AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rain Breaking : નવસારી અને વલસાડમાં 28 થી 30 જૂન ભારે વરસાદની આગાહી, NDRF ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર

આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગર ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી હતી. નવસારી અને વલસાડ જીલ્લામાં તા૨૮ થી ૩૦ જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

Rain Breaking : નવસારી અને વલસાડમાં 28 થી 30 જૂન ભારે વરસાદની આગાહી, NDRF ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 27, 2023 | 6:47 PM
Share

Gujarat Rain : આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) ગાંધીનગર ખાતે રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી હતી. નવસારી (Navsari)અને વલસાડ (Valsad) જીલ્લામાં તા 28 થી 30  જૂન દરમ્યાન ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા એન.ડી.આર.એફનો ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર હોવા સાથે તમામ ટીમો એલર્ટ મોડ પર રાખી દેવાઈ છે. રાજયમાં 206 જળાશયો માઠી 6 જળાશય હાઈ એલર્ટ પર છે. જ્યારે 3 જળાશયો એલર્ટ પર છે અને 1 વોર્નિંગ પર છે. આજ રોજ SEOCની ગાંધીનગર ખાતે રાહત કમિશનરની અધ્યક્ષતામાં વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી જે બેઠકમાં આ અમાહિતી આપવામાં આવી છે.

બેઠકમાં રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા કરવામાં આવી સાથે તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવી હતી.

બેઠકમાં IMDના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે. તા.28 થી 30 જૂન દરમ્યાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.

આ પણ વાંચો   : 4 કલાક સુધી ATM તોડવાનો કર્યો પ્રયાસ, યુવકને મોજશોખ માટે પૈસા કમાવવાનો શોર્ટકટ અપનાવવો પડ્યો ભારે, જુઓ Video

NDRF તથા SDRFના અધિકારી દ્વારા જણાવેલ છે કે, ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.

આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુ.ડી.ડી., ICDS, પશુપાલન, BSF, અન્ન અને નાગરિક પુરવઠા અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

હાલમાં ચોમાસાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ઠેર ઠેર ભારે વરસાદની આગાહી છે. આ જ પ્રમાણે વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે હવે નવસારી અને વલસાડમાં ભારે વરસાદની શક્યતાને લઈ તંત્ર તૈયાર થઈ ચૂક્યું છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">