London News : ખાલિસ્તાનીઓ બેફામ, લંડનમાં રેસ્ટોરન્ટના માલિક પર કર્યો ગોળીબાર, જુઓ Video

ખાલિસ્તાની ઉગ્રવાદીઓએ લંડનમાં એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. પશ્ચિમ લંડનમાં રેસ્ટોરન્ટ ચલાવતા શીખ વ્યક્તિની કાર પર ઉગ્રવાદીઓએ ગોળીબાર કર્યો છે. આ ઘટનામાં શીખ પરિવારનો આબાદ બચાવ થયો હતો. કેટલાક અજાણ્યા હુમલાખોરોએ કથિત રીતે પહેલા હરમાન સિંહ કપૂરની કાર પર ગોળીબાર કર્યો અને પછી તેમના પરિવાર પર પણ હુમલો કર્યો.

London News : ખાલિસ્તાનીઓ બેફામ, લંડનમાં રેસ્ટોરન્ટના માલિક પર કર્યો ગોળીબાર, જુઓ Video
Image Credit source: Tv9 ભારતવર્ષ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 7:55 AM

London News:  લંડનમાં શીખ ઉગ્રવાદીઓએ વધુ એક મોટી ઘટનાને અંજામ આપ્યો છે. પશ્ચિમ લંડનમાં શીખ રેસ્ટોરન્ટ ચલાવતા એક વ્યક્તિએ દાવો કર્યો છે કે કેટલાક ઉગ્રવાદીઓએ તેની કાર પર ગોળીબાર કર્યો હતો અને તોડફોડ કરી હતી. મલિકે કહ્યું કે આ ઘટના પહેલા ખાલિસ્તાની તત્વો સામે અવાજ ઉઠાવ્યા બાદ તેમને ધમકીઓ મળી હતી.

આ પણ વાંચો: Gujarati Video : અમદાવાદમાં ભારત-પાકિસ્તાનની મેચમાં આતંકી હુમલાની ધમકી આપનાર ખાલિસ્તાની આંતકી પન્નુ સામે નોંધાઈ FIR

#majaniwedding લગ્નના બંધનમાં બંધાયા મલ્હાર અને પૂજા, જુઓ ફોટો
ઓછું પાણી પીવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ 5 નુકસાન, જાણો અહીં
Vastu Tips: સીડી નીચે ટોયલેટ બનાવવાથી શું થાય છે ? જાણો
Immunity Increase : શિયાળામાં ઈમ્યુનિટી વધારવા માટે આ 4 વસ્તુઓ આરોગો
આજનું રાશિફળ તારીખ : 26-11-2024
Jyotish Shastra : કઈ કીડીનું ઘરમાં આવવું શુભ છે, લાલ કે કાળી?

ANIના અહેવાલ મુજબ, લંડનમાં હિન્દુઓ અને ભારતીયોની સામાજિક સંસ્થા Insightuk2એ આ ઘટનાનો વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો છે કે કેટલાક અજાણ્યા હુમલાખોરોએ કથિત રીતે પહેલા હરમાન સિંહ કપૂરની કાર પર ગોળીબાર કર્યો અને પછી તેમના પરિવાર પર પણ હુમલો કર્યો. આ પહેલા પણ આ પરિવારને ખાલિસ્તાની સમર્થકો તરફથી સતત હિંસા અને બળાત્કારની ધમકીઓ મળી રહી હતી.

જોકે, આ ફાયરિંગની ઘટના અંગે યુકે પોલીસ તરફથી હજુ સુધી કોઈ ઔપચારિક નિવેદન આવ્યું નથી. પશ્ચિમ લંડનમાં આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે કેટલાક ખાલિસ્તાની તત્વોએ સ્કોટલેન્ડમાં ભારતીય હાઈ કમિશનરના એક કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ ખાલિસ્તાની તત્વોએ તેને ગ્લાસગોના એક ગુરુદ્વારામાં પ્રવેશતા પણ રોક્યા હતા.

પહેલા ધમકી પછી કાર પર હુમલો

ટ્વીટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે હરમન કપૂરના પરિવાર પર કેટલાય મહિનાઓ સુધી કથિત રીતે અત્યાચાર ગુજારવામાં આવ્યા બાદ પણ પોલીસ દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી અને ન તો આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી છે. સામાજિક સંગઠને પૂછ્યું છે કે લંડનમાં કાયદો અને વ્યવસ્થા માટે ગંભીર ખતરો પેદા કરનાર આ ખાલિસ્તાનીઓ વિરુદ્ધ ક્યારે કાર્યવાહી કરવામાં આવશે. અહીંની સરકાર આતંકવાદ સામે કડક પગલાં કેમ નથી લઈ રહી?

ખાલિસ્તાની આંદોલન વિરુદ્ધ પોસ્ટ બાદ ધમકીઓ મળી

ખાલસા વોક્સના અહેવાલ મુજબ, 4 મેના રોજ, કપૂરે ખાલિસ્તાની આંદોલનને લઈને એક પોસ્ટ કરી હતી. ત્યારથી તેને સતત ધમકીઓ મળી રહી છે. રિપોર્ટ અનુસાર, કપૂર પરિવાર પર અત્યાર સુધીમાં ત્રણ જીવલેણ હુમલા થયા છે, જેના કારણે તેઓ અસુરક્ષિત મહેસૂસ કરવા લાગ્યા છે. એપ્રિલ 2023 માં, લંડનમાં ભારતીય હાઈ કમિશનમાં તોડફોડની ઘટનાના થોડા દિવસો પછી, હરમનની રેસ્ટોરન્ટ પર હુમલો કરવામાં આવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">