26 ઓક્ટોબરના મહત્વના સમાચાર : દિવાળીના તહેવારને લઈને વિશેષ આયોજન, ભારતીય રેલવે 278 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2024 | 8:01 AM

News Update : આજે 26 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

26 ઓક્ટોબરના મહત્વના સમાચાર : દિવાળીના તહેવારને લઈને વિશેષ આયોજન, ભારતીય રેલવે 278 સ્પેશિયલ ટ્રેનો દોડાવશે

LIVE NEWS & UPDATES

  • 26 Oct 2024 01:31 PM (IST)

    જૂનાગઢ: કેશોદમાં મહિલા સાથે દુષ્કર્મની નોંધાઈ ફરિયાદ

    જૂનાગઢ: કેશોદમાં મહિલા સાથે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે. મહિલાની દીકરીઓને નોકરી અપવવાની લાલચ આપીને દુષ્કર્મ આચર્યું.  પીડિતાએ ઈનકાર કરતા યુવતીઓને નોકરી પરથી કાઢી મુકવાની આપી ધમકી. કેશોદ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી.

  • 26 Oct 2024 11:18 AM (IST)

    અમરેલી: બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોના ધરણા

    અમરેલી: બગસરા નગરપાલિકાના સફાઈ કામદારોએ ધરણા કર્યા છે. પગાર સહિત 15 પડતર માંગણીઓને લઈ કામદારોએ વિરોધ નોંધાવ્યો છે. દિવાળીનું બોનસ, જૂનો પગાર પણ ન મળ્યો હોવાનો કર્મચારીઓનો આક્ષેપ છે. અલ્ટિમેટમ પૂર્ણ છતાં નિરાકરણ ન આવતા પાલિકા ખાતે ધરણા શરૂ કર્યા છે. માગ નહીં સંતોષાય ત્યાં સુધી સફાઈ કામગીરીથી અળગા રહેવાની ચીમકી ઉચ્ચારી છે.

  • 26 Oct 2024 10:14 AM (IST)

    દાહોદમાં નકલી NA કૌભાંડમાં વધુ ત્રણ લોકો સામે કાર્યવાહી

    સરકારનું આર્થિક નુકસાન કરનારાઓ સામે પોલીસે લાલ આંખ કરી છે. દાહોદમાં નકલી NA કૌભાંડમાં વધુ ત્રણ લોકો સામે કાર્યવાહી હાથ ધરાઇ છે. 73 AAની જમીનમાં બોગસ હુકમો બતાવી કૌભાંડ કરાયું છે. આરોપી શૈષવ પરીખે લેન્ડમાર્ગ બિલ્ડિંગમાં નકલી હુકમ રજૂ કર્યાનો ખુલાસો થયો છે. મહિલાનું નામ દાખલ કરવા માટે પ્રાંત અધિકરીનો નકલી હુકમ સામે આવ્યો.

  • 26 Oct 2024 09:58 AM (IST)

    રાજકોટ: ભવાની કન્સ્ટ્રક્શન કંપની પર ITની તપાસ

    રાજકોટ: ભવાની કન્સ્ટ્રક્શન કંપની પર ITની તપાસ હાથ ધરાઇ. 50 લાખનો TDS ન ચૂકવતા તપાસ હાથ ધરાઈ. ITની TCS ટીમ દ્વારા સર્વે હાથ ધરાયો છે. કાલાવડ રોડ પર ભવાની કન્સ્ટ્રક્શન કંપની ઉપર સર્વે કરવામાં આવી રહ્યો છે. કંપનીએ 25 લાખનો ટેક્સ ચૂકવવા તૈયારી દર્શાવી છે.

  • 26 Oct 2024 09:06 AM (IST)

    વડોદરાના બિલ્ડરોને ત્યાં IT વિભાગનું સર્ચ

    વડોદરાના બિલ્ડરોને ત્યાં IT વિભાગનું સર્ચ ચાલી રહ્યુ છે. વડોદરાના બિલ્ડરને ત્યાંથી 11 કરોડથી વધુની રકમ જપ્ત કરવામાં આવી છે. રોકડ સહિત જ્વેલરી પણ જપ્ત કરાયી. IT સહિત DGGI વિભાગનું સર્ચ ઓપરેશનથી GST ચોરી અંગે તપાસ કરશે.

  • 26 Oct 2024 09:04 AM (IST)

    મહેસાણા: પાણીના ટેન્કર નીચે આવી જતા બાળકનું મોત

    મહેસાણા: પાણીના ટેન્કર નીચે આવી જતા બાળકનું મોત થયુ છે. બહુચરાજીના બેચર ગામના વંશ વિષ્ણુભાઈ ભરવાડ નામના 5 વર્ષીય બાળકનું મોત થયુ છે. રમતાં-રમતાં બાળક અચાનક ટેન્કરના ટાયર નીચે આવી ગયો હતો. બાળકને સારવાર અર્થે લઈ જતા ડૉક્ટરે બાળકને મૃત જાહેર કર્યો. ટેન્કર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.

  • 26 Oct 2024 09:03 AM (IST)

    નોન ટીપી વિસ્તારમાં જમીન ધરાવતા માલિકો માટે મોટો નિર્ણય

    મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના શેહરી વિકાસ સત્તામંડળોના વિસ્તારમાં નોન ટીપી વિસ્તારમાં જમીન ધરાવતા માલિકો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના ડી-1 અને ડી-2 કેટગરીના શહેરી વિકાસ સંત્તામંડળોમાં જે જમીન ધારકો છે, તેમને કપાતમાં જતી જમીન પર હાલે જ પ્રિમિયમ ભરવું પડે છે, તેમાંથી મુક્તિ અપાઇ છે. આવો જ ફાયદો ભરૂચ-અંક્લેશ્વર શહેરી વિકાસ સત્તામંડળના જમીન માલિકોને પણ અપાયો છે. ઉલ્લેખનીય છે કે બાંધકામ ક્ષેત્રે પ્રોપર્ટીની કિમતોમાં ઘટાડો થવાથી સીધો લાભ મધ્યમ વર્ગના પરિવારોને મળશે.

  • 26 Oct 2024 07:33 AM (IST)

    ભાવનગરઃ માતાજી અંગે વાંધાજન ટિપ્પણી મુદ્દે સાધુએ માગી માફી

    ભાવનગરઃ માતાજી અંગે વાંધાજન ટિપ્પણી મુદ્દે સાધુએ માફી માગી છે. રાજેન્દ્રગીરીએ માફી માગીને ખેદ વ્યક્ત કર્યો છે. સાધુનો વાંધાજનક વીડિયો વાયરલ થયો હતો. ચિતાની જગ્યા પર ધુણતો હોય તેવો વીડિયો વાયરલ થયો હતો. માતાજી વિરુદ્ધ પણ અપમાનજનક શબ્દો ઉચ્ચાર્યા હતા.

  • 26 Oct 2024 07:30 AM (IST)

    મોરબીઃ માળિયાના વાગડીયા ઝાપા નજીક ફાયરિંગની ઘટના

    મોરબીઃ માળિયાના વાગડીયા ઝાપા નજીક ફાયરિંગની ઘટના બની છે. ઇલયાસ જેડા અને ફારૂક જામ જૂથ વચ્ચે સામસામે ફાયરિંગ થયું. ગોળી વાગતા હૈદર જેડાનું ઘટનાસ્થળે મોત થયુ છે, 7 લોકો ઘાયલ થયા. તમામ ઇજાગ્રસ્તોની મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બે પરિવારો વચ્ચેની માથાકૂટમાં થયું હતું સામસામે ફાયરિંગ.

અમેરિકામાં યોજાનાર રાષ્ટ્રપતિ ચૂંટણી મુદ્દે નવો સરવે જાહેર થયો છે. સર્વેક્ષણમાં ડોનાલ્ડ ટ્રમ્પ કમલા હેરિસ કરતા 2 ટકા પોઈન્ટથી આગળ છે. મહત્વના રાજ્યોમાં ટ્રમ્પનો દબદબો છે. ગાઝામાં હમાસનો ખાતમો કરવા ઈઝરાયેલના મરણિયા પ્રયાસો છે. નુસેરાત શિબિરની સ્કૂલ પર ઈઝરાયેલની એરસ્ટ્રાઈક. 17 પેલેસ્ટિયનનોના મોત થયા છે. 32 ઘાયલ થયા.  પૂર્વી લદ્દાખ સેક્ટરના ડેમચોક અને ડેપસાંગથી ભારતીય-ચીની સૈનિકોને હટાવવાની શરૂઆત થઇ છે. બંને પક્ષો વચ્ચેના સમજૂતી કરાર બાદ સૈનિકોએ વાહનો અને દારૂગોળો પરત લીધો. જ્ઞાનવાપી કેસમાં હિન્દુ પક્ષને ઝટકો મળ્યો છે. વારાણસી કોર્ટે સમગ્ર પરિસરના સરવેની માગ કરતી અરજી ફગાવી. PMના આગમનને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. વડોદરામાં SPGના કમાન્ડોએ સમગ્ર રૂટનું નિરીક્ષણ કર્યુ. તો અમરેલીમાં પણ તૈયારીઓને આખરી ઓપ અપાયો.  મોરબીના માળિયાના વાગડીયા ઝાપા નજીક ફાયરિંગની ઘટના, ગોળી વાગતા એકનું મોત, 7 લોકો ઘાયલ.

Published On - Oct 26,2024 7:26 AM

Follow Us:
દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં
દાહોદની આશ્રમ શાળામાં શિક્ષકે વિદ્યાર્થીની સાથે કર્યા અડપલાં
ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
ગીર સોમનાથ જિલ્લાને સહાયથી બાકાત રાખ્યો હોવાનો ખેડૂતોનો આક્ષેપ
સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ
સમલૈંગિક સંબંધોની આડમાં આરોપીએ યુવક સાથે માર મારી કરી લૂંટ
અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા
અમદાવાદ પોલીસ એક્શનમાં ! કુખ્યાત ઈરાની ગેંગ સામે લોકોને જાગૃત કરાયા
શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર
શિક્ષણ વિભાગના સચિવનો ડુપ્લીકેટ લેટર બનાવી શિક્ષકને બદલીનો આપ્યો ઓર્ડર
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ
તહેવાર ટાણે પોલીસનો એક્શન પ્લાન, CCTVથી મોનિટરિંગ કરાયુ
જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
જાણો આજે તમારા જિલ્લામાં કેવું રહેશે તાપમાન
આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે
આ 4 રાશિના જાતકો આજે વેપારમાં લાભના સંકેત મળશે
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
ધંધુકામાં આવેલી ગેબનશા પીરની દરગાહની જગ્યા બારોબાર વેચી દેવાતા વિવાદ
કોંગ્રેસમાં વાવ બેઠકથી બળાપો ઠાલવનારા ઠારશી રબારીના હવે બદલાયા સૂર
કોંગ્રેસમાં વાવ બેઠકથી બળાપો ઠાલવનારા ઠારશી રબારીના હવે બદલાયા સૂર
g clip-path="url(#clip0_868_265)">