Maharashtra politics: NCPમાં મોટું ભંગાણ, અજિત પવારે શિંદે સરકારમાં લીધા ડેપ્યુટી CM પદના શપથ
મહારાષ્ટ્રમાંના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શરદ પવારથી નારાજ NCP નેતા અજિત પવારે પાર્ટી વીપક્ષના પદ્ પરથી રાજીનામું આપી દીધુ છે
Maharashtra politics: મહારાષ્ટ્રમાંના રાજકારણના મોટા સમાચાર સામે આવી રહ્યા છે. શરદ પવારથી નારાજ NCP નેતા અજિત પવારે પાર્ટી વીપક્ષના પદ્ પરથી રાજીનામું આપી દીધુ છે જે બાદ આજે શિંદે સરકારમાં સામેલ થયા છે. અજિત પવારે શરદ પવાર અને NCP પાર્ટી સાથે છેડો ફાડીને BJPમાં શામેલ થયા છે. ત્યારે તેમની સાથે છગન ભૂજબડે પણ મંત્રી પદના સપથ લીધા છે.
NCP leader Ajit Pawar takes oath as the Deputy Chief Minister of Maharashtra at Raj Bhawan. pic.twitter.com/fs3Tn65LLD
— ANI (@ANI) July 2, 2023
ડેપ્યુટી સીએમ બન્યા અજિત પવાર
મહારાષ્ટ્રમાં મોટી રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. NCP નેતા અજિત પવાર તેમના લગભગ 30 ધારાસભ્યો સાથે એકનાથ શિંદે સરકારમાં જોડાયા છે. અજિત પવારે રાજભવનમાં મંત્રી પદના શપથ લીધા. સૂત્રોના જણાવ્યા અનુસાર અજિત પવારે NCPના 30 ધારાસભ્યોના સમર્થનનો દાવો કર્યો છે. શિંદે સરકારમાં અજિત પવારને ડેપ્યુટી સીએમ બનાવવામાં આવ્યા છે.
આ ધારાસભ્યોએ પણ છોડ્યો NCPનો સાથ
અજિત પવારને સમર્થન આપનારા NCP ધારાસભ્યોમાં દિલીપ વાલસે પાટીલ, હસન મુશ્રીફ, છગન ભુજબળ, કિરણ લહમતે, નીલેશ લંકે, ધનંજય મુંડે, રામરાજે નિમ્બાલકર, દૌલત દરોડા, મકરંદ પાટીલ, અનુલ બેનકે, સુનીલ ટિંગ્રે, અમોલ મિટકરી, અદિતિ ટકકર, અમોલ મકવારીનો સમાવેશ થાય છે. , શેખર નિકમ , નિલય નાઈક. જો કે હજુ કેટલાકના નામ જાહેર થયા નથી.
અજિત પવાર સહિત 9 ધારાસભ્યો બન્યા મંત્રી
શિંદે સરકારમાં જે ધારાસભ્યોને મંત્રી બનાવવામાં આવ્યા છે તેમાં છગન ભુજબળ ઉપરાંત દિલીપ વાલસે પાટીલ, હસન મુશ્રીફ, ધનંજન મુંડે, ધર્મરાવ બાબા આત્રામ, અદિતિ તટકરે, સંજય બાબુરાવ, અનિલ ભાઈદાસ પાટીલનો સમાવેશ થાય છે. મંત્રીઓના શપથ ગ્રહણ સમારોહમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ હાજર હતા.