'તુનક તુનક તુન' પર કોહલી, અર્શદીપ અને સિરાજે કર્યા ભાંગડા

30 June, 2024

ટીમ ઈન્ડિયાએ યાદગાર પ્રદર્શન સાથે T20 વર્લ્ડ કપ 2024 જીત્યો.

બ્રિજટાઉનમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રને હરાવ્યું હતું.

ભારતીય ટીમે બીજી વખત T20 વર્લ્ડ કપ જીત્યો છે. ઐતિહાસિક જીત બાદ ભારતીય ખેલાડીઓ સેલિબ્રેશનમાં લાગી ગયા હતા.

વિરાટ કોહલી, અર્શદીપ સિંહ, મોહમ્મદ સિરાજ અને રિંકુ સિંહે દલેર મહેંદીના પ્રખ્યાત ગીત 'તુનક તુનક તુન' પર ભાંગડા પરફોર્મ કર્યું હતું.

અર્શદીપે ભાંગડાની શરૂઆત કરી. ત્યારબાદ કોહલી સહિત અન્ય ખેલાડીઓએ પણ તેમાં ભાગ લીધો હતો.

વિરાટના નિવૃત્તિના થોડા સમય બાદ કેપ્ટન રોહિત શર્માએ પણ T20 ઈન્ટરનેશનલને અલવિદા કહી દીધું.