Rajkot: આત્મીય યુનિવર્સિટીના સંચાલકો દ્વારા ઉચાપત મામલે કોંગ્રેસે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, આત્મીય યુનિવર્સીટીને રાજ્ય સરકાર હસ્તગત કરવા કરી માગ

કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂતે મુખ્યપ્રધાનને પત્ર લખીને આત્મીય સંકુલના સંચાલકો સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે અને આત્મીય સંકુલનો વહીવટ સરકાર હસ્તગત લેવા માગ કરી છે.

Rajkot: આત્મીય યુનિવર્સિટીના સંચાલકો દ્વારા ઉચાપત મામલે કોંગ્રેસે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, આત્મીય યુનિવર્સીટીને રાજ્ય સરકાર હસ્તગત કરવા કરી માગ
Follow Us:
Ronak Majithiya
| Edited By: | Updated on: Jun 26, 2023 | 9:45 PM

Rajkot: આત્મીય યુનિવર્સિટીના સંચાલક ત્યાગવલ્લભ સ્વામી અને તેમના મળતીયાઓ દ્વારા આત્મીય યુનિવર્સિટી સાથે 33 કરોડની છેતરપિંડીના આરોપ અંગે કોંગ્રેસ પણ મેદાને આવી છે. કોંગ્રેસ નેતા રોહિતસિંહ રાજપૂતે મુખ્યપ્રધાનને પત્ર લખીને આત્મીય યુનિવર્સિટીના સંચાલકો સામે અનેક ગંભીર આક્ષેપો કર્યા છે અને આત્મીય યુનિવર્સિટીનો વહીવટ સરકાર હસ્તગત લેવા માગ કરી છે.

“નોન પ્રોફીટેબલ હેતુ આપેલી જગ્યામાં ખાનગી યુનિવર્સીટી ખડકી દેવાઈ” – રોહિત રાજપૂત

મુખ્યપ્રધાનને લખેલા પત્રમાં કોંગ્રેસ નેતાએ આત્મીય યુનિવર્સિટીના સંચાલકો સામે આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રાજ્ય સરકારે સર્વોદય કેળવણી મંડળને નોન પ્રોફીટેબલ હેતુ માટે જમીન આપી હતી.આ પ્રકારના શૈક્ષણિક યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી નજીવી ફી લેવાની હોય છે જેની સામે આત્મીય યુનિવર્સિટીમાં 20-20 હજાર જેટલી મસમોટી વાર્ષિક ફી વિદ્યાર્થીઓ પાસેથી વસૂલાય છે.

congress later

ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video
BSNLનો 84 દિવસનો સસ્તામાં સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, માત્ર આટલી કિંમત
કુંડળીમાં છે શની દોષ તો શનિદેવને અર્પણ કરો આ તેલનો દીવો

આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ગણિતશાસ્ત્ર ભવનના વડા ડૉ સમીર વૈદ્ય સામે પણ આરોપ છે. જેને સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાંથી સસ્પેન્ડ કરવાની પણ માંગ કરી છે. કોંગ્રેસે સરકાર પાસે માગ કરી છે કે આત્મીય યુનિવર્સિટીનો વહીવટ સરકાર પોતાના હસ્તગત કરી લે અને સંસ્થામાં વહીવટ હેતુસર સિનિયર અધિકારીની નિમણુંક કરવા પણ માગ કરી છે.

ત્યાગવલ્લભ સ્વામી અને ડૉ સમીરે કરી આગોતરા જમીન અરજી, આવતીકાલે ચુકાદો

સોખડા સ્વામિનારાયણ સંપ્રદાય સંચાલિત આત્મીય સંકુલમાં ૩૩ કરોડની છેતરપિંડી કેસમાં પોલીસે સાધુ ત્યાગવલ્લભ સ્વામી અને ડો.સમીર વૈદ્યને પોલીસે નોટિસ આપતા કોર્ટમાં જામીન અરજી કરી હતી. આજે રાજકોટની સેશન્સ કોર્ટમાં બંન્ને પક્ષોએ દલીલ કરી હતી. જો કે કોર્ટે બંન્ને પક્ષોની દલીલ સાંભળીને ચુકાદો આવતીકાલ પર મુલત્વી રાખ્યો છે. હાઇપ્રોફાઇલ કેસમાં કોર્ટ શું ચુકાદો આપે છે તેના પર સૌની નજર છે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">