2 જૂલાઈના મહત્વના સમાચાર : ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી, સવારના 6થી રાત્રિના 10 સુધીમાં 81 તાલુકામાં વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 03, 2023 | 12:02 AM

આજે 2 જુલાઈ રવિવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર તથા વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

2 જૂલાઈના મહત્વના સમાચાર : ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી, સવારના 6થી રાત્રિના 10 સુધીમાં 81 તાલુકામાં વરસાદ

આજે 2 જુલાઈ રવિવારના રોજ ગુજરાત સહિત દેશના વિવિધ રાજ્યો તમામ અપડેટસ તેમજ આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર તથા વરસાદને લગતા સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Jul 2023 11:04 PM (IST)

    Gujarat News Live : વડોદરાના વાડીમાં નજીવી બાબતે બે જૂથ વચ્ચે પથ્થરમારો

    વડોદરાના વાડી વિસ્તારમાં રંગ મહાલ ચબુતરા નજીક પથ્થરમારો થવાની ઘટના બની છે. બનાવની જાણ થતા જ, સ્થાનિક વાડી પોલીસ મથકના સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને ટોળાઓને વિખેરી નાંખ્યા હતા. પરિસ્થતિ વધુ વણસે તે પૂર્વે પોલીસે ટોળાંઓને વિખેરી નાખીને સ્થિતિને કાબુમાં લીધી હતી. વડોદરા ઝોન 3 DCP, ACP સહિતનો કાફલો ઘટના સ્થળે પહોચી ગયો હતો. પથ્થરમારો થવા પાછળ જુદા જુદા કારણોની ચર્ચા થઈ રહી છે. પથ્થર મારો જે દિશામાંથી શરૂ થયો ત્યાં પોલીસે કોમ્બિગ હાથ ધર્યું હતું.

  • 02 Jul 2023 10:39 PM (IST)

    Gujarat News Live : ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઘટી, સવારના 6થી રાત્રિના 10 સુધીમાં 81 તાલુકામાં વરસાદ

    છેલ્લા ત્રણ દિવસથી ગુજરાતને ઘમરોળ્યાં બાદ, આજે વરસાદનું પ્રમાણ ઘટ્યું છે. વરસાદી સિસ્ટમ સક્રીય ના હોવાથી, આજે રવિવારે સવારના 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધીમાં રાજ્યના 81 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 17 તાલુકામાં એક ઈંચથી લઈને પાંચ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં પાંચ ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

  • 02 Jul 2023 10:03 PM (IST)

    Gujarat News Live : શેત્રુંજીના પૂરમાં 2 સિંહબાળ 1 સિંહણ તણાયા

    શેત્રુજી નદીમાં આવેલા પૂરમાં, ગારીયાધારના ઠાસા અને રાણીગામ બોડર નજીક 2 સિંહબાળ 1 સિંહણ તણાયા હતા. જો કે, સિંહણ અને સિંહબાળ બહાર નીકળ્યા હતા. પરંતુ અન્ય સિંહબાળ 24 કલાકથી લાપતા હોવાનું સામે આવ્યું છે. વન વિભાગે એ વાતની પૃષ્ઠી કરી છે કેસ લાપત્તા સિંહબાળનુ લોકેશન મળ્યું છે. સ્થાનિકોનું કહેવું છે કે, શેત્રુંજી નદી કાંઠે વસવાટ કરતા સિંહોને પૂર પહેલા દૂર નહીં કરવાના કારણે આ ઘટના બની હતી. વર્ષ 2015માં અમરેલીની પૂર હોનારતમાં 13 સિંહો શેત્રુંજી નદીમાં તણાઈ ગયા હતા.

  • 02 Jul 2023 09:14 PM (IST)

    શરદ પવારના નિવેદન પર કોઈ ટિપ્પણી નહીં કરું- પ્રફુલ્લ પટેલ

    મહારાષ્ટ્રમાં એનડીએ સરકારમાં જોડાવાના નિર્ણય પર એનસીપીના કાર્યકારી પ્રમુખ પ્રફુલ્લ પટેલે કહ્યું કે, અમારા નેતા શરદ પવારે જે પણ કહ્યું છે તેના પર હું ટિપ્પણી નહીં કરું. તેઓ અમારા માટે આદરણીય છે અને હંમેશા રહેશે. જેમ કે અજિત પવારે કહ્યું કે અમે જે પણ નિર્ણય લીધો છે તે એક પક્ષ તરીકે લેવામાં આવ્યો છે, તે સામૂહિક નિર્ણય છે. કોઈના પર દબાણ નથી.

  • 02 Jul 2023 08:02 PM (IST)

    દેશમાં જીવંત લોકશાહી, જે બધાના સહકારથી ચાલે છે – ઓમ બિરલા

    લોકસભા સ્પીકર ઓમ બિરલાએ દિલ્હીમાં ‘ભારતીય સહકારી પરિષદ’ દરમિયાન કહ્યું કે આપણી પાસે જીવંત લોકશાહી છે અને આપણી લોકશાહીની તમામ સંસ્થાઓ સહકાર પર આધારિત છે. લોકશાહી દરેકના સહકારથી ચાલે છે, જેનાથી સમાજનું કલ્યાણ થાય છે.

  • 02 Jul 2023 07:49 PM (IST)

    Junagadh : ઓસા ગામમાં 2 યુવકો તણાવાનો મામલો, NDRF અને ગ્રામજનો કરી રહ્યા છે શોધખોળ

    ઘેડના ઓસા ગામમાં 2 યુવકો તણાયા હોવાને લઈ હાલ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ છે. બેમાંથી એક યુવકનું ગઈકાલે રેસ્ક્યૂ કરાયું હતું. ગૂમ થયેલા વધુ એક યુવકની NDRF અને ગ્રામજનો શોધખોળ કરી રહ્યા છે. 15 કલાક પહેલા યુવક પાણીના વહેણમાં તણાયો હતો. જેની હાલ સુધી કોઈ ભાળ મળી નથી. દોઢ દિવસથી વરસાદે વિરામ લીધો છતાં ભોજત નદીનું વહેણ યથાવત રહેવા પામ્યું છે.

  • 02 Jul 2023 07:40 PM (IST)

    Ahmedabad : અસામાજિક તત્વો બેફામ, મકોડી પહેલવાને પોલીસ ચોકીમાં જ કરી તોડફોડ

    ગીતા મંદિર બસ સ્ટેશનમાં અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ડર જ ના રહ્યો હોય એમ ખુલ્લેઆમ આતંક મચાવી રહ્યા છે. ભાવેશ ઉર્ફે મંગો અને તેના સાગરીતોએ સવારના સમયે બસ સ્ટેન્ડ પોલીસ ચોકીના દરવાજાનો કાચ તોડી પ્રવાસીઓ સાથે ઝપાઝપી કરી હતી. કુખ્યાતના આતંક મચાવતા CCTV ફૂટેજ સામે આવ્યા છે. જેને લઈને પોલીસે જાહેર સંપતિને નુકસાન પહોંચાડવા બાબતે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ પણ કરી લીધી છે.

    અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન હદ વિસ્તારના મજુર ગામમાં રહેતા ભાવેશ ઉર્ફે મંગાનો આતંક યથાવત છે. ભાવેશ અને તેના સાગરીતે ગીતામંદિર બસ સ્ટેન્ડ પર પહોંચી ફરી એકવાર વેપારીઓ અને પ્રવાસીઓ સાથે બોલચાલ કરી મારામારી કરી. જે બાદ પોલીસે આરોપીને પકડી પાડી દૂર લઈ ગયા હતા. જો કે બાદમાં ફરી તે અને તેના સાગરીતો ગીતા મંદિર પહોંચ્યા હતા. જ્યાં પોલીસ ચોકીના દરવાજા તોડી નાખ્યા હતા.

  • 02 Jul 2023 07:30 PM (IST)

    અજિત પવાર સાથે ગયેલા ધારાસભ્યોને ED, CBI અને ITથી છૂટકારો મળ્યો – જયરામ રમેશ

    મહારાષ્ટ્રમાં રાજકીય લડાઈ પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ટ્વીટ કર્યું, “તે સ્પષ્ટ છે કે બીજેપી વોશિંગ મશીન ફરીથી તેનું કામ શરૂ કરી દીધું છે. આજે મહારાષ્ટ્રમાં ભાજપની આગેવાની હેઠળના ગઠબંધનમાં જોડાયેલા ઘણા નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપો લાગ્યા હતા. ઈડી, સીબીઆઈ અને ઈન્કમટેક્સ અધિકારીઓ તેમની પાછળ હતા, હવે આ તમામને ક્લીનચીટ મળી ગઈ છે.

  • 02 Jul 2023 07:08 PM (IST)

    અવિરત વરસાદને કારણે અમરેલીના જળાશયો થયા ઓવરફ્લો

    અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી ધોધમાર વરસાદ યથાવત છે. છેલ્લા 48 કલાકથી પડેલા વરસાદને કારણે અનેક જળાશયો ઓવરફ્લો થયા છે. સાવરકુંડલાનો શેલ દેદુમલ ડેમ અને ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો છે. જ્યારે વડિયા તાલુકાનો સુરવો ડેમ અને ધાતરવડી ડેમ-1 પણ ઓવરફ્લો થયો છે. નીચાણવાળા ગામોના લોકોને નદીકાંઠે અવરજવર નહીં કરવા સૂચના આપવામાં આવી છે. રાજુલા, ધારેશ્વર, જુની માંડરડી સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.

  • 02 Jul 2023 06:36 PM (IST)

    Surat: ભ્રષ્ટાચારની તપાસ કરતી વિજીલન્સની ઓફીસના જ હાલ બેહાલ, ઓફિસમાં ટપકતું પાણી

    સુરત શહેરમાં છેલ્લા 4 દિવસથી મેઘ મહેર(Rain)જોવા મળી હતી શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી તો બીજી તરફ સુરતના મુગલીસરા ખાતે આવેલી વિજીલન્સ વિભાગની(Vigilance Office)ઓફિસમાં જ પાણી ટપકી રહ્યું છે. ઓફીસના હાલ બેહાલ જોવા મળ્યા હતા. સુરતમાં મુગલીસરા ખાતે સુરત મહાનગર પાલિકાની મુખ્ય કચેરી આવેલી છે.

  • 02 Jul 2023 06:19 PM (IST)

    શાકભાજી સાથે કઠોળના ભાવમાં વધારો થતાં લોકોના ખિસ્સા પર પડ્યો ભાર

    ચોમાસુ હોય, શિયાળો હોય કે ઉનાળો જ્યારે લોકો સિઝનેબલ શાકભાજી ખરીદીને ખાતા હોય છે પરંતુ દર સિઝનમાં સિઝનેબલ વસ્તુમાં ભાવમાં વધારો નોંધાતો હોય છે આ વર્ષે બિપરજોય વાવાઝોડા દરમિયાન શાકભાજીના ભાવમાં જે વધારો થયો હતો તે તો યથાવત જ છે સાથે જ શાકભાજીની અવેજીમાં જે કઠોળનો ઉપયોગ લોકો કરતા હોય છે તેમાં વરસાદ દરમિયાન વધારો જોવા મળ્યો છે જેના કારણે લોકો શાકભાજી ખાય કે પછી કઠોળ ખાય તે પ્રશ્ન સર્જાયો છે, કારણ કે હોલસેલમાં કઠોળના ભાવમાં પાંચ રૂપિયા કે દસ રૂપિયા સુધીનો વધારો નોંધાયો છે જ્યારે રિટેલ માં 20 થી 40 રૂપિયા ભાવ વેપારીઓ લઈ રહ્યા છે જેના કારણે લોકો ખરીદે શું તે પ્રશ્ન સર્જાયો છે જોકે શાકભાજી અને કઠોળ જીવન જરૂરિયાતની વસ્તુઓ હોવાથી ભાવ વધારા વચ્ચે લોકો જરૂર કરતાં ઓછી ખરીદી કરીને પણ કામ ચલાવી રહ્યા છે.

  • 02 Jul 2023 06:00 PM (IST)

    Maharashtra Political Crisis: NCPના બળવાખોર નેતા છગન ભુજબળે કર્યો દાવો, શરદ પવાર પણ માને છે કે 2024 માં PM મોદી જ જીતશે

    મહારાષ્ટ્ર રાજકીય રણક્ષેત્ર બની ગયું છે. એનસીપી નેતા અજિત પવારે ભાજપ અને એકનાથ શિંદેની સરકાર સાથે હાથ મિલાવ્યા છે અને તેમના સમર્થક ધારાસભ્યો સાથે સરકારમાં સામેલ થયા છે. અજિત પવારે, મહારાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન તરીકે શપથ લીધા છે. દરમિયાન, અજિત પવારની સાથે એનસીપીના બળવાખોર નેતા છગન ભુજબળે એક પ્રેસ કોન્ફરન્સ કરી છે. જેમાં તેમણે દાવો કર્યો છે કે, શરદ પવાર માને છે કે 2024ની લોકસભા ચૂંટણીમાં માત્ર વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ જીતશે. જ્યારે મોદી આવવાના છે ત્યારે અમે તેમની સાથે છીએ.

  • 02 Jul 2023 05:45 PM (IST)

    Ahmedabad: ઓનલાઈન ગેમ્બલિંગ એપ પર પ્રતિબંધ મુકવાની માગ સાથે કોંગ્રેસે કર્યા દેખાવો

    ગુજરાત કોંગ્રેસે રાજ્યમાં ઓનલાઈન ગેમ-જુગાર રમાડતી એપ્લિકેશન પર પ્રતિબંધ મુકવાની રાજ્ય સરકાર સમક્ષ માગ કરી છે. કોંગ્રેસે અમદાવાદના નારોલ વિસ્તારમાં ઓનલાઈન ગેમિંગનો રાક્ષસ બાળી દેખાવો કર્યા અને સરકાર સમક્ષ માગ કરી છે કે જે પ્રકારે કોંગ્રેસ શાસિત કર્ણાટક, તમિલનાડુ અને છત્તીસગઢમાં ઓનલાઈન ગેમ અને ઓનલાઈન જુગાર રમવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે એવી રીતે ગુજરાત પણ સરકાર આવી એપ પર પ્રતિબંધ લાવી યુવાધનના ભવિષ્યને ગેરમાર્ગે જતા બચાવવાનુ કામ કરે.

    ઓનલાઈન ગેમ્બલિંગના ચક્કરમાં બર્બાદ થઈ રહ્યુ છે યુવાધન- હેમાંગ રાવલ

    કોંગ્રેસનું કહેવુ છે કે ઓનલાઈન ગેમની આડમાં રમાડવામાં આવતા તીનપત્તી પ્રકારના જુગારમાં અનેક યુવાનો દેવાના બોજ તળે દબાઈ રહ્યા છે અને દેવુ વધી જતા આત્મહત્યા કરી રહ્યા છે. હજુ બે દિવસ પહેલા જ રાજકોટના એક યુવાને આ જ પ્રકારે તીનપત્તી ગેમ રમવામાં એક લાખથી વધુનું દેવુ થઈ જતા વીડિયો બનાવી આત્મહત્યા કરવાનુ મન બનાવ્યુ હતુ.

  • 02 Jul 2023 05:29 PM (IST)

    Surat: મહિલાઓની સુરક્ષા મુદ્દે ધારાસભ્ય કુમાર કાનાણીનું નિવેદન

    આરોગ્ય વિભાગના અધિકારીઓ યોગ્ય કામગીરી નથી કરતા, આ નારાજગી વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીએ વ્યક્ત કરી છે. જિલ્લા સંકલનની બેઠકમાં કુમાર કાનાણીએ આરોગ્ય વિભાગના અધિકારી ઓપર બળાપો કાઢ્યો અને અધિકારીઓ કામગીરીનો અહેવાલ રજૂ ન કરતા હોવાની ફરિયાદ કરી. કાનાણીનો દાવો છે કે આરોગ્ય વિભાગના અધિકારીઓ સેમ્પલ નથી લેતા, લે છે તો રિપોર્ટ શું આવ્યો તે નથી કહેતા, એટલું જ નહીં નેગેટિવ સેમ્પલ આવે તો શું કાર્યવાહી કરવામાં આવી તે પણ નથી કહેતા.

    અધિકારીઓ બાદ ધારાસભ્યએ મહિલાઓની સુરક્ષાનો મુદ્દો પણ આગળ કર્યો. કુમાર કાનાણીનો દાવો છે કે શહેરી બસમાં મુસાફરી દરમિયાન મહિલાઓની છેડતી કરવામાં આવે છે અને બસમાં લુખ્ખાતત્વો અને ટપોરીઓનો ત્રાસ છે. આ સમસ્યામાંથી છૂટકારા માટે શહેરમાં મહિલાઓ માટે અલાયદી બસ શરૂ કરવાની પણ તેઓએ માગ કરી. એવું નથી કે પ્રથમવાર કુમાર કાનાણીએ પ્રજાલક્ષી મુદ્દાઓ ઉઠાવ્યા.

  • 02 Jul 2023 05:12 PM (IST)

    Breaking news :મેં આવો બળવો પહેલા પણ જોયો છે, ફરી પાર્ટી બનાવીને બતાવીશ- શરદ પવાર

    મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. એનસીપી નેતા અજિત પવાર તેમના સમર્થક ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સરકારમાં જોડાયા હતા. આ દરમિયાન એનસીપી(NCP)ના પૂર્વ અધ્યક્ષ શરદ પવારે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્થિતિનો ચિતાર સાફ કર્યો છે. તેમણે દાવો કર્યો છે કે 5 લોકો સાથે બનેલી પાર્ટીને ફરી જીવંત કરવામાં આવશે. તેણે આ પ્રકારનો બળવો પહેલા પણ જોયો છે. સાથે જ પવારે કહ્યું છે કે તેઓ અજિત પવારની સાથે નથી.

  • 02 Jul 2023 05:01 PM (IST)

    Maharashtra: નેતા વિપક્ષની સરકારમાં સીધી એન્ટ્રી, અજિત પવારને સાથે લઈને ભાજપે કર્યું ઈતિહાસનું પુનરાવર્તન

    મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર રાજકીય ઉથલપાથલ થઈ છે. રાજ્યના વિપક્ષના નેતા અજિત પવારે (Ajit Pawar) રવિવારે 8 ધારાસભ્યો સાથે શપથ લીધા હતા. પવારને મહારાષ્ટ્ર સરકારમાં ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે. હવે દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર મહારાષ્ટ્રમાં ડેપ્યુટી સીએમ હશે. અજિતની સાથે આવેલા ધારાસભ્યોમાં છગન ભુજબળ, દિલીપ વાલસે પાટીલ, ધનંજય મુંડે સહિતના નેતાઓનો સમાવેશ થાય છે. વિપક્ષના નેતા અજિત પવાર નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા બાદ સીધા સરકારમાં સામેલ થનારા બીજા વિપક્ષી નેતા બન્યા છે.

    લોકસભા ચૂંટણી બાદથી મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ

    2019ની લોકસભા ચૂંટણી પૂરી થયા બાદથી મહારાષ્ટ્રમાં રાજકીય ઉથલપાથલ ચાલુ છે. તે સમયે વિપક્ષી નેતા રાધાકૃષ્ણ વિખે પાટીલના પુત્ર સુજય વિખે પાટીલ કોંગ્રેસમાં જોડાયા હતા. આ પછી રાધાકૃષ્ણ વિખે પાટીલે વિપક્ષના નેતા પદેથી રાજીનામું આપી દીધું અને ભાજપમાં જોડાયા હતા. રાધાકૃષ્ણ વિખે પાટીલના પિતા સાંસદ બાલાસાહેબ વિખે પાટીલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું અને શિવસેનામાં જોડાયા જ્યારે રાજ્યમાં ભાજપ અને શિવસેનાની ગઠબંધન સરકાર હતી. આ કારણે રાધાકૃષ્ણ વિખે પાટીલે પણ શિવસેનામાં જોડાવું પડ્યું.

  • 02 Jul 2023 04:43 PM (IST)

    Sharad Pawar First Reaction : શરદ પવારે ભત્રીજાના બળવા પર આપી પ્રતિક્રિયા, કહ્યું “નવેસરથી ઉભા થશું”

    મહારાષ્ટ્રમાં ફરી એકવાર મોટી રાજકીય ઉથલપાથલ થઈ છે. NCPના દિગ્ગજ નેતા શરદ પવારને ભત્રીજા અજિત પવારે ઝાટકો આપ્યો છે. આજે તેઓ એનસીપીના 30 ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા અને શિંદે સરકારમાં સામેલ થયા. આ સાથે જ અજિત પવાર સહિત આઠ ધારાસભ્યોએ પણ શપથ લીધા હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ જોવા મળી રહી છે. NCP નેતા અજિત પવાર સમર્થક ધારાસભ્યો સાથે રાજભવન પહોંચ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ ત્યાં હાજર છે. જ્યારે એનસીપીના વડા શરદ પવારને આ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે તેઓ તેનાથી અજાણ હતા.

    આ બેઠક વિશે શરદ પવાર હતા અજાણ

    NCP નેતા અજિત પવાર બળવો કરીને એકનાથ શિંદે સરકારમાં જોડાયા છે. અજિત પવાર ઘણા ધારાસભ્યોને પોતાની સાથે લઈ ગયા છે. તેમાંથી 8 ધારાસભ્યોએ પણ શપથ લીધા છે. અજીત શિંદે સરકારમાં ડેપ્યુટી સીએમની ભૂમિકા નિભાવશે.

  • 02 Jul 2023 04:30 PM (IST)

    Maharashtra Political Crisis: ત્રણ ‘ગુપ્ત બેઠક’ અને સમગ્ર મહારાષ્ટ્રનું રાજકીય સમીકરણ બદલાયું

    મહારાષ્ટ્રમાં એક મોટો રાજકીય ડ્રામા થયો છે. NCP નેતા અજિત પવાર (Ajit Pawar) પક્ષ બદલીને એકનાથ શિંદે સરકારમાં જોડાયા છે. શરદ પવારના ભત્રીજા અજિત પવારને મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. હવે તેઓ દેવેન્દ્ર ફડણવીસની સાથે રાજ્યના ડેપ્યુટી સીએમ રહેશે. રવિવારે રાજભવન ખાતે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. અજિત પવારની સાથે દિલીપ વાલસે પાટીલ અને છગન ભુજબળ સહિત અન્ય આઠ ધારાસભ્યોએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.

    આખી ગેમ ખૂબ જ ગુપ્ત રીતે સેટ કરવામાં આવી

    દાવો કરવામાં આવી રહ્યો છે કે અજિત પવારે કાકા શરદ પવાર વિરુદ્ધ બળવો કરીને 40 ધારાસભ્યો સાથે પાર્ટીમાં ભાગલા પાડ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ આખી ગેમ ખૂબ જ ગુપ્ત રીતે સેટ કરવામાં આવી હતી. શરદ પવાર પૂણેમાં હતા, જ્યારે આ સમગ્ર રાજકીય ચક્ર મુંબઈમાં રચાઈ રહ્યું હતું. અજિત પવારે NCP ધારાસભ્યો સાથે બેઠક યોજી હતી, જ્યારે ભાજપ અને શિવસેના શિંદે જૂથની બેઠકો ચાલુ રહી હતી. રાજ્યમાં ત્રણ રાજકીય પક્ષોની બેઠક ચાલી રહી હતી, પરંતુ કોઈને તેના વિશે ખબર પડી ન હતી.

  • 02 Jul 2023 04:13 PM (IST)

    પ્રેસ કોન્ફરન્સમાં અજિત પવારનો મોટો દાવો, કહ્યું- NCPના સિમ્બોલ પર ચૂંટણી લડીશું

    મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ જોવા મળી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવાર પાર્ટીમાં બળવો કરીને NDAની એકનાથ શિંદે ગઠબંધન સરકારમાં જોડાયા છે. ત્યારે ડેપ્યુટી સીએમના શપથ ગ્રહણ બાદ અજિત પવારે પત્રકાર પરિસદ યોજી છે. જેમાં તેમણે કહ્યું હતુ કે તેમણે સરકારને સમર્થન આપવાનો નિર્ણય લીધો છે. તેમજ રાજ્યના હાલાતને જોતા શિંદે સરકારમાં સામેલ થવાનો નિર્ણય કર્યો છે.

    શિંદે સરકાર મહારાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધ

    મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન બન્યા બાદ અજિત પવારે કહ્યું કે શિંદે સરકાર મહારાષ્ટ્રના વિકાસ માટે પ્રતિબદ્ધ છે. અમે વિકાસને પ્રાથમિકતા આપી છે. રાજ્યની સ્થિતિને ધ્યાનમાં રાખીને અમે આ નિર્ણય લીધો છે. વિપક્ષ મોદી સામે ભડક્યો છે. 9 વર્ષમાં પીએમ મોદીએ દેશને આગળ લઈ જવાનું કામ કર્યું છે.

  • 02 Jul 2023 04:10 PM (IST)

    Surat: સુરતના લાલગેટ વિસ્તારમાં વહેલી NIA નો દરોડો, એક 17 વર્ષિય કિશોરની કરાઈ પૂછપરછ

    સુરતમાં NIA વહેલી સવારે દરોડો કરવામાં આવ્યો છે. શહેરના લાલગેટ વિસ્તારમાં એનઆઈએ દ્વારા દરોડા પાડીને એક કિશોરની પૂછપરછ કરવામાં આવી હતી. 17 વર્ષિય કિશોરને એનઆઈએની ટીમ સ્થાનિક પીસીબી ખાતે લઈ જઈને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. 17 વર્ષિય કિશોર વિદેશના વ્હોટસેપ ગૃપ સાથે જોડાયેલો હોવાના સંદર્ભમાં પૂછપરછ કરવામાં આવી હતી. કિશોર જે ગૃપમાં સામેલ છે, એ વ્હોટસેપ ગૃપને લઈ NIA એ તપાસ શરુ કરી હતી.

    પૂછપરછ માટે સુરત SOG ની ટીમ પણ જોડાઈ હતી. કિશોપને પીસીબી લઈ જવાયા બાદ જ્યા પુછપરછ કરવામાં આવી હતી. આ દરમિયાન જોકે કેવા પ્રકારની વિગતો સામે આવી છે. એ જાહેર કરવામાં આવી નથી. ઉપરાંત NIA એ પણ કોઈ જ વિગતો હજુ જાહેર કરી નથી.

  • 02 Jul 2023 03:51 PM (IST)

    કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે આવી શકે છે બેવડી ખુશી, DAની સાથે HRAમાં પણ થઈ શકે છે વધારો

    કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ખુશખબર આવી શકે છે. આગામી દિવસોમાં કેન્દ્રની મોદી સરકાર (Modi Government) સરકારી કર્મચારીઓના DAમાં વધારાની સાથે HRAમાં પણ વધારો કરી શકે છે. આ પહેલા માર્ચમાં ડીએમાં વધારો થયો હતો અને બે વર્ષ પહેલા જુલાઈ 2021માં HRAમાં વધારો જોવા મળ્યો હતો. તે સમયે સરકારી કર્મચારીઓનો ડીએ 25 ટકા જોવા મળ્યો હતો. હાલમાં, DA એક સ્તરે પહોંચી ગયું છે, આવી સ્થિતિમાં, HRAમાં પણ ફેરફારની અપેક્ષા છે.

    ઘર ભાડા ભથ્થામાં ટૂંક સમયમાં વધારો થઈ શકે

    ઝી ન્યૂઝના અહેવાલ મુજબ, સરકારી કર્મચારીઓ માટે ઘર ભાડા ભથ્થામાં ટૂંક સમયમાં વધારો થઈ શકે છે. જો આમ થશે તો કર્મચારીઓના પગારમાં નોંધપાત્ર વધારો થશે. સરકારી કર્મચારીઓનો HRA તેઓ કયા શહેરમાં કામ કરી રહ્યા છે તેના પર આધારિત છે. તે ત્રણ રીતે X, Y અને Zમાં વર્ગીકૃત થયેલ છે. હાલમાં, Z શ્રેણીમાં આવતા કર્મચારીઓનો HRA તેમના બેઝિક સેલેરીના 9% છે.

  • 02 Jul 2023 03:37 PM (IST)

    Maharashtra Political Crisis: શરદ પવારનો એ નિર્ણય જેનાથી અજિત પવારે કર્યો બળવો

    મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર મોટી ઉથલપાથલ જોવા મળી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના વરિષ્ઠ નેતા અજિત પવાર (Ajit Pawar) પાર્ટીમાં બળવો કરીને NDAની એકનાથ શિંદે ગઠબંધન સરકારમાં જોડાયા છે. NCPના 8 ધારાસભ્યો સાથે, તેમણે પણ મંત્રી તરીકે શપથ લીધા છે. અજિત પવારના આ પગલા માટે શરદ પવારના નિર્ણયને જવાબદાર ગણવામાં આવી રહ્યો છે.

    આ નિર્ણયને અજિત પવાર માટે મોટો ઝટકો માનવામાં આવે છે

    ગયા મહિનાની શરૂઆતમાં એક મોટો નિર્ણય લેતા શરદ પવારે તેમની પુત્રી સુપ્રિયા સુલે અને પાર્ટીના દિગ્ગજ નેતા પ્રફુલ પટેલને NCPના કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હતા. આ સાથે સુપ્રિયાને પાર્ટીની સેન્ટ્રલ ઇલેક્શન કમિટીના વડા પણ બનાવવામાં આવ્યા હતા. શરદ પવારના આ નિર્ણયને અજિત પવાર માટે મોટો ઝટકો માનવામાં આવે છે. પવારે તેમને પાર્ટીમાં કોઈ મહત્વપૂર્ણ પદ આપ્યું નથી.

  • 02 Jul 2023 03:08 PM (IST)

    મોદી સરકારમાં આવી શકે છે પ્રફુલ્લ પટેલ

    અજિત પવારને સમર્થન આપનારા NCP ધારાસભ્યોમાં દિલીપ વાલસે પાટીલ, હસન મુશ્રીફ, છગન ભુજબળ, કિરણ લહમતે, નીલેશ લંકે, ધનંજય મુંડે, રામરાજે નિમ્બાલકર, દૌલત દરોડા, મકરંદ પાટીલ, અનુલ બેનકે, સુનીલ ટિંગ્રે, અમોલ મિટકરી, અદિતિ ટકકર, અમોલ મકવારીનો સમાવેશ થાય છે. , શેખર નિકમ , નિલય નાઈક. જો કે હજુ કેટલાકના નામ જાહેર થયા નથી.

  • 02 Jul 2023 02:35 PM (IST)

    અજિત પવારે પ્રધાન પદના લીધા શપથ, ભાજપમાં જોડાવાનો દાવો

    2019ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 105, શિવસેના 56, NCP 54, કોંગ્રેસ 44 બેઠકો જીતી હતી. આ સિવાય 13 ધારાસભ્યો અપક્ષ તરીકે જીત્યા હતા અને 16 અન્ય જીત્યા હતા. જોકે, બાદમાં શિવસેના અલગ થઈ ગઈ અને રાજ્યનું સમગ્ર સમીકરણ બદલાઈ ગયું.

  • 02 Jul 2023 02:30 PM (IST)

    રાજભવનની અંદરનો વીડિયો

    મુંબઈના રાજભવનમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેની સાથે એનસીપીના નેતા અજિત પવાર અને છગન ભુજબળ પણ હાજર છે.

  • 02 Jul 2023 02:18 PM (IST)

    મુંબઈમાં રાજભવનની અંદર શપથ ગ્રહણ સમારોહની તૈયારી!

    મુંબઈમાં રાજભવનની અંદર શપથ ગ્રહણ સમારોહની તૈયારી! સંભવતઃ આજે જ શપથની તૈયારીઓ થઈ રહી છે.

  • 02 Jul 2023 02:09 PM (IST)

    બેઠક બાદ માહિતી આપશેઃ ઉદય સાવંત

    મહારાષ્ટ્રમાં રાજકીય હલચલ તેજ થઈ ગઈ છે. અજિત પવાર સહિત અનેક નેતાઓ રાજભવન પહોંચ્યા છે. રાજ્ય મંત્રી ઉદય સાવંતે કહ્યું કે અમે હવે રાજભવન જઈ રહ્યા છીએ. મીટીંગ બાદ આ બાબતે તમને જાણ કરશે.

  • 02 Jul 2023 01:47 PM (IST)

    મુંબઈ: NCP નેતા અજિત પવાર રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા

    મુંબઈ: NCP નેતા અજિત પવાર રાજ્યપાલને મળવા રાજભવન પહોંચ્યા

  • 02 Jul 2023 01:40 PM (IST)

    સુરત : ભ્રષ્ટાચારની તપાસ કરતી વિજીલન્સની ઓફીસના જ હાલ બેહાલ, ઓફિસમાં પાણી ટપકી રહ્યું છે

    સુરત શહેરમાં છેલ્લા ૪ દિવસથી મેઘ મહેર જોવા મળી હતી શહેરમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી હતી તો બીજી તરફ સુરતના મુગલીસરા ખાતે આવેલી વિજીલન્સ વિભાગની ઓફિસમાં જ પાણી ટપકી રહ્યું છે. ઓફીસના હાલ બેહાલ જોવા મળ્યા હતા.

  • 02 Jul 2023 01:32 PM (IST)

    રાજ્યમાં અનરાધાર વરસાદના પગલે 207 ડેમમાં 44 ટકા કરતા વધારે પાણી ભરાયા

    Gujarat Rain : ચોમાસાની શરુઆતથી રાજ્યભરમાં મેઘ મહેર જોવા મળી રહી છે. રાજ્યમાં ભારે વસાદના પગલે ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. ગુજરાતના 207 ડેમ 44 ટકા કરતા વધારે ભરાયા છે. ઉત્તર ગુજરાતના 15 ડેમ 47 ટકા કરતા વધુ ભરાયા છે.

  • 02 Jul 2023 01:19 PM (IST)

    અમદાવાદ શહેર કમાંડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત દરમ્યાન AMC સ્માર્ટ કંટ્રોલ રૂમની પોલ ખુલ્લી પડી

    • 6,000 થી વધુ સીસીટીવી લગાવ્યા હોવાનો થયો ફિયાસ્કો
    • શહેર ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહે ઢોરવાડાના CCTV બતાવવા કહ્યું
    • ઋષિકેશ પટેલ અને જગદીશભાઈ વિશ્વકર્મને અધિકારીઓ ઢોરવાડાના CCTV બતાવી ના શક્યા
    • ઢોરવાડામાં સીસીટીવી લગાવવામાં આવ્યા છે કે કેમ તેની સામે સવાલ
    • ઢોરવાડામાં જો સીસીટીવી લગાવાયા હોય તો ચાલુ ન હોવાની ખુલી પોલ
    • અમદાવાદ જિલ્લાના પ્રભારી ઋષિકેશ પટેલ અને રાજ્યમંત્રી જગદીશભાઈ વિશ્વકર્માની કંટ્રોલરૂમની મુલાકાત દરમિયાન બની ઘટના
  • 02 Jul 2023 12:45 PM (IST)

    દિલ્હી: LNJP હોસ્પિટલમાં વીજ કરંટ લાગવાથી એકનું મોત

    દિલ્હીમાં સરકારની બેદરકારીને કારણે વધુ એક વ્યક્તિનું મોત થયું છે. છેલ્લા કેટલાક દિવસોમાં વીજ કરંટથી વધુ એક મોત થયું છે. આ ઘટના એલએનજેપી હોસ્પિટલની છે. આજે એટલે કે રવિવારે સવારે હોસ્પિટલના ભોંયરામાં પાણી ભરાઈ ગયું હતું અને 18 વર્ષના સુજીતનું વીજ કરંટથી મોત થયું છે. સુજીત અહીં મજૂરી કામ કરતો હતો.

  • 02 Jul 2023 12:22 PM (IST)

    અમરેલી: 48 કલાકથી પડી રહેલા વરસાદમાં ખાલી પડેલા જળાશયો ઓવરફ્લો થયા

    • રાજુલા ધાતરવડી ડેમ 1 ઓવરફ્લો થયો નીચાણ વાળા ગામડાના લોકોને નદી કાંઠે અવર જ્વર નહીં કરવા સૂચના
    • રાજુલા શહેર,ધારેશ્વર, જૂની માંડરડી,નવી માંડરડી સહીત નીચાણ વાળા ગામડાને એલર્ટ કર્યા
    • સાવરકુંડલા શેલ દેદુમલ ડેમ,ધારી ખોડિયાર ડેમ,સુરવો ડેમ પણ ઓવરફ્લો બાદ હવે ધાતરવડી ડેમ 1 પણ ઓવરફ્લો થયો
    • અન્ય મોટાભાગના જળાશયોમાં પાણીની આવક થતા નવા નીર આવ્યા
    • ખેડૂતો માટે પાણીની સમસ્યા હલ થશે

  • 02 Jul 2023 12:08 PM (IST)

    રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ એક ઇચ થી વધુ વરસાદ વરસ્યો

    ગુજરાતમાં હાલ સત્તાવાર રીતે ચોમાસાનું આગમન થઈ ચૂકયું છે. રાજ્યભરમાં વરસી રહેલા શ્રીકાર વરસાદથી જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ ૩૨ મિ.મી.થી વધુ વરસાદ વરસ્યો છે. વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકામાં સૌથી વધુ 9 ઇંચથી વધુ એટલે કે 234 મિ.મી. વરસાદ નોંધાયો છે. રાજ્યના 2 તાલુકાઓમાં 8 ઇંચથી વધુ, 1 તાલુકામાં 7 ઇંચથી વધુ, 3 તાલુકામાં 6 ઇંચથી વધુ, 11 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ સહિત રાજ્યના કુલ 205 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

  • 02 Jul 2023 12:02 PM (IST)

    છોટાઉદેપુર: ખાણ ખનીજ વિભાગના કમિશ્નર ડૉ.ધવલ પટેલના નિમ્ન સ્તરના શિક્ષણ અંગે લખેલા પત્ર નો મામલો

    ભાજપના છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી પ્રો. શંકર રાઠવાએ મુખ્યમંત્રીને લખ્યો પત્ર

    ડૉ. ધવલ પટેલ ઉપર લગાવ્યા ગંભીર આક્ષેપો

    બેફામ રેતી ખનન થાય છે ત્યારે ક્યાં જાય છે તમારી નૈતિકતા અને લાગણી?? : શંકર રાઠવા

    ખાણ ખનીજ વિભાગના ડૉ. ધવલ પટેલ ની મિલકતની તપાસની પણ કરી માગ

  • 02 Jul 2023 11:47 AM (IST)

    Asarva Chittaurgarh Train: હવે ઉદયપુર અને ચિત્તોડગઢ અવરજવર કરનારા પ્રવાસીઓને માટે રાહતના સમાચાર

    અમદાવાદ થી રાજસ્થાનના ચિત્તોડગઢ વિસ્તારમાં અવરજવર કરતા મુસાફરો માટે આનંદના સમાચાર છે. અમદાવાદના અસારવા થી ઉપડતી ડેમુ ટ્રેનને હવે ડુંગરપુરથી લંબાવીને ઉદયપુર અને ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવી છે. આમ હવે અમદાવાદ થી ચિત્તોડગઢની રેલવે સેવા રવિવાર 2, જુલાઈથી શરુ કરવામાં આવ્યો છે. આ અંગેની જાણકારી 30 જૂને રેલવે દ્વારા કરવામાં આવી હતી. વાયા હિંમતનગર અને પ્રાંતિજ થઈને અવર જવર કરતી અસારવા ડુંગરપુર ટ્રેનમાં મુસાફરોનો ભારે ધસારો રહેતો હોય છે. આ દરમિયાન હવે ચિત્તોડગઢ સુધી લંબાવવામાં આવતા રાજસ્થાનના મુસાફરોને વધારો રાહત સર્જાશે.

  • 02 Jul 2023 11:18 AM (IST)

    જૂનાગઢ: ભારે વરસાદના કારણે ઘેડ પંથકના અનેક ગામો પાણીમાં ગરકાવ

    • જૂનાગઢ જિલ્લામાં પડેલા ભારે વરસાદના કારણે ઘેડ પંથકના અનેક ગામો પાણીમાં ગરકાવ
    • માણાવદર તાલુકાના ઓસા ગામ પહોંચ્યુ ટીવી9
    • મગફળીના પાકને મોટું નુકસાન
    • શનિવાર સાંજથી વરસાદે વિરામ લીધો
    • હજુ પણ ઘેડના ગામો પાણીમાં ગરકાવ
  • 02 Jul 2023 11:16 AM (IST)

    સુરત: એક યુવકની અટકાયત કરવામાં આવી

    • NIAના લાલગેટ વિસ્તારમાં સવારે 4 વાગ્યે ધામા
    • હાલ યુવકને PCB પોલીસ મથકે લાવવામમાં આવ્યો
    • યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે
    • 17 વર્ષીય યુવકને લાવામાં આવ્યો છે
    • સુરતના જનતા માર્કેટમાં તપાસ કરવામાં આવી હતી
    • વિદેશના WHATS APP ગ્રુપમાં હતો યુવક
    • હાલ SOGની ટિમ સાથે સંયુક્ત રીતે પૂછ પરછ કરી રહી છે
  • 02 Jul 2023 10:40 AM (IST)

    Monsoon 2023: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદે સર્જી તારાજી, મોજ ડેમ ઓવરફ્લો થતા 28 દરવાજા ખોલાયા

    Monsoon 2023 : ચોમાસાના પ્રારંભથી જ રાજ્યમાં મેઘરાજા મુશળધાર વરસી રહ્યો છે. ભારે વરસાદે રાજકોટના ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં તારાજી સર્જી છે. રાજકોટના ગઢાળા ગામે આવેલો કોઝવે ધોવાયો છે. કોઝવે ધોવાતા ઉપલેટાથી ગઢાળા ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે. મોજ ડેમ ઓવરફ્લો થતા 28 દરવાજા ખોલાયા છે. જ્યારે ભારે વરસાદને કારણે ખેતરોમાં ભારે નુકસાન થયુ છે.

  • 02 Jul 2023 09:56 AM (IST)

    ગુજરાતમાં ભારે વરસાદ બાદની સ્થિતિ જાણ કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે CM ભૂપેન્દ્ર પટેલ સાથે કરી વાતચીત

    Monsoon 2023 : રાજ્યમાં ચોમાસાની શરુઆતથી જ ભારે વરસાદ ખાબકી રહ્યો છે. ભારે વરસાદ વરસવાથી રાજ્યના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ જોવા મળી છે. તો ડેમ, નદી સહિતના જળાશયોમાં પણ પાણી આવક થઈ છે. તો કેટલાક જળાશયોમાં ભયજનક સપાટી સુધી પાણી આવી પહોંચ્યા છે. ગુજરાતના અનેક જિલ્લાઓમાં સર્જાયેલી તારાજી વચ્ચે ગૃહ પ્રધાન અમિત શાહે રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ પાસેથી જાણકારી પ્રાપ્ત કરી છે. તેમજ NDRF,SDRF અને પ્રશાસન પૂરગ્રસ્ત વિસ્તારોમાં કાર્યરત છે. આ સાથે જ તેમને ટ્વીટ કરીને જણાવ્યુ છે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ કઠીન સમયમાં લોકો સાથે છીએ. તેમજ રાજ્ય સરકારને તમામ મદદ માટે કેન્દ્રની તૈયારી કરી છે.

  • 02 Jul 2023 08:24 AM (IST)

    છોટાઉદેપુરમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ, બે કલાકમાં પોણા પાંચ ઈંચ વરસાદ

    1. છોટાઉદેપુરમાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ
    2. બે કલાકમાં પોણા પાંચ ઈંચ વરસાદ ખાબક્યો
    3. 2થી 4માં છોટાઉદેપુરમાં 120 mm વરસાદ નોંધાયો
  • 02 Jul 2023 07:39 AM (IST)

    દિલ્હી: ભજનપુરામાં મંદિર અને દરગાહને હટાવવા પોલીસ પહોંચી

    રોડ પર સ્થિત મંદિર અને દરગાહને હટાવવા માટે પોલીસ દિલ્હીના ભજનપુરા પહોંચી ગઈ છે. મોટી સંખ્યામાં અર્ધલશ્કરી દળો પણ ત્યાં પહોંચી ગયા છે. લોકો પણ સ્થળ પર હાજર છે. પોલીસના જણાવ્યા અનુસાર, રસ્તાના નિર્માણને કારણે મંદિર અને દરગાહ દૂર કરવામાં આવી રહી છે.

  • 02 Jul 2023 07:15 AM (IST)

    Monsoon 2023 : જૂનાગઢમાં પાણીના ભારે પ્રવાહથી કોઝવે ધરાશાયી, વાહનવ્યવહાર બંધ

    Monsoon 2023 :  હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે જૂનાગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.જિલ્લામાં ભારે વરસાદ વરસતા પાણીના ભારે પ્રવાહથી કોઝવે ધરાશાયી થયો છે. જૂનાગઢના કેશોદ નજીકના દિવરાણા ગામમાં ભારે વરસાદ ખાબક્તા ઓઝત અને સાબલી નદીના પાણી ફરી વળતા કોઝવે ધરાશાયી થયો છે. જેના કારણે વાહનવ્યવહાર ઠપ થવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

  • 02 Jul 2023 06:57 AM (IST)

    Weather Forecast: ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન અને દિલ્હી સહિત આ રાજ્યોમાં આગામી 24-48 કલાકમાં ભારે વરસાદની શક્યતા

    હવામાન વિભાગે કહ્યું કે દિલ્હી, યુપી, રાજસ્થાન, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ગોવા, ગુજરાત, પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા, મેઘાલય, મિઝોરમ, આસામ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, આંધ્રપ્રદેશ, મિઝોરમ, તમિલનાડુ અને તેલંગાણા સહિતના રાજ્યોમાં આગામી 24-48 કલાકમાં ભારે વરસાદ પડી શકે છે.

  • 02 Jul 2023 06:21 AM (IST)

    Ahmedabad: સાબરમતી રિવરફ્રન્ટમાં ક્રુઝનું કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે વર્ચ્યુલી કરાશે લોકાર્પણ

    આજે સવારે 9 વાગ્યે સાબરમતી રિવરફ્રન્ટમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે ક્રુઝનું વર્ચ્યુલી લોકાર્પણ કરાશે, જેમાં બે મંત્રી તેમજ કોર્પોરેશનના પદાધિકારીઓ પણ હાજર રહેશે.

Published On - Jul 02,2023 6:20 AM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">