AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જયપુર અકસ્માત મામલે સપા નેતાનું ધમકીભર્યુ નિવેદન, કહ્યું- જો તમે આવું વર્તન કરશો તો..

એસટી હસને ભાજપ પર હિન્દુ-મુસ્લિમ રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, બાઇક અથડામણની ઘટનામાં પણ જો હિન્દુ-મુસ્લિમ સંઘર્ષ શરૂ થશે તો દેશ ક્યાં જશે. તેથી, તે રાજકીય પક્ષો જવાબદાર છે જેઓ ધર્મોની મદદથી આવા વિવાદોને છેડે છે અને લોકોમાં ઉશ્કેરણી પેદા કરે છે. અત્યારે બીજેપી આપણા દેશમાં હિન્દુ-મુસ્લિમ સિવાય કંઈ કરી રહી નથી.

જયપુર અકસ્માત મામલે સપા નેતાનું ધમકીભર્યુ નિવેદન, કહ્યું- જો તમે આવું વર્તન કરશો તો..
SP MP threatens on Jaipur case
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 01, 2023 | 9:39 AM
Share

રાજસ્થાનની રાજધાની જયપુરમાં માર્ગ અકસ્માત બાદ ઝઘડા અને લડાઈમાં એક મુસ્લિમ યુવકનું મોત થયું છે. આ ઘટના બાદ જયપુરમાં ભારે હોબાળો થયો હતો. હવે તેના પર રાજકારણ ગરમાય રહ્યું છે. ત્યારે આ બધાની વચ્ચે મુરાદાબાદથી સમાજવાદી પાર્ટીના સાંસદ એસટી હસને ધમકીભર્યું અને ઉશ્કેરણીજનક નિવેદન આપતા હોબાળો મચી ગયો છે. તેમણે આ મામલે કટાક્ષ કરતા કહ્યું હતુ કે દેશમાં 2-4 લાખ નહીં પરંતુ કરોડો મુસ્લિમો છે. જો આવું વર્તન થશે તો ભવિષ્યમાં શું થશે તે સારી રીતે સમજી શકાય છે.

જયપુર ઘટના માટે રાજનીતિ જવાબદાર – હસન

એસટી હસને ભાજપ પર હિન્દુ-મુસ્લિમ રાજનીતિ કરવાનો આરોપ લગાવતા કહ્યું કે, બાઇક અથડામણની ઘટનામાં પણ જો હિન્દુ-મુસ્લિમ સંઘર્ષ શરૂ થશે તો દેશ ક્યાં જશે. તેથી, તે રાજકીય પક્ષો જવાબદાર છે જેઓ ધર્મોની મદદથી આવા વિવાદોને છેડે છે અને લોકોમાં ઉશ્કેરણી પેદા કરે છે. અત્યારે બીજેપી આપણા દેશમાં હિન્દુ-મુસ્લિમ સિવાય કંઈ કરી રહી નથી. જેના કારણે હવે એવું થઈ રહ્યું છે કે સહેજ પણ નાની બાબત બનશે તમને મારી નાખશે. આ માટે આપણું રાજકારણ જવાબદાર છે.

રાજનીતિ રોજગાર પર હોવી જોઈએ, હિન્દુ-મુસ્લિમ પર નહીં – હસન

એસટી હસને વધુમાં કહ્યું કે, રાજનીતિ રોજગાર પર હોવી જોઈએ, હિન્દુ-મુસ્લિમ પર નહીં. હવે દેશ માટે મોટો ખતરો ઉભો થશે, કારણ કે મુસ્લિમો આ દેશની બીજી સૌથી મોટી વસ્તી છે. દેશમાં 2-4 લાખ નથી, કરોડો મુસ્લિમો છે. જો તેમની સાથે આવું વર્તન કરવામાં આવશે તો ભવિષ્યમાં શું થશે તે તમે અને હું સારી રીતે સમજીએ છીએ.

મોબ લિંચિંગ કરનારાઓનું સ્વાગત છે – હસન

એસટી હસને કહ્યું કે જે મોબ લિંચિંગ થઈ રહ્યું છે તે એટલા માટે થઈ રહ્યું છે કારણ કે જેઓ મોબ લિંચિંગ કરે છે તેમને સ્ટેજ પર આવકારવામાં આવે છે. તેમને હાર પહેરાવવામાં આવે છે. તેઓ જાણે છે કે આપણે ગમે તે કરીએ, કંઈ થવાનું નથી. શું તમે જોયું નથી કે સંસદમાં મુસ્લિમોને શું કહેવામાં આવ્યું હતું અને હવે શું થયું, તેમનો દરજ્જો વધી ગયો.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">