી નગરપાલિકાના અસક્ષમતાએ આ શહેર, શહેરીજનો અને મુલાકાતે આવનારા તમામ માટે ગાંધીધામ ગંદુ અને ગંદકીધામની ઓળખ ઉભી કરી લીધી છે પણ હવે દિનદયાલ પોર્ટ કંડલાના નૈતિક સહયોગે આજે નગરપાલિકા અને પોર્ટ પ્રશાસન વચ્ચે સફાઈની દિશામાં મહત્વના કદમ મંડાયા છે અને બન્ને પક્ષોએ એમઓયુ કરાર કરીને શહેરની દેશના પ્રથમ નંબરના શહેર ઈન્દોરની તર્જ પર સફાઈની સમસ્યા ઉકેલી દેશભર માટે એક નમુનારૂપ કામગીરીની શરૂઆત કરી છે.

  • 02 Oct 2023 08:51 PM (IST)

    ઘોઘંબાના રાજગઢ પોલીસ સ્ટેશનનો જીઆરડીનો જવાન લાંચ લેતાં ઝડપાયો

    પંચમહાલમાં ઘોઘંબાના રાજગઢ પોલીસ સ્ટેશનનો જીઆરડીનો જવાન લાંચ લેતાં ઝડપાયો છે. રૂ 8000ની લાંચ લેતાં એસીબીના છટકામાં ઝડપાયો. ફરિયાદી વિરુદ્ધ થયેલ અરજીની પતાવટ માટે લાંચ માગી હતી. રાજેશ બારીયા નામનો જીઆરડી જવાન ઝડપાયો.

  • 02 Oct 2023 08:47 PM (IST)

    હાર્ટ એટેકના કારણે વધુ 2 વ્યક્તિના મોત

    રાજકોટમાં હાર્ટ એટેકના કારણે વધુ 2 વ્યક્તિના મોત થયા છે. રાશીદ ખાન (ઉવ.34) અને રાજેશ ભૂત (ઉવ.45) નામના વ્યક્તિઓના મોત નીપજ્યા છે. બેભાન હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રાત્રે સૂતા બાદ રાશીદ ખાન સવારે ન ઉઠતા બેભાન હાલતમાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. રાજેશ ભૂત નામની વ્યક્તિને ખોરાણા ગામ ખાતે આવેલ વાડીએ બેભાન થઈ જતાં હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

  • 02 Oct 2023 08:46 PM (IST)

    વડતાલ પોલીસે વિદેશી દારૂનો મસ મોટો જથ્થો ઝડપી પાડ્યો

    • વડોદરાથી અમદાવાદ લઇ જવામાં આવતો વિદેશી દારૂનો મસ મોટો જથ્થો વડતાલ પોલીસે ઝડપી પાડ્યો
    • નરસંડા ચોકડી પાસેથી પસાર થતી દારૂ ભરેલો ટ્રક બાતમીના આધારે ઝડપી પાડ્યો
    • વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડની 35 હજાર બોટલો પોલીસે કરી જપ્ત
    • 42 લાખ 62 હજારના દારૂ સહીત કુલ 62 લાખ 68 હજારનો મુદ્દામાલ જપ્ત
    • રાજસ્થાનના 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
  • 02 Oct 2023 08:45 PM (IST)

    સાબરકાંઠામાં વાહનની ટક્કરે દિપડાનુ મોત

    સાબરકાંઠામાં અજાણ્યા વાહનની ટક્કરે દિપડાનુ મોત થયું છે. બેરણા ઓવર બ્રિજ નજીક હાઈવે પર દીપડાનુ મોત થયું છે. ફોરેસ્ટ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ

  • 02 Oct 2023 08:44 PM (IST)

    કીમ-ઓલપાડ સ્ટેટ હાઇવે પર આઇસરની અડફેટે રાહદારીનું મોત

    સુરતના કીમ-ઓલપાડ સ્ટેટ હાઇવે પર આઇસરની અડફેટે રાહદારીનું મોત થયું છે. આઇસર ચાલકની પોલીસે ધરપકડ કરી છે. મૃતકની ઓળખ અંગે પોલીસ તપાસ કરી રહી છે.

  • 02 Oct 2023 08:13 PM (IST)

    રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ખાદી ખરીદવા

    • અમદાવાદમાં રાજ્યના CM ભુપેન્દ્ર પટેલ પહોંચ્યા ખાદી ખરીદવા
    • ખાદી ખરીદી ઝુંબેશ અંતર્ગત CM ખરીદશે ખાદી
    • ખાદીને પ્રોત્સાહન મળે તેવા હેતુથી CM ખરીદશે ખાદી
    • થલતેજમાં આવેલા યશ ખાદી ઇમ્પોરિયમ ખાતે પહોંચ્યા CM
  • 02 Oct 2023 07:56 PM (IST)

    ભાવનગર શહેર અને જિલ્લામાં હૃદય રોગનું પ્રમાણ વધ્યું

    હાલના સમયમાં હૃદય રોગની બીમારી એક બહુ મોટી સમસ્યા બની ગઈ છે. ભાવનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં બદલાયેલી જીવન શૈલીથી હૃદય રોગનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જેમાં ગંભીર કહેવાય તેવા હૃદય રોગના રોગીઓની સંખ્યા તો ચિંતાજનક રીતે વધી રહી છે. આજકાલ તો યુવાનોમાં પણ હાર્ટએટેકનું પ્રમાણ વધી ગયું છે. ભાવનગર જિલ્લામાં 2022-૨૩ ના વર્ષમાં આરોગ્ય વિભાગ એ જાહેર કરેલા આંકડા મુજબ કુલ 4,526 લોકોના મોત થયા છે અને તે પૈકી એકલા હાર્ટ એટેકથી જ 25.87 ટકા એટલે કે 26% લોકોએ જીવન ગુમાવ્યું હતું.

  • 02 Oct 2023 07:34 PM (IST)

    વલસાડ સુગર ફેક્ટરી નજીક આગની ઘટનામાં એક વ્યક્તિ બળીને ખાખ

    • વલસાડ સુગર ફેક્ટરી નજીક આગની ઘટનાનો મામલો
    • ઘટના એક વ્યક્તિનું મોત
    • દુકાનમાં ફસાયેલો એક વ્યક્તિ બળીને ખાખ
    • 4 લોકો ગંભિર રીતે ઈજાગ્રસ્ત થયા
    • ઘટનાની જાણ રૂરલ પોલીસને થતા સ્થળ પર પહોંચી
    • દુકાનમાં કોના દ્રારા કેમીકલ મુકાયું અને કોની દુકાનો છે તે અંગે તપાસ શરૂ
  • 02 Oct 2023 07:19 PM (IST)

    કોગ્રેસના કાર્યકરોએ સુરેન્દ્રનગર પાલીકામાં કચરો ઠાલવી કર્યો અનોખો વિરોધ

    સુરેન્દ્રનગરમાં યુથ કોગ્રેસના કાર્યકરોએ અનોખો વિરોધ કર્યો છે. સુરેન્દ્રનગર પાલીકામાં કચરો ઠાલવી વિરોધ કર્યો. સ્વચ્છતા અભિયાન અંતર્ગત કાલે નેતાઓએ ફોટો સેસન કરી ઉજવણી કરી હોવાની વાત કરી હતી. પરંતુ શહેરમાં કચરાના ઢગલા અને ગંદકી જેમની તેમ હોવાના આક્ષેપો લગાવવામાં આવ્યા હતા. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ કચરો એકઠો કરી પાલીકાની કચેરીમાં ઠાલવ્યો હતો.

  • 02 Oct 2023 07:09 PM (IST)

    જૂનાગઢ: પરિણીતાના મોત બાદ સિવિલ હોસ્પિટલમાં મારામારી

    • પરિણીતાના મોત બાદ થઈ મારામારી
    • સાસરિયા અને પિયર પક્ષ વચ્ચે મારામારી
    • હોસ્પિટલમાં મારામારી થતાં ભાગદોડ
    • પોલીસે બંન્ને પક્ષોને છોડાવ્યા
    • શંકાસ્પદ હાલતમાં પરિણીતાનું મોત
    • મૃતક પરિણીતાના પિતાનો આક્ષેપ
    • સાસરિયા પક્ષે પરિણીતાની ગળે ફાંસો આપી હત્યા કર્યાનો આક્ષેપ
  • 02 Oct 2023 07:02 PM (IST)

    આસામ, ત્રિપુરા, મેઘાલય અને ઉત્તર બંગાળમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા

    સોમવારે આસામ, ત્રિપુરા, મેઘાલય અને ઉત્તર બંગાળમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબા ભૂકંપની તીવ્રતા 5.3 માપવામાં આવી છે. મહત્વનુ છે કે અત્યાર સુધી કોઈ પણ જાનહાનિના સમાચાર નથી. 

  • 02 Oct 2023 06:14 PM (IST)

    અમદાવાદ: શારદાબેન હોસ્પિટલ ફરી વિવાદમાં

    • દોઢ વર્ષના બાળકને દવાની જગ્યાએ ફીનાઇલ પીવડાવ્યું
    • નર્સની બેદરકારીનો આક્ષેપ
    • નર્સે બાળકની માતાને ખોટી દવા આપી
    • પરિવારે હોસ્પિટલમાં મચાવ્યો હોબાળો
    • શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં કરી અરજી
    • દવાની બોટલના લેબ ટેસ્ટની કાર્યવાહી હાથ ધરી
  • 02 Oct 2023 05:28 PM (IST)

    વલસાડ: સુગર ફેકટરી સામે આવેલી 12 જેટલી દુકાનમાં લાગી ભીષણ આગ

    • ફટાકડાના રો મટિરિયલ રાખતી દુકાનમાં આગ લાગતા અન્ય દુકાનો પણ આવી ચપેટમાં
    • ફટાકડાના રો મટિરિયલ બનાવતી દુકાનમાં બ્લાસ્ટ થતા 3 લોકો ઘાયલ
    • ઘાયલોને સારવાર અર્થે વલસાડની સિવિલ હોસ્પિટલ ખસેડાયા
    • 4 થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી
    • દુકાનોના શટર બંધ હોવાના કારણે ફાયર વિભાગની ટિમને હાલાકી
    • શટર તોડવાની કામગીરી હાથ ધરી
  • 02 Oct 2023 04:50 PM (IST)

    પાંચ રાજ્યોની ચૂંટણીમાં ભાજપને ઘેરવા માટે કોંગ્રેસનો માસ્ટર પ્લાન તૈયાર

    કોંગ્રેસ પાર્ટી મધ્યપ્રદેશ, છત્તીસગઢ, રાજસ્થાન, તેલંગાણા અને મિઝોરમમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં સેના સંબંધિત મુદ્દા ઉઠાવીને કેન્દ્રને ઘેરવાનો પ્રયાસ કરશે. આ માટે કોંગ્રેસ દ્વારા સંપૂર્ણ આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં આ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો પણ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે.

  • 02 Oct 2023 03:59 PM (IST)

    ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગમાં હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ, માંડ બચ્યો 5 લોકોનો જીવ

    ઉત્તરાખંડના રુદ્રપ્રયાગના ગુપ્તકાશીથી કેદારનાથ જઈ રહેલા ટ્રાન્સ ઈન્ડિયા હેલિકોપ્ટરનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. ખરાબ હવામાનના કારણે હેલિકોપ્ટર જૂની ગરુડ ચટ્ટી પાસે લેન્ડ થયું છે. હેલિકોપ્ટરમાં પાંચ લોકો સવાર હતા. દરેક વ્યક્તિ સુરક્ષિત છે.

  • 02 Oct 2023 01:57 PM (IST)

    સુરત એરપોર્ટ ફરી એક વખત દુર્ઘટના થતા રહી ગઈ

    • અમદાવાદ – સુરત વેન્ચ્યુરા પ્લેનના ટાયરની હવા નીકળી ગઈ હતી
    • વહેલી સવારે અમદાવાદથી સુરત એરપોર્ટ ફલાઇટ પહોંચી હતી
    • સદનસીબે કોઈ દુર્ઘટના બની નહીં
    • થોડા દિવસ પહેલા ટાયર ફાટતા નવું ટાયર લગાવામાં આવ્યું હતું
    • આ સમસ્યા થતા પાછળ આવી રહેલ ફલાઇટને થોડા સમય માટે હવામાં રાખવી પડી હતી
  • 02 Oct 2023 10:24 AM (IST)

    Breaking News : UPના દેવરિયામાં મોટો હત્યાકાંડ ! જમીન વિવાદ મામલે 6 લોકોની ગોળી મારી કરાઈ હત્યા

    ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના એક ગામમાં પરસ્પર વિવાદ બાદ છ લોકોની હત્યા કરવામાં આવી છે. હત્યા પાછળ જૂની અદાવત અને જમીન વિવાદનો મામલો સામે આવ્યો છે. 6 લોકોની હત્યા બાદ સમગ્ર ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે. સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 6 લોકોની હત્યાની માહિતી મળતા જ પોલીસ પ્રશાસનના તમામ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પીડિતાના પરિવાર અને અન્ય લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.

  • 02 Oct 2023 09:45 AM (IST)

    ગુજરાતમાં ચોમાસાની વિદાય વચ્ચે રોગચાળાનો ભરડો, ડેન્ગ્યૂના રેકોર્ડબ્રેક 3334 કેસ નોંધાયા

    Ahmedabad : ગુજરાતમાં ચોમાસાની (Monsoon 2023) વિદાય વચ્ચે રોગચાળો (Epidemic) માથુ ઉચકતો જોવા મળી રહ્યો છે. 17 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ડેન્ગ્યૂના રેકોર્ડબ્રેક 3,334 કેસ નોંધાયા છે. માત્ર દોઢ જ માસમાં ડેન્ગ્યૂના (Dengue) કેસમાં ચાર ગણો વધારો થયો છે. તો બીજી તરફ આશ્ચર્યજનક રીતે ચિકનગુનિયાના કેસમાં દોઢ ગણો વધારો થયો છે.

  • 02 Oct 2023 09:44 AM (IST)

    રાજકોટમાં હેડ કોન્સ્ટેબલ વિનોદ ખેરને કચડવાનો પ્રયાસ

    રાજકોટમાં ટ્રાફિક વોર્ડને જ ટ્રાફિના નિયમો નેવે મૂકીને હેડ કોન્સ્ટેબલને કચડવાનો પ્રયાસ કર્યો છે, નશામાં ધૂત ટ્રાફિક વોર્ડન પ્રતીક વવેચાએ પૂરઝડપે કાર હંકારીને પોલીસ કમિશનરના બંગલે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ વિનોદ ખેરને કચડવાનો પ્રયાસ કર્યો છે. ઘટનાને પગલે હેડ કોન્સ્ટેબલ વિનોદ ખેરે ફરિયાદ નોંધાવી છે.

  • 02 Oct 2023 09:06 AM (IST)

    PM Modi આજે ગ્વાલિયરમાં, કરોડોના વિકાસના કામોની આપશે ભેટ

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓક્ટોબરે ગ્વાલિયરની મુલાકાતે છે. તેઓ બપોરે 3 વાગ્યે ગ્વાલિયર એરપોર્ટ પહોંચશે. આ પછી, તેઓ બપોરે 3.30 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મેલા ગ્રાઉન્ડ પર પહોંચશે અને શિલાન્યાસ, ભૂમિપૂજન અને વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે.

    પીએમ નરેન્દ્ર મોદી અહીં એક જનસભાને પણ સંબોધિત કરશે. આ પછી તેઓ સાંજે 5.25 વાગ્યે ગ્વાલિયરથી દિલ્હી જવા રવાના થશે. ઉલ્લેખનીય છે કે PM નરેન્દ્ર મોદી અહીં 19 હજાર કરોડ રૂપિયાના કામોનો શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે. તેઓ ગ્વાલિયર સુમાવલી ​​ટ્રેક પર ટ્રેનને લીલી ઝંડી આપશે.

  • 02 Oct 2023 08:18 AM (IST)

    મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ પર PM મોદીએ રાજઘાટ પહોંચી બાપુને આપી શ્રદ્ધાંજલિ

    દેશભરમાં આજે ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. મહાત્મા ગાંધીની જન્મજયંતિ દર વર્ષે 2 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન તેમની સાથે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી પણ હાજર હતા.આ પહેલા લોકસભા સ્પીકર ઓમ બિરલા પણ રાજઘાટ પહોંચ્યા અને બાપુને શ્રદ્ધાંજલિ આપી. આજે મહાત્મા ગાંધીની 154મી જન્મજયંતિ છે.

  • 02 Oct 2023 08:01 AM (IST)

    દરિયાપુર મનપસંદ જીમ ખાનામાં ફરી એક વખત રેડ, ક્રાઇમ બ્રાંચે 25 જેટલા જુગારીઓ પકડ્યા

    દરિયાપુર મનપસંદ જીમ ખાનામાં ફરી એક વખત રેડ પાડીને ક્રાઇમ બ્રાંચે 25 જેટલા જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. મનપસંદ જીમખાનાની આડમાં જુગારનો અડ્ડો ચલાવનાર ગોવિંદ ઉર્ફે ગામમાં પટેલની ધરપકડ કરાઈ છે. પોલીસના ડરથી જુગારમાં હાર-જીતનો હિસાબ પછી કરતા હતા ક્રાઇમ બ્રાંચે જુગારનો હિસાબની ચિઠ્ઠીઓ, રોકડા રૂપિયા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જણાવવું રહ્યું કે એક અઠવાડિયામાં બીજી વખત ક્રાઇમ બ્રાંચે દરિયાપુર મનપસંદ જીમ ખાનામાં રેડ કરી છે. અગાઉ સ્ટેટ મોંનટરિંગ સેલે રેડ કરી 180 જેટલા જુગારીઓ સાથે લાખોનો મુદ્દામાલ પકડ્યો હતો અત્યાર સુધી 12 વખત મનપસંદ જીમખાનામાં દરોડા પડી ચુક્યા છે.

  • 02 Oct 2023 07:50 AM (IST)

    BJPની રાજસ્થાન અને છત્તીસગઢ માટે રણનીતિ બનાવવા ચાલી કલાકોની બેઠક

    પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ હવે એક્શન મોડમાં આવી ગયો છે. કલાકો સુધી અધ્યયન અને રણનીતિ બનાવવાને લઈ ભાજપની ટોચની નેતાગીરી બેઠકોનો દોર કરી રહી છે. ખાસ કરીને રાજસ્થાન અને છત્તીસગઢ માટે ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કોર ગ્રુપની બેઠક યોજી હતી.

    જેપી નડ્ડાના નિવાસસ્થાને યોજાયેલી આ બેઠકમાં મળતી માહિતિ પ્રમાણે અમિત શાહની સાથે રાજસ્થાનના પૂર્વ સીએમ વસુંધરા રાજે સિંધિયા પણ ઉપસ્થિત હતા. જણાવવામાં આવી રહ્યું છે કે બેઠકમાં રાજસ્થાનના ઉમેદવારો પર ચર્ચા કરવામાં આવી હતી. આ સિવાય પણ બીજેપી કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક સાંજે શરૂ થઈ જે મોડી રાત સુધી ચાલુ રહી હતી.

  • 02 Oct 2023 07:49 AM (IST)

    આજે બેંક ખુલશે નહીં, કામનું પ્લાનિંગ કરતા પહેલા રજાઓની યાદી તપાસી લેજો

    Bank Holidays in October 2023 : ઓક્ટોબરનો નવો મહિનો શરૂ થઇ ગયો છે. દેશની કેન્દ્રીય બેંક RBIએ ઓક્ટોબર મહિનાની બેંક રજાઓની યાદી જાહેર કરી છે. ઓક્ટોબર મહિનામાં બેંકો એક-બે દિવસ નહીં પરંતુ કુલ 16 દિવસ માટે બંધ રહેશે. આમાં સાપ્તાહિક રજાઓનો  પણ સમાવેશ થાય છે. આજે સપ્તાહનો પહેલો દિવસ હોવા છતાં બેંક ખુલશે નહીં.

  • 02 Oct 2023 07:48 AM (IST)

    શિવાજી મહારાજના વાઘ નખને લઈ Good News, 350 વર્ષ પછી ઈંગ્લેન્ડ ભારતને પરત કરશે

    London News: છત્રપતિ શિવાજી મહારાજનું પ્રખ્યાત વાઘની નખ ‘વાઘ નો પંજો’ હથિયાર 350 વર્ષ બાદ બ્રિટનથી ભારત પરત લાવવામાં આવી રહ્યું છે. તેનો ઉપયોગ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા 1659માં બીજાપુર સલ્તનતના જનરલ અફઝલ ખાનને હરાવવા અને દગો આપનાર અફઝલને હરાવવા માટે કરવામાં આવ્યો હતો. તે નવેમ્બરમાં લંડનથી મહારાષ્ટ્ર પરત આપવામાં આવી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વર્ષે છત્રપતિ શિવાજીના રાજ્યાભિષેકની 350મી વર્ષગાંઠ છે.

  • 02 Oct 2023 06:34 AM (IST)

    ખોડલધામના ચેરમેન નરેશ પટેલનો પાટીદાર યુવાનોને હુંકાર, સવા કરોડ છીએ, મુંછના આંકડાનો જરૂર પડે ઉપયોગ કરો

    Rajkot: રાજકોટના ખોડલધામમાં યોજાયેલ કન્વિનર મીટમાં નરેશ પટેલે પાટીદાર યુવાનોને હુંકાર કર્યો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલે નિવેદન આપ્યું હતું કે,, ગુજરાતમાં પટેલ સમાજની સવા કરોડ જેટલી વસ્તી છે, ગમે ત્યારે જરૂર પડે ત્યારે ભેગુ થવું. પાટીદાર યુવાનો હાલના સમયમાં મૂછોના આકડા ચડાવતા થયા છે. મૂછોના આંકડા રાખવા અને જરૂર લાગે ત્યાં તેનો ઉપયોગ પણ કરવો.

  • 02 Oct 2023 06:34 AM (IST)

    Breaking News : કાલાવડ-જામનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ત્રણ લોકોના મોત

    Jamnagar : કાલાવડ-જામનગર હાઇવે પર એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. મોટી માટલી ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. તો બે વ્યક્તિની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જી જી હોસ્પિટલ ખસેડાયા છે.

  • 02 Oct 2023 06:33 AM (IST)

    Ahmedabad: શિવરંજની સોસાયટીમાં સ્થાનિકોની પીજીમાં રહેતી યુવતીઓ સાથે માથાકૂટ

    Ahmedabad: અમદાવાદની શિવરંજની સોસાયટીમાં PGમાં રહેતી યુવતીઓ અને સ્થાનિકો વચ્ચે માથાકૂટ થઈ. PGમાં રહેતી યુવતીઓ ટૂંકા કપડા પહેરી સોસાયટીમાં ફરતી હોવા મુદ્દે સ્થાનિક મહિલાઓ સાથે બોલાચાલી થઈ. સ્થાનિકોએ આક્ષેપ કર્યો કે PGની યુવતી ટૂંકા કપડા પહેરીને મોડી રાત્રે ગમે ત્યારે આવ-જા કરે છે. યુવતીઓએ આક્ષેપ કર્યો કે સ્થાનિકો વારંવાર ટોર્ચર કરીને ઝપાઝપી કરે છે. સેટેલાઈટ પોલીસે બંને પક્ષની અરજી લઈને તપાસ હાથ ધરી છે.

Published On - Oct 02,2023 6:33 AM

Follow Us:
શું પંજાબમાં પણ થશે જમ્મુ-કાશ્મીર જેવી સ્થિતિ?
શું પંજાબમાં પણ થશે જમ્મુ-કાશ્મીર જેવી સ્થિતિ?
ડીસા - થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, આધેડનું મોત
ડીસા - થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત, આધેડનું મોત
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
સાળંગપુરમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજને સુવર્ણ વાઘાનો કરાયો શણગાર
ગોંડલના BAPS મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં અન્નકૂટ ધરાવાયો
ગોંડલના BAPS મંદિરમાં મહંત સ્વામીની હાજરીમાં અન્નકૂટ ધરાવાયો
વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, ભક્તોની ભારે ભીડ જોવા મળી
વડતાલ મંદિરમાં અનોખો શણગાર કરાયો, ભક્તોની ભારે ભીડ જોવા મળી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી
કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલે પણ નવા વર્ષની કરી ઉજવણી
જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા
જગુદણમાં બે જૂથ વચ્ચે અથડામણ, 10 લોકો ઈજાગ્રસ્ત થયા
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી
કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કરી નવા વર્ષની ઉજવણી
આ રાશિના જાતકોના જીવનમાં આજે સુખ અને સમૃદ્ધિ આવશે, જાણો આજનું રાશિફળ
આ રાશિના જાતકોના જીવનમાં આજે સુખ અને સમૃદ્ધિ આવશે, જાણો આજનું રાશિફળ
અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ
અબુધાબી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરમાં ભવ્ય દિપોત્સવ
g clip-path="url(#clip0_868_265)">