Ahmedabad : રથયાત્રાને લઈ પોલીસ સજ્જ, સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરાયુ – જુઓ Video

જગન્નાથજીની રથયાત્રા માટે જેમ ભક્તો રાહ જોઈ રહ્યા છે. તેમ પોલીસ સતત સતર્ક છે.આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરવામાં આવ્યુ છે.રથયાત્રામાં કોઈ કચાશ ન રહી જાય.કોઈ પણ સંવેદનશીલ વિસ્તારમાં જરા પણ છમકલું ન થાય.તેના પર પોલીસની ચાંપતી નજર છે.

Harin Matravadia
| Edited By: | Updated on: Jun 30, 2024 | 3:19 PM

બસ થોડા દિવસોમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નગરચર્યાએ નીકળશે.ત્યારે તૈયારીઓ અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે. જગન્નાથજીની રથયાત્રા માટે જેમ ભક્તો રાહ જોઈ રહ્યા છે. તેમ પોલીસ સતત સતર્ક છે. આ વખતે સંવેદનશીલ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી હવાઈ નિરિક્ષણ કરવામાં આવ્યુ છે. રથયાત્રામાં કોઈ કચાશ ન રહી જાય. કોઈ પણ સંવેદનશીલ વિસ્તારમાં જરા પણ છમકલું ન થાય. તેના પર પોલીસની ચાંપતી નજર છે. અત્યાધુનિક ટેકનોલોજીથી સઘન ચેકિંગ થઈ રહ્યું છે.

જગન્નાથજીની રથયાત્રા માટે અમદાવાદ પોલીસ સજ્જ છે. ગઈકાલે પોલીસે હેલીકોપ્ટરથી એર સર્વેલન્સ કર્યું છે. જેમાં પ્રેમ દરવાજા, ઘી કાંટા, દરિયાપુર, શાહપુર વિસ્તારમાં હવાઈ નિરીક્ષણ થઈ રહ્યું છે. રથયાત્રાના દિવસે એર સર્વલન્સ કરીને અમદાવાદીઓને સુરક્ષા અપાશે. અને તેનું જ રિહર્સલ પોલીસ કરી રહી છે.

મહત્વનું છે કે રથયાત્રા અમદાવાદના અનેક સંવેદનશીલ વિસ્તારમાંથી પસાર થાય છે. જો કે રથયાત્રામાં એક-બે ઘટનાઓ બાદ કરતા હંમેશા કોમી એકતાના જ દ્રશ્યો જોવા મળે છે. પરંતુ છતાં પોલીસ કોઈ પણ પ્રકારની બેદરકારી રાખવા માગતી નથી. રથયાત્રામાં આ વખતે ટેથર્ડ ડ્રોન, નિનઝા ડ્રોન, હિલિયમ બ્લુન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી પણ સર્વેલન્સ થશે. રથયાત્રાને ટેકનોલોજી સાથે સુરક્ષા આપવામાં આવશે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">