29 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર મનપા, અને ભચાઉ-ધાનેરા-ડાકોર-ખેડબ્રહ્મા પાલિકાના 502 કામ માટે 1664 કરોડની ફાળવણી

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 29, 2024 | 7:53 PM

News Update : આજે 29 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

29 ઓક્ટોબરના મહત્વના સમાચાર : અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર મનપા, અને ભચાઉ-ધાનેરા-ડાકોર-ખેડબ્રહ્મા પાલિકાના 502 કામ માટે 1664 કરોડની ફાળવણી

યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કીએ નિવેદન આપીને કહ્યું કે, બીજી યુક્રેન પીસ સમિટ ભારતમાં યોજવી જોઈએ. ભારતના PM મોદી જ યુદ્ધને અટકાવી શકે.  PM મોદીએ વડોદરામાં C-295 એરક્રાફ્ટ નિર્માણના કોમ્પલેક્સનું લોકાર્પણ કર્યુ. તો અમરેલીથી સૌરાષ્ટ્રને 4800 કરોડના વિકાસ કામોની આપી ભેટ. દેશમાં 2025થી વસતી ગણતરી શરૂ થશે. એક વર્ષ સુધી ચાલશે કામગીરી. 2021માં કોરોના મહામારીને કારણે વસતી ગણતરી મોકૂફ રહી હતી.  વક્ફ બોર્ડની જમીનોને લઈને વધુ એક વિવાદ સામે આવ્યો. અમદાવાદ કોર્પોરેશનની 31 જમીન પર વક્ફનો કબજો હોવાનુ ખુલ્યું.  નકલી જજ મોરિસ સેમ્યુઅલ ક્રિશ્ચિયન પર કસાતો ગાળીયો. અમદાવાદનાં કારંજ પોલીસ મથકે સિટી સિવિલ કોર્ટના રજિસ્ટ્રારે વધુ એક ફરિયાદ નોંધાવી. અમદાવાદ એરપોર્ટથી ઝડપાયો 2.10 કરોડનાં હાઈબ્રીડ ગાંજા સાથે 7 ઝડપાયા. તો અડાલજ ટોલનાકા પાસેથી 10 કિલો ચરસ સાથે 3ની ધરપકડ કરી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 29 Oct 2024 07:30 PM (IST)

    પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાનમાં હુમલો, 5 મજૂરોના મોત

    પાકિસ્તાનના અશાંત બલૂચિસ્તાન પ્રાંતના પંજગુર જિલ્લામાં એક ડેમ બાંધકામ સ્થળ પર મંગળવારે અજાણ્યા હુમલાખોરોએ ગોળીબાર કરતાં ઓછામાં ઓછા પાંચ કામદારો માર્યા ગયા અને અન્ય બે ઘાયલ થયા. બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા શાહિદ રિંદે કહ્યું કે, આતંકવાદીઓએ પંજગુર જિલ્લાના પરમ વિસ્તારમાં ડેમ સાઇટ પર સમારકામના કામમાં રોકાયેલા સુરક્ષા અધિકારીઓ અને મજૂરો પર હુમલો કર્યો.

  • 29 Oct 2024 06:56 PM (IST)

    મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે મેમનગર સ્થિત અંધ કન્યા પ્રકાશ ગૃહમાંથી દીવડાની ખરીદી કરી

    દિવાળી પર્વ નિમિત્તે, મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આજે, મેમનગર વિસ્તારમાં આવેલ અંધ કન્યા પ્રકાશ ગૃહમાંથી દિવડાઓની ખરીદી કરી હતી. આ દીવા અંધ કન્યા પ્રકાશ ગૃહની દિવ્યાંગ છાત્રાઓ દ્વારા બનાવવામાં આવેલા છે. દિવ્યાંગ દીકરીઓની આ કલાને પ્રોત્સાહન મળે તેવા ઉદ્દાત ભાવથી મુખ્ય પ્રધાન તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ દીવડાઓની ખરીદી કરી હતી.

  • 29 Oct 2024 06:09 PM (IST)

    અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર મનપા, અને ભચાઉ-ધાનેરા-ડાકોર-ખેડબ્રહ્મા પાલિકાના 502 કામ માટે 1664 કરોડની ફાળવણી

    મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે, ગુજરાતની ચાર મહાનગરપાલિકા અને ચાર નગરપાલિકાના 502 વિકાસ કાર્યો માટે 1664 કરોડની ફાળવણી મંજૂર કરી છે. જે અંતર્ગત સુરતમાં 6 ફ્લાય ઓવર માટે રૂ. 380 કરોડ મંજૂર કરાયા છે. અમદાવાદમાં આઉટગ્રોથ વિસ્તારના 46 વિકાસકામો માટે રૂ. 313 કરોડ ફાળવ્યાં છે. વડોદરામાં આઉટગ્રોથ વિસ્તારના 50 વિકાસકામો માટે રૂ. 68 કરોડ અને ગાંધીનગરમાં આંતરમાળખાકીય વિકાસના 22 કામો માટે રૂ. 144 કરોડની ફાળવણી મંજૂર કરવામાં આવી છે.

  • 29 Oct 2024 05:06 PM (IST)

    દાહોદ નકલી NA પ્રકરણમાં અન્ય એક કેસમાં 70થી વધુ લોકો વિરુદ્ધ નોંધાયો ગુનો

    દાહોદ નકલી NA કેસમાં વધુ 1 ગુનો પોલીસ મથકે દાખલ થયો છે.  દાહોદના સર્વે નંબરના 112 જમીન માલકો વિરુદ્ધ પોલીસ મથકે ગુનો નોંધાયો છે. 70થી વધુ લોકો વિરુદ્ધ ગુનો નોધાતા સમગ્ર દાહોદમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. નકલી NA કૌભાંડનો મુખ્ય સૂત્રધાર શૈષવ પરીખની ધરપકડ બાદ, એકાએક તપાસ હાથ ધરાતા સમગ્ર કૌભાંડ સામે આવ્યુ છે. થોડા દિવસ અગાઉ પણ નકલી NA કેસમાં 33 ઇસમો વિરુદ્ધ  ગુન્હો નોધાયો હતો

  • 29 Oct 2024 05:03 PM (IST)

    ગીર સોમનાથના ગીર ગઢડાના આંકોલાલી ગામે 45 વર્ષીય મહિલાની હત્યા

    ગીર સોમનાથના ગીર ગઢડાના આંકોલાલી ગામે 45 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી છે. લૂંટના ઇરાદે હત્યા થયાની આશંકા પોલીસ સેવી રહી છે. વૃદ્ધાને ગળાના ભાગે અને શરીરના અન્ય ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા કરાઈ છે. વૃદ્ધાનાં કાનના દાગીનાની લૂંટ થયાહોવાથી હત્યા લૂટના ઈરાદે થઈ હોવાની શંકા છે. પોતાની વાડીએ રોટલા (ટિફિન ) આપવા જતા હતા. ત્યારે લાભુબેન ઉર્ફે જયા બેનની અવાવરૂ જગ્યા પર કરપીણ હત્યા કરવામાં આવી છે. ઘટનાની જાણ થતા, LCB, SOG તથા ગીરગઢડા પોલીસ ધટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

  • 29 Oct 2024 03:59 PM (IST)

    Rajasthan : બસ અકસ્માત, 10ના મોત, 20થી વધુ ઘાયલ

    રાજસ્થાન સીકરના લક્ષ્મણગઢમાં મંગળવારે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. સાલાસર તરફથી આવતી બસ લક્ષ્મણગઢ પૂલ પાસે અચાનક કાબુ બહાર નીકળી ગઈ હતી અને પૂલ સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે. જ્યારે 20થી વધુ લોકો ઘાયલ થયા છે.

  • 29 Oct 2024 03:09 PM (IST)

    અમદાવાદના સરખેજમાં અસમાજીક તત્વોનો આતંક, દારુ પિવાની ના પાડનાર બિલ્ડરની કારના કાચ તોડ્યા

    અમદાવાદના સરખેજમાં અસમાજીક તત્વોનો આતંકનો કિસ્સો સામે આવ્યો છે. બિલ્ડરે  સાઇટ પર દારૂ પીવાની ના પાડતા માથાભારે તત્વોએ બે કારના કાચ તોડી તેમજ બાઈકમાં તોડફોડ કરીને આતંક મચાવ્યો હતો. બિલ્ડરની કારમાં રુપિયા એક લાખ હતા તે પણ ગાયબ થઈ ગયા છે. આ અંગે વાસણામાં આવેલા જય અંબે નગરમાં રહેતા કમલેશ ચૌહાણે સરખેજ પોલીસ સ્ટેશનમાં પીન્ટુ ઠાકોર, મહેશ ઠાકોર સહિત 13 થી વધુ લોકો વિરૂદ્ધ હુમલો તેમજ તોડફોડની ફરિયાદ નોંધાવી છે.

  • 29 Oct 2024 03:06 PM (IST)

    કૃભકોની ચૂંટણીમાં જોવા મળ્યો જયેશ રાદડીયાનો દબદબો

    રાજકોટમાં ફરી સહકારી ક્ષેત્રમાં જયેશ રાદડીયાનો દબદબો સાબિત થયો છે. કૃભકો ખાતર કંપનીની રાજકોટમાં યોજાઈ હતી ચૂંટણી. રાજકોટ, મોરબી અને કચ્છ જિલ્લમાં જયેશ રાદડીયાની  પેનલના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે.

  • 29 Oct 2024 02:28 PM (IST)

    31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એકતાનગર પ્રવાસે આવશે

    31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદાના એકતાનગરના પ્રવાસે આવવાના છે, ત્યારે તેઓને આવકારવા માટે લોકપ્રિય પીઠોરા ભીતચિત્રો તૈયાર કરવામાં આવ્યાં. આદિવાસી સમાજની અલૌકિક કલા એટલે પિઠોરા ચિત્રકલા.  12 હજાર વર્ષ પ્રાચીન કલા એ રાઠવા જાતિના આદિવાસીઓની છે. જે વિશ્વમાં પ્રખ્યાત છે. ત્યારે નર્મદાના એક્તાનગર ખાતે 31 ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી મોદી આવવાના છે.. જેમના સ્વાગતને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. PM મોદીને સર્કટ હાઉસમાં આવકારવા માટે તેમના પ્રિય પીઠોરા ભીંતચિત્રો તૈયાર કરવામાં આવ્યા છે.

  • 29 Oct 2024 02:26 PM (IST)

    GPCBએ પ્રદૂષણ ફેલાવનારા એકમોને ફટકારી નોટિસ

    GPCBએ પ્રદૂષણ ફેલાવનારા એકમોને નોટિસ ફટકારી છે. બનાસકાંઠા અને પાટણના 65 એકમોને નોટિસ ફટકારી. બાદરપુરાની મહેશ્વરી મિલને ₹ 25 લાખનો દંડ ફટકાર્યો. મહેશ્વરી મિલમાં 7 માસ પહેલા ગૂંગણામણથી 3ના મોત થયા હતા. રાધનપુર સીધાડાની અર્થ એન્ટરપ્રાઇઝને ₹ 25 લાખનો દંડ ફટકારાયો.

  • 29 Oct 2024 02:25 PM (IST)

    અમદાવાદઃ સરખેજમાં અસામાજિક તત્વોનો આતંક

    અમદાવાદઃ સરખેજમાં બિલ્ડરે સાઇટ પર દારૂ પીવાની ના પાડતા માથાભારે તત્વોએ આતંક મચાવ્યો. ગાડીઓના કાચ તોડીને આતંક મચાવ્યો. 13થી વધુ લોકો વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો, કારમાં રહેલા બિલ્ડરના એક લાખ રૂપિયા પણ ગાયબ થયા.

  • 29 Oct 2024 12:40 PM (IST)

    મુંબઇમાં આતંકી હુમલાને લઇને એલર્ટ

    મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી વચ્ચે આતંકી હુમલાને લઇને પોલીસે એલર્ટ જાહેર કર્યુ છે. મુંબઇમાં પોલીસે જાહેરનામું બહાર પાડીને ડ્રોન અને એર બલૂન ઉડાવવા પર રોક લગાવી દીધી છે. સાથે જ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.

  • 29 Oct 2024 12:33 PM (IST)

    સલમાન ખાન અને જીશાન સિદ્દીકીને ધમકી આપનાર આરોપીની ધરપકડ

    બાબા સિદ્દીકીના પુત્ર જીશાન અને સલમાન ખાનને ધમકી આપનાર વ્યક્તિની નોઈડાના સેક્ટર 39 વિસ્તારમાંથી ધરપકડ કરવામાં આવી છે. તેની ઉંમર 20 વર્ષ છે.

  • 29 Oct 2024 11:59 AM (IST)

    અમદાવાદઃ ઘર કંકાસમાં પિતાએ કરી દીકરીની હત્યા

    અમદાવાદઃ ઘર કંકાસમાં પિતાએ દીકરીની હત્યા કરી. રામોલની વિનાયક પાર્ક સોસાયટીમાં ઘર કંકાસમાં દીકરી ભોગ બની. આરોપીએ તેની પત્ની અને દીકરીને પાઇપના ઘા ઝીંક્યા હતા. ગંભીર ઇજાને કારણે 6 વર્ષની માસૂમ દીકરીનું મોત થયુ. ગંભીર રીતે ઇજાગ્રસ્ત પત્નીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાઇ છે.

  • 29 Oct 2024 09:44 AM (IST)

    સોમનાથ દાદાના ભક્તોને “દિવાળીની આકાશી ભેટ”

    ધનતેરસથી યાત્રિકો માટે અમદાવાદ-કેશોદ વિમાનસેવાનો પ્રારંભ થયો છે.  અમદાવાદ થી કેશોદ વિમાન સેવા અઠવાડિયામાં ત્રણ દિવસ, મંગળવાર, ગુરુવાર અને શનિવાર ઉપલબ્ધ રહેશે, જે શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને વધુ પ્રવાસન વિકલ્પો આપશે. સવારે 10:10 વાગ્યે ફ્લાઈટ ટેકઓફ કરશે અને 10:55 વાગ્યે કેશોદ પહોંચી જશે. બપોરે 13:15 વાગ્યે કેશોદથી ટેકઓફ કરી 14:30 વાગ્યે અમદાવાદ પરત આવશે.

  • 29 Oct 2024 09:18 AM (IST)

    અમિત શાહ ગુજરાતમાં પરિવાર અને કાર્યકરો સાથે ઉજવશે દિવાળી

    દિવાળી પર્વે અમદાવાદ કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આવશે. પરિવાર અને ભાજપના કાર્યકરો સાથે દિવાળી મનાવશે. 31 ઓકટોબરથી 2 નવેમ્બર સુધી અમિત શાહ ગુજરાતમાં રહેશે. દિવાળી સ્નેહ મિલન સહિત વિકાસકાર્યોનાં લોકાર્પણ અને ખાતમુહૂર્તમાં હાજરી આપશે. પીરાણા ખાતે વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું ઉદઘાટન કરશે. દર વર્ષે પરિવાર અને ભાજપના કાર્યકરો સાથે અમિત શાહ નવા વર્ષની ઉજવણી કરે છે.

  • 29 Oct 2024 09:16 AM (IST)

    પટનાઃ મેટ્રોના નિર્માણ દરમિયાન દુર્ઘટનામાં ત્રણના મોત

    પટનાઃ મેટ્રોના નિર્માણ દરમિયાન દુર્ઘટનામાં ત્રણના મોત થયા છે. શ્રમિકો પર માટી ધસી પડતા ત્રણના મોત થયા છે. ઘાયલ શ્રમિકોને હોસ્પિટલમાં ખસેડાયા છે. NIT પાસે અંડરગ્રાઉન્ડ ટનલના નિર્માણકાર્ય દરમ્યાન ઘટના બની છે. દુર્ઘટનાની તપાસના આદેશ અપાયાં છે.

  • 29 Oct 2024 08:38 AM (IST)

    દાહોદ: સબજેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા

    દાહોદ: સબજેલના ઇન્ચાર્જ જેલ અધિક્ષક લાંચ લેતા ઝડપાયા. રૂ. 3હજારની લાંચ લેતા ઝડપાતા ACBએ ધરપકડ કરી. ઇન્ચાર્જ જેલ અધિક્ષક ફિરોઝખાન મલિકે 10હજારની લાંચ માગી હતી. અગાઉ લાંચ પેટેના રૂ. 7હજાર સ્વિકારી ચૂક્યા હતા. હાઇકોર્ટથી જામીન મુક્ત આરોપ ને જેલની બહાર કાઢવા લાંચ માગી હતી.

  • 29 Oct 2024 07:39 AM (IST)

    અમદાવાદ: એરપોર્ટ બહારથી મોટી માત્રામાં ઝડપાયો હાઈબ્રીડ ગાંજો

    અમદાવાદ: એરપોર્ટ બહારથી મોટી માત્રામાં હાઈબ્રીડ ગાંજો ઝડપાયો. ટર્મિનલ-2 બહારથી રૂ. 2 કરોડ 10 લાખનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. 7 કિલો હાઇબ્રિડ ગાંજો પોલીસે જપ્ત કર્યો છે. પોલીસે 7 આરોપીઓની અટકાયત કરી. 4 શખ્સો વિયેતનામથી ગાંજો લાવ્યા હતા.

  • 29 Oct 2024 07:37 AM (IST)

    કેરળના નિલેશ્વરમમાં ફટાકડા ફોડવાથી 150થી વધુ લોકો ઘાયલ, 8ની હાલત ગંભીર

    કેરળના કાસરગોડના નિલેશ્વરમમાં આતશબાજીની ઘટનામાં 150થી વધુ લોકો ઘાયલ થયા છે અને 8ની હાલત ગંભીર છે. આ ઘટના મધરાતના સુમારે બની હતી. ઘાયલોને હોસ્પિટલોમાં લઈ જવામાં આવ્યા છે. વધુ વિગતોની રાહ જોવાઈ રહી છે: કાસરગોડ પોલીસ

Published On - Oct 29,2024 7:34 AM

Follow Us:
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
સાબરકાંઠામાં 7 વર્ષ બાદ સિક્સલેન ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
ડાયમંડ બાદ સિરામિક ઉદ્યોગને લાગ્યુ મંદીનું ગ્રહણ
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
દાહોદમાં કારચાલકને હેલ્મેટ ન પહેરવા બદલ ફટકારાયો મેમો- Video
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
સુરતની VNSGU યુનિવર્સિટીમાં 5 વિદ્યાર્થી મદિરા પાર્ટી કરતા ઝડપાયા
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
પાટીદાર દીકરીનું સરઘસ કાઢવા મુદ્દે બેઠકમાં સધાઈ સર્વસંમતિ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
સાઉથ બોપલમાં ધોળા દિવસે જ્વેલર્સના સોના ચાંદીના દાગીનાની લૂંટ
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
કિસાન ક્રેડિટ કાર્ડ માટે કેવી રીતે કરવી અરજી ? જાણો શું છે તેના ફાયદા
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
સોનલ મા ના જન્મોત્સવ નિમીત્તે આયોજિત લોકડાયરામાં રૂપિયાનો વરસાદ
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
બુટલેગરના ઘર ઉપર ફરી વળ્યું દાદાનું બુલડોઝર, જાણો શું હતી ઘટના
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
ભૂપેન્દ્ર ઝાલાએ મોંઘીદાટ મોબાઈલ નેતાઓ & અધિકારીને ગીફ્ટ કર્યાનો ખુલાસો
g clip-path="url(#clip0_868_265)">