Monsoon 2023 : જૂનાગઢમાં પાણીના ભારે પ્રવાહથી કોઝવે ધરાશાયી, વાહનવ્યવહાર બંધ,જુઓ Video

Monsoon 2023 : જૂનાગઢમાં પાણીના ભારે પ્રવાહથી કોઝવે ધરાશાયી, વાહનવ્યવહાર બંધ,જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2023 | 7:07 AM

હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે જૂનાગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.જિલ્લામાં ભારે વરસાદ વરસતા પાણીના ભારે પ્રવાહથી કોઝવે ધરાશાયી થયો છે.

Monsoon 2023 :  હવામાન વિભાગની આગાહી વચ્ચે ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. જેના પગલે જૂનાગઢમાં પણ ભારે વરસાદ વરસ્યો છે.જિલ્લામાં ભારે વરસાદ વરસતા પાણીના ભારે પ્રવાહથી કોઝવે ધરાશાયી થયો છે. જૂનાગઢના કેશોદ નજીકના દિવરાણા ગામમાં ભારે વરસાદ ખાબક્તા ઓઝત અને સાબલી નદીના પાણી ફરી વળતા કોઝવે ધરાશાયી થયો છે. જેના કારણે વાહનવ્યવહાર ઠપ થવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

આ પણ વાંચો : Maharashtra Rain: મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં આગામી 5 દિવસ સુધી મુશળધાર વરસાદની આગાહી, 2 જુલાઈથી તીવ્રતા વધશે

તો બીજી તરફ જુનાગઢમાં વરસાદને પગલે 30 બસની 100 થી વધારે ટ્રીપ રદ કરવામાં આવી છે. તો જામનગરમાં 5 થી વધુ બસના રુટ રદ કરવામાં આવ્યા છે. તો આ તરફ વિવિધ સ્થળો પર પાણી ભરાવાના કારણે વિસ્તારો પ્રભાવિત થતા બસો જઈ નહીં શકવાના કારણે તેમજ મુસાફરોની સલામતીને લઈને એસટી નિગમ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અને 100 થી વધારે ટ્રીપ જુનાગઢમાં બંધ કરાઈ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">