AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો સીએમને પત્ર, કહ્યું ભેળસેળીયા તત્વો વિરુદ્ધ કાયદાને મજબૂત બનાવો

Gujarati Video: સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીનો સીએમને પત્ર, કહ્યું ભેળસેળીયા તત્વો વિરુદ્ધ કાયદાને મજબૂત બનાવો

Baldev Suthar
| Edited By: | Updated on: May 28, 2023 | 2:54 PM
Share

Surat : ધારાસભ્ય કુમાર કાનાણીએ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કાયદાને વધુ મજબૂત કરવાની માગ કરી છે.ધારાસભ્યનો દાવો છે કે હાલનો કાયદો નબળો છે.જેના કારણે ભેળસેળીયા તત્વોને મોકળુ મેદાન મળી રહ્યું છે.મહત્વપૂર્ણ છે કે પનીર, આઇસક્રિમ, ગોળાનો રંગ અને પીઝાના નમૂનાનો રિપોર્ટ ફેઇલ થયો હતો.

Surat : ગુજરાતમાં(Gujarat) ભેળસેળીયા તત્વો વિરૂદ્ધ કડક કાર્યવાહી માટે કાયદાને વધુ મજબૂત બનાવવામાં આવે. સુરત ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ(Kumar Kanani) મુખ્યપ્રધાનને આ માગ સાથે રજૂઆત કરતો પત્ર લખ્યો છે.તાજેતરમાં જ સુરત આરોગ્ય વિભાગે ખાદ્ય સામગ્રીના નમૂના લેબ તપાસ માટે મોકલ્યા હતા.આ નમૂના ફેઇલ જતાં હવે ધારાસભ્ય એક્શનમાં આવ્યા છે.

આઇસક્રિમ, ગોળાનો રંગ અને પીઝાના નમૂનાનો રિપોર્ટ ફેઇલ થયો હતો.

ધારાસભ્ય કુમાર કાનાણીએ ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને કાયદાને વધુ મજબૂત કરવાની માગ કરી છે.ધારાસભ્યનો દાવો છે કે હાલનો કાયદો નબળો છે.જેના કારણે ભેળસેળીયા તત્વોને મોકળુ મેદાન મળી રહ્યું છે.મહત્વપૂર્ણ છે કે પનીર, આઇસક્રિમ, ગોળાનો રંગ અને પીઝાના નમૂનાનો રિપોર્ટ ફેઇલ થયો હતો.

કતારગામ સહિતના વિસ્તારમાં સ્લીપિંગ બસ ચાલુ કરવા CMને પત્ર લખ્યો

ઉલ્લેખનીય છે કે કુમાર કાનાણી અગાઉ અનેકવાર લેટર બોમ્બ દ્વારા પ્રજાલક્ષી મુદ્દાઓ ઉઠાવી ચૂક્યા છે.કુમાર કાનાણીના લેટર બોમ્બ પર નજર કરીએ તો સુરત મનપાના અધિકારીઓની કામગીરી સામે કાનાણી સવાલો ઉઠાવી ચૂક્યા છે,તો કતારગામ સહિતના વિસ્તારમાં સ્લીપિંગ બસ ચાલુ કરવા CMને પત્ર લખ્યો હતો.

ભારે વાહનોના કારણે પડતી મુશ્કેલી અંગે ટ્રાફિક DCPને પત્ર લખ્યો હતો. ખાડીની સમસ્યાને લઈને કુમાર કાનાણીએ આંદોલનની ચીમકી આપી હતી. અધિકારીઓની નિષ્ક્રિયતા સામે સોશિયલ મીડિયામાં અનેકવાર રોષ ઠાલવતા રહ્યા છે.વિદેશ ભણવા જતા વિદ્યાર્થીઓને સમયસર લોન અપવા CMને પત્ર લખ્યો હતો . તો ટ્રાફિક પોલીસ બેફામ દંડ લેતી હોવાના આરોપ સાથે ગૃહપ્રધાન હર્ષ સંઘવીને પત્ર લખ્યો હતો,,,જ્યારે વરાછામાં દબાણ હટાવવાની કામગીરી અટકાવવા પણ ધારાસભ્ય દોડી ગયા હતા.

Published on: May 28, 2023 01:25 PM
g clip-path="url(#clip0_868_265)">