અરવલ્લીઃ માલપુર, ભિલોડા અને ધનસુરામાં વરસાદ, માર્ગો પર પાણી ભરાયાના દૃશ્યો સર્જાયા, જુઓ

અરવલ્લીના માલપુર, ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સ્થાનિક લોકોમાં આનંદ છવાયો હતો અને ખેડૂતોને પણ વરસાદને પગલે રાહત સર્જાઈ હતી.

| Updated on: Jun 30, 2024 | 4:13 PM

અરવલ્લી જિલ્લામાં રવિવારે વરસાદી માહોલ જામ્યો હતો. અરવલ્લીના માલપુર, ભિલોડા અને ધનસુરા સહિતના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. માલપુર અને ધનસુરામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદને પગલે સ્થાનિક લોકોમાં આનંદ છવાયો હતો અને ખેડૂતોને પણ વરસાદને પગલે રાહત સર્જાઈ હતી.

માલપુરના સજ્જનપુરા, ગોવિંદપુર કંપા અને વણઝારીયા પંથકમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ધનસુરાના મુખ્ય બજારમાં વરસાદી પાણી ઢીંચણ સમાન ભરાઈ જવા પામ્યા હતા. ધનસુરાના શીકા, ધામણીયા અને અદલાપુર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. ભિલોડાના નવા ભવનાથ, ખલવાડ, માંકરોડા અને લીલછા વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો.

આ પણ વાંચો: T20 World Cup 2024: વિશ્વ ચેમ્પિયન થતા જ ટીમ ઈન્ડિયા માલામાલ, જાણો કેટલા રુપિયા મળ્યા

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">