Jamnagar Breaking News : કાલાવડ-જામનગર હાઇવે પર ભયંકર અકસ્માત, ત્રણ લોકોના મોત, Video
કાલાવડ-જામનગર હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ માટલી ગામના સરપંચ સહિત ગામલોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે જામનગરની જી જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ ઘટનામાં 2 મહિલા અને 1 પુરુષનું મોત થયું છે.
Jamnagar : કાલાવડ-જામનગર હાઇવે પર એક જીવલેણ અકસ્માતની ઘટના સામે આવી છે. મોટી માટલી ગામ પાસે આ અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયેલા આ અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા છે. તો બે વ્યક્તિની હાલત ગંભીર છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે જી જી હોસ્પિટલ ખસેડાયા છે.
મળતી માહિતી અનુસાર, કાલાવડ-જામનગર હાઇવે પર કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતની જાણ થતાં જ માટલી ગામના સરપંચ સહિત ગામલોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને ઘાયલોને સારવાર માટે જામનગરની જી જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યા હતા. આ ઘટનામાં 2 મહિલા અને 1 પુરુષનું મોત થયું છે. મૃતક મુસ્લિમ પરિવાર જામનગરના રહેવાસી હોવાની માહિતી મળી છે.
જામનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
